BMC મહાત્મા ગાંધી રોડની સમસ્યા ઉકેલવામાં અસફળ

અનેક ફરિયાદો હોવા છતાં સમસ્યાનું સમાધાન નથી કરી શકી

mg road

રસ્તા પર પેવર બ્લૉક્સ અને માટીનો ઢગલો



ઘાટકોપર-ઈસ્ટમાં મહાત્મા ગાંધી રોડ પર BMC સામે લોકોની એક નહીં, અનેક ફરિયાદો છે જેના ઉકેલમાં BMC નિષ્ફળ ગઈ છે. લોકોના કહેવા મુજબ BMCએ વષોર્થી આ રોડ પર જરાય ધ્યાન આપ્યું નથી. અહીં એક તરફ માટી અને પેવર બ્લૉક્સનો ઢગલો છે, બસ-સ્ટૉપ પાસેના રસ્તાની સ્થિતિ ખરાબ છે તથા ગેરકાયદે પાર્કિંગ જેવી સમસ્યા છે જેનું BMC સમાધાન નથી કરી શકી. 

આખા રોડ પર જગ્યા-જગ્યાએ પેવર બ્લૉક્સ ઊખડવા લાગ્યા છે તો ક્યાંક-ક્યાંક દબાઈ ગયા છે. આ રોડ ચેમ્બુર તરફ જતો હોવાથી ટ્રાફિકને કારણે વાહનચાલકો કંટાળેલા હોય છે એમાં રસ્તા પર કે બસ-સ્ટૉપ પાસે ગેરકાયદે પાર્કિંગ અને રસ્તાની કથળેલી હાલતને કારણે વાહનચાલકો માટે વાંધાજનક સ્થિતિ ઉત્પન્ન થાય છે.


ઘાટકોપર-ઈસ્ટમાં ગાંધી માર્કેટ પાસે થોડા સમયથી રાહદારીઓ અને વાહનચાલકોને નડતરરૂપ બને એ રીતે માટી અને પેવર બ્લૉક્સનો ઢગલો પડેલો છે. અનેક ફરિયાદો કરવા છતાં ગ્પ્ઘ્ના કર્મચારીઓએ આ ઢગલો ઉપાડ્યો નથી. આસપાસના દુકાનદારોનું કહેવું છે કે થોડો સમય પહેલાં BMCએ અહીં થોડાક ભાગનું રિનોવેશન કર્યું હતું અને રિનોવેશન પછી માટી અને પેવર બ્લૉક્સનો ઢગલો એમને એમ છોડીને ચાલ્યા ગયા હોવાથી લોકોને નડતરરૂપ બન્યો છે.

આ બાબતે વધુ માહિતી આપતાં સ્થાનિક રહેવાસી મોહન જોષીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડ પરનો માટી અને પેવર બ્લૉક્સનો ઢગલો વાહનચાલકો અને લોકોને નડતરરૂપ બન્યો છે. BMC એક જગ્યાનું દસ વખત રિનોવેશન કરે છે, પણ રિનોવેશન પછીનું નકામું મટીરિયલ રોડ પર છોડી દેવાથી રાહદારીઓ માટે નડતરરૂપ અને જોખમી બની જાય છે. એક તો પહેલેથી જ આ રોડ ટ્રાફિક જૅમ માટે ફેમસ છે. લોકોને ઘાટકોપર સ્ટેશન કે વિરોધી સાઇડ ચેમ્બુર તરફ આવવા માટે ઘણો ત્રાસદાયક બની જાય છે.’


mg road

બસ-સ્ટૉપ પાસે રસ્તાની કથળેલી સ્થિતિ અને ગેરકાયદે પાર્કિંગ


મહાત્મા ગાંધી રોડ પર ગાંધી માર્કેટથી થોડેક આગળ સિંધુવાડી બસ-સ્ટૉપ પાસેના પેવર બ્લૉક્સ પ્રવાસીઓ માટે જોખમી બને એ રીતે ઊખડી ગયા છે તથા ઘણી વખત બસ-સ્ટૉપ પર પ્રવાસીઓની જગ્યાએ કાર પાર્ક થયેલી જોવા મળે છે.

અહીં બસની રાહ જોતા ઊભેલા પ્રવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ બસ-સ્ટૉપની આસપાસની હાલત ઘણાં વષોર્થી કથળેલી છે. લાખો રૂપિયા ખર્ચીને પ્રશાસન બસ-સ્ટૉપ બાંધે છે પણ એની આસપાસની સ્થિતિ પાછળ કેમ ધ્યાન આપતી નથી? ઘણી વખત તો

બસ-સ્ટૉપ પાસે ગાડીઓ ગેરકાયદે પાર્ક થતી હોય છે. આને કારણે અમારા જેવા પ્રવાસીઓ ઊભા રહે તો ક્યાં? એ ઉપરાંત આખા મહાત્મા ગાંધી રોડ પર અનેક સમસ્યા છે જેને લોકો સહન કરી રહ્યા છે અને આગળ પણ અમને આવી જ રીતે સહન કરવું પડશે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK