ઇટ્સ ઓન્લી હૅપન્સ ઇન ઇન્ડિયા

ફુટપાથ હોય કે બસ-સ્ટૉપ : ગેરકાયદે પાર્કિંગ કરનારા લોકો વિરુદ્ધ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટની નો ઍક્શન

parking

ઝૂલેલાલ પાર્ક બસ-સ્ટૉપ પાસે ગેરકાયદે પાર્ક થયેલી ગાડીઓ.



ઘાટકોપર વેસ્ટ હોય કે ઈસ્ટ, રાહદારીઓને બધી જગ્યાએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાહદારીઓ અને વાહનચાલકો માટે સૌથી મોટી સમસ્યા એટલે ગાડીઓનું ગેરકાયદે પાર્કિંગ. ચોખ્ખી રીતે ચિહ્ન સાથે લખેલું હોય છે કે અહીં પાર્કિંગ કરવું નહીં. એમ છતાં લોકો એવી જગ્યાએ જ પોતાની ગાડીઓ પાર્ક કરે છે. એથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને ચાલવાની જગ્યા જ બચતી નથી.

મિડ-ડે LOCALના પ્રતિનિધિ સમક્ષ જ ઘાટકોપર-ઈસ્ટમાં વિક્રાંત સર્કલ પાસેના ઝૂલેલાલ પાર્ક બસ-સ્ટૉપ નજીક અને ઘાટકોપર-વેસ્ટમાં કામા લેન પાસે ગણપતિ મંદિર સામેની ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ થયું હતું.

ઝૂલેલાલ પાર્ક બસ-સ્ટૉપ, ઘાટકોપર-ઈસ્ટ : ઘાટકોપર-ઈસ્ટમાં વિક્રાંત સર્કલ પાસે આર. બી. મહેતા રોડ પર આવેલું ઝૂલેલાલ પાર્ક બસ-સ્ટૉપ પર બસને ઊભી રહેવાની જગ્યા હોય કે ન હોય, પણ પ્રાઇવેટ ગાડીઓની ગેરકાયદે પાર્ક થયેલી લાંબી કતાર લાગેલી હોય છે. ટ્રાફિકના નિયમ અનુસાર બસ-સ્ટૉપની આજુબાજુના ૧૦૦ મીટરના અંતર સુધી એક પણ ગાડી પાર્ક થવી ન જોઈએ, પરંતુ નિયમની ઐસીતૈસી કરીને પ્રવાસીઓને ઊભા રહેવાની જગ્યા પર ગાડી પાર્ક થતી હોય છે જેને કારણે બીજા વાહનચાલકોએ પસાર થતી વખતે પાર્ક કરેલી ગાડીઓથી બચીને પસાર થવું પડે છે અને રાહદારીઓને ચાલવા માટે ગાડીઓ નડતરરૂપ બની જાય છે. આ રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી નજીક છે એથી સવાર-સાંજ ટ્રાફિક જૅમ હોય છે. એ બાબતે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ કોઈ ઍક્શન લેતો ન હોવાથી એનો ફાયદો ઉઠાવીને લોકો ગાડીઓ ગેરકાયદે પાર્ક કરતા હોય છે.

એક પ્રવાસીએ આક્રોશ વ્યક્ત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં લાંબા સમયથી ટ્રાફિક જૅમની સમસ્યા છે અને એનું કારણ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ જ છે. લોકો જ્યાં-ત્યાં પોતાની ગાડી કે બાઇક પાર્ક કરીને જતા રહે છે, કારણ કે તેમને ખબર છે કે અહીં ટ્રાફિક-ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઍક્શન લેતા નથી. ટ્રાફિક-પોલીસો જ્યાં ગેરકાયદે પાર્ક કરેલી ગાડીઓને ટો કરવાની હોય ત્યાં કેમ નથી કરતી? એમ તો અનેક નિયમો બતાવીને જાત-જાતના ફાઇન મારે છે, પરંતુ જ્યાં લોકોની તકલીફ વધી રહી છે ત્યાં કેમ ઍક્શન નથી લેતી. બસ-સ્ટૉપ પ્રવાસીઓને ઊભા રહેવાની કે ગાડી પાર્ક કરવાની જગ્યા છે? ’


parking

કામા લેન પાસે ફુટપાથ પર પાર્ક થયેલો ટેમ્પો.



એક વાહનચાલકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું અહીં ભાંડુપથી આવી રહ્યો છું. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ક્રૉસ કરી ઘાટકોપર-ઈસ્ટમાં એન્ટ્રી મારી ત્યારે જોયું તો લોકો પોતાની ગાડીઓ જ્યાં જગ્યા મળે ત્યાં પાર્ક કરીને જતા હતા. એને કારણે લોકોને અનેક બાજુએથી ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. એક તરફ આવા ટ્રાફિકથી છુટકારો મળતો નથી અને બીજી તરફ બસ-સ્ટૉપ પાસે ગેરકાયદે પાર્ક કરેલી ગાડીઓથી બચીને જવું પડે છે. હવે આ બાબતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે યોગ્ય નર્ણિય લઈને કાર્યવાહી કરવી જોઈએ.’

કામા લેન, ઘાટકોપર-વેસ્ટ : ઘાટકોપર-વેસ્ટમાં કામા લેન પાસેની ફુટપાથ તો રાહદારીઓ માટે નહીં પણ ગાડીઓ ગેરકાયદે પાર્ક કરવા માટે હોય એવું દેખાઈ આવે છે. એક તરફ રાહદારીઓને રસ્તા પર ચાલતી વખતે અનેક સમસ્યાઓથી બચવું પડે છે અને ફુટપાથ પર ગાડીઓ પાર્ક થતી હોય છે જેને લીધે રાહદારીઓને ફુટપાથનો ઉપયોગ કરવાની જગ્યાએ રસ્તા પરથી ચાલવાની ફરજ પડે છે. સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ટ્રાફિક-પોલીસની નો ઍક્શનને કારણે ગેરકાયદે પાર્કિંગ કરનારા લોકોને એનો લાભ મળે છે.

અહીંથી પસાર થતા મયૂર શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુંબઈનો ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ જ્યાં ઍક્શન લેવી જોઈએ ત્યાં લેતો નથી એનો ફાયદો ઉઠાવીને લોકો ફુટપાથ કે અન્ય જગ્યાએ ગાડીઓ પાર્ક કરતા હોય છે. ગેરકાયદે પાર્કિંગ કરીને તેમની ગાડીઓ તો સેફ થઈ જાય છે, પરંતુ લોકોને રસ્તા પરથી ચાલવું અનસેફ થઈ જાય છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને રાહદારીઓ માટે ફુટપાથ બનાવે છે અને એ ફુટપાથનો ફાયદો રાહદારીઓને થતો જ નથી. અહીં ક્યારેક ટેમ્પો પાર્ક થતો હોય છે તો ક્યારેક અન્ય ગાડી પાર્ક થતી હોય છે. આ બધી સમસ્યાનો ક્યારેય અંત આવવાનો જ નથી?’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK