ગાયોના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે?

દેરાસર લેન તેમ જ ગુરુકુળ સ્કૂલ પાસેના રસ્તા પર ગાયોના વધતા ત્રાસ સામે સ્થાનિક રહેવાસીઓનો BMCને સવાલ


cow

ફુટપાથ અને રસ્તા પર બેસેલી ગાયો.


ઘાટકોપર ગાયોના ત્રાસમાંથી મુક્ત થતું નથી. ઘાટકોપર સ્ટેશન બ્રિજ, મહાત્મા ગાંધી રોડ તેમ જ દેરાસર લેન જેવી અનેક જગ્યા છે જ્યાં ગાયાને હટાવવા માટે BMCની કોઈ પ્રૉપર પૉલિસી નથી.

ઘાટકોપર-ઈસ્ટમાં દેરાસર લેન પાસે ગાયો વધુ જોવા મળે છે. અહીં તબેલા હોવા છતાં ગાયોના માલિકો એના પર ધ્યાન નથી આપતા અને છેવટે ક્યારેક ફુટપાથ રોકીને બેસી રહેતી ગાયો લોકો માટે ત્રાસરૂપ સાબિત થતી હોય છે. એજ રીતે ક્યારેક રસ્તા વચ્ચે બેસી જતી હોય છે જેનાથી ટ્રાફિક જૅમ થતો હોય છે. આમ ગાયોને વસવાટ માટે અહીંતહીં ભટકતાં રહેવું પડે છે. ઘાટકોપરવાસીઓ જીવદયાપ્રેમી હોવા છતાં ગાયો અને ગાયોને લીધે થતી ગંદકીથી ત્રાસી ગયા છે. આવી સ્થિતિ દેરાસર લેન અને ગુરુકુળ સ્કૂલ પાસે વધુ જોવા મળે છે.

આ બાબતની માહિતી આપતાં દેરાસર લેન પાસે રહેતા હરીશ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા એરિયામાં ગાયોની સમસ્યા અઠવાડિયાથી વધી ગઈ છે.  ત્રણ દિવસથી રોજ સાંજે એક વ્યક્તિ તેની ત્રણ-ચાર ગાયો લઈને આવી જતો હતો અને સવારે જતો રહેતો હતો, પણ રાતભરમાં અમારો વિસ્તાર ગંદકીથી ભરાઈ જતો હતો. અમે જીવદયાપ્રેમી છીએ, પણ ગંદકી કેવી રીતે સહન થાય. અમારી હાલત એવી હતી કે ન રહેવાય ન સહેવાય.’

આ સમસ્યા વિશે વધુ જણાવતાં કેવીન દેઢિયાએ કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં અનેક જગ્યા એવી છે જ્યાં ગાયોનો ત્રાસ વધતો જાય છે. ગાયોના માલિકો સામે ઍક્શન લેવી જરૂરી છે. તેઓ ગાયોને રસ્તા પર છોડી દે છે અને ગાયો ફુટપાથ પર કે રસ્તા વચ્ચે એવી રીતે બેસી જતી હોય છે કે જાણે પોતાના તબેલામાં હોય. ફુટપાથ પર ગાયોના ડેરાથી રાહદારીઓને મજબૂરન રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. અમુક વખત રસ્તા વચ્ચે અડ્ડો જમાવતી હોવાથી વગર કારણે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.’

આ વાતને આગળ વધારતાં કેવીન દેઢિયાના મિત્ર મનીષ પટેલે મિડ-ડે LOCALને  કહ્યું હતું કે ‘આ બાબતે સ્થાનિક લોકોએ BMCને ફરિયાદ પણ કરી છે, પરંતુ દર વખતે અમે આ બાબતે ઍક્શન લઈશું એટલો જ જવાબ આપતી હોય છે, પરંતુ હજી સુધી કોઈ ઍક્શન લેવાઈ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK