કર્મભૂમિ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે સર્જાયો વિવાદ

ઓપન પાર્કિંગ સ્પેસને સેફ્ટી ગ્રિલ લગાડાતાં સોસાયટીના સભ્યો આમનેસામને: ગેરકાયદે બાંધકામના વિવાદમાં મધ્યસ્થી કરવા જતાં સોસાયટીના એક સભ્યએ નગરસેવિકા ફાલ્ગુની દવે પર રિશવત માગવાનો કર્યો આક્ષેપ


illegal construction

ભરત ભદ્રાએ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને નગરસેવિકા અને સુધરાઈના અધિકાર સામે કરેલી ફરિયાદ અને જે ગેરકાયદે કામથી સોસાયટીમાં વિવાદ ચાલી રહ્યો છે તેની તસ્વીર (જમણી બાજુ)



રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટમાં પૉપ્યુલર હોટેલની સામે આવેલા વી. એન. કાણેકર માર્ગ પર આવેલી કર્મભૂમિ કો-ઑપરેટિવ સોસાયટીમાં થયેલા એક ગેરકાનૂની બાંધકામની ફરિયાદ કરવા જતાં સોસાયટીના એક સભ્ય ભરત ભદ્રા સુધરાઈની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. ભરત ભદ્રાએ મિડ-ડે LOCALને મોકલાવેલી લેખિત ફરિયાદમાં કહ્યું હતું કે ‘સોસાયટીના ગેરકાનૂની બાંધકામ સામે કરેલી ફરિયાદની સજા મારે ભોગવવી પડે છે. મારી ફરિયાદને કારણે સુધરાઈ અને સ્થાનિક નગરસેવિકા ફાલ્ગુની દવેએ સોસાયટીનું ગેરકાનૂની બાંધકામ તોડવાને બદલે મારી કાર પાર્ક કરવાની જગ્યા પર બાંધેલી સેફ્ટી-ગ્રિલ તોડી પાડી હતી.’

ભરત ભદ્રાએ તેમની ફરિયાદમાં વધુમાં કહ્યું હતું કે ‘છેલ્લા એક મહિનાથી હું વારંવાર સુધરાઈની ઘાટકોપરની ઑફિસમાં બિલ્ડિંગ-ડિપાર્ટમેન્ટના અધિકારી સાગર પાટીલને મળીને મારી ફરિયાદ સામે તેમણે શું પગલાં લીધાં છે એ જાણવા જતો હતો, પરતું તેઓ મને દાદ આપતા નહોતા. એને કારણે સુધરાઈના વૉર્ડ-નંબર ૧૨૭નાં ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા ફાલ્ગુની દવેને મળવા ગયો હતો. તેમણે આડકતરી રીતે આ કામના બદલામાં મારી પાસે રિશવત માગી હતી. તેમણે માગેલા રૂપિયા આપવા અસમર્થ હોવાથી મેં તેમને કહ્યું હતું કે હું આ બાબતમાં તમારી ફરિયાદ કરીશ જેને કારણે તેમણે મારા બિલ્ડિંગમાં કાર-પાર્કિંગમાં લગાડેલી ગ્રિલ મારી જાણ બહાર તોડાવી નાખી હતી.’

પોતાની ફરિયાદને આગળ વધારતાં અને ફાલ્ગુની દવે પર આક્ષેપ કરતાં ભરત ભદ્રાએ કહ્યું હતું કે ‘સુધરાઈના અધિકારી સાગર પાટીલને મારી ગ્રિલ તોડવા બાબતમાં મેં પૂછ્યું કે તમારી પાસે આ બાબતની કોઈ નોટિસ છે ત્યારે તેઓ જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. સુધરાઈએ કોઈ પણ જાતના ઑર્ડર કે નોટિસ વગર કાર-પાર્કિંગ માટે લગાડેલી ગ્રિલ તોડીને લઈ જતાં મને લગભગ ૫૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. હજી મને ખબર પડતી નથી કે ફાલ્ગુની દવેનું કામ શું કોઈ નિદોર્ષ માણસ પાસેથી ગુંડા-મવાલીની જેમ પૈસા વસૂલવાનું છે કે પછી સામાન્ય જનતાની ફરિયાદ પર ધ્યાન આપવાનું છે?’

સોસાયટીના મેમ્બરો શું કહે છે?


સોસાયટીના મેમ્બરોએ ભરત ભદ્રાની ફરિયાદની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીના એક મેમ્બરે તેની કાર-પાર્કિંગની ઓપન સ્પેસને બાંધી લેતાં આ વિવાદની શરૂઆત થઈ હતી. હવે એ મેમ્બર અને ભરત ભદ્રા બન્ને એક થઈને સોસાયટીના સભ્યોને તંગ કરવા માટે અવનવાં નાટક કર્યા કરે છે. અમારી સોસાયટીની મહિલાઓએ ભરત ભદ્રાના ગેરકાયદે બાંધકામના વિરોધમાં પોલીસ તેમ જ સુધરાઈમાં ફરિયાદ કરી હતી. મહિલાઓની ફરિયાદ પછી પંતનગર પોલીસ પણ અમારી સોસાયટીમાં આવી હતી. ત્યાર બાદ સુધરાઈએ ભરત ભદ્રાએ ઓપન સ્પેસમાં લગાડેલી ગ્રિલ તોડી પાડી હતી. આમ છતાં તે પોતાની જીદ પર જ છે. અમારી ફરિયાદને કારણે જ ફાલ્ગુની દવે મધ્યસ્થી બન્યાં હતાં. ભરત ભદ્રાએ ફાલ્ગુની દવે પર કરેલા આક્ષેપો પાયાવિહોણા અને બેબુનિયાદ છે એની અમે તમને ખાતરી આપીએ છીએ. બાકી ભરત ભદ્રાને કોઈ પણ સંજોગોમાં ગેરકાયદે બાંધકામ કરવા દેવામાં નહીં આવે.’

ફાલ્ગુની દવેની સ્પષ્ટતા

આ આખા બનાવની સ્પષ્ટતા કરતાં ફાલ્ગુની દવેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભરત ભદ્રાના બધા જ આક્ષેપો સત્યથી વેગળા છે. મેં તેમની પાસે કોઈ પ્રકારની રિશવત માગી નથી.’

ત્યાર પછી તેમણે બનાવ બાબતે કહ્યું હતું કે ‘કર્મભૂમિ સોસાયટી SRA પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામી છે. આ સોસાયટીના મીટર-રૂમની બાજુની જગ્યા સોસાયટીના જ એક સભ્યે પ્લાયવુડથી બંધ કરી દેતાં આ આંતરિક વિખવાદ શરૂ થયો હતો. એ પછી સોસાયટીની ઓપન પાર્કિંગ સ્પેસમાં ભરત ભદ્રાએ સેફ્ટી-ગ્રિલ લગાડી હતી જેનો આ સોસાયટીની અમુક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ મહિલાઓએ તેમની ફરિયાદ સુધરાઈમાં કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સોસાયટીના મેમ્બરો દ્વારા ઓપન પાર્કિંગ સ્પેસ સેફ્ટી-ગ્રિલ લગાડી બંધ કરવાથી રહેવાસીઓ માટે અવરજવર મુશ્કેલ બની જાય છે.’

ફાલ્ગુની દવેએ મહિલાઓની આ ફરિયાદ સંબંધી વાત કરતાં કહ્યું હતું કે ‘આ મહિલાઓ સુધરાઈમાં ફરિયાદ કર્યા પછી મને મળવા આવી હતી. સુધરાઈ વહેલામાં વહેલી તકે આ સંદર્ભમાં કડક કાર્યવાહી કરે એવી તેમણે મારી પાસે અને સુધરાઈ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે માગણી કરી હતી. ઓપન પાર્કિંગ સ્પેસ બંધ કરવી એ ગેરકાયદે હોવાથી ભરત ભદ્રાએ બાંધેલી ગ્રિલને તોડી પાડવામાં આવી હતી જેની સામે તેણે ચૅલેન્જ કરી હતી કે હું આ ગ્રિલ બાંધીને જ રહીશ જે સંબંધી સોસાયટીની મહિલાઓની હજી પણ ફરિયાદ આવી રહી છે.’  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK