આને કહેવાય આવડત

ગંગાવાડીમાં કલાકોમાં ક્રેનની મદદથી રેડીમેડ શટર સહિતનું સ્ટ્રક્ચર બેસાડી દેવામાં આવ્યું : સ્થાનિક રહેવાસીઓ એને ગેરકાયદે કહે છે

crane

ક્રેનની મદદથી રેડીમેડ સ્ટ્રક્ચર ગોઠવી રહેલા માણસો.


રોહિત પરીખ


ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભું કરવાવાળા કેટલી ઝડપથી કામ કરતા હોય છે એનું જ્વલંત ઉદાહરણ હમણાં ઘાટકોપર-વેસ્ટની ગંગાવાડી કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસીઓને જોવા મળ્યું હતું. આ સોસાયટીના રહેવાસીઓના વિરોધને કારણે ૨૦૧૨માં તેમની સોસાયટીની બહાર ઊભા થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું, પણ આ જ જગ્યા પર અઠવાડિયા પહેલાં એક વ્યક્તિએ કલાકોમાં શટરની સાથે રેડીમેડ સ્ટ્રક્ચર લાવીને બેસાડી દીધું હતું.


crane

ખાલી પડેલી જમીનને સમથળ બનાવી રહેલા માણસો.


આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૨૦૧૨માં અમારી સોસાયટીની બહારના પરિસરમાં એક વ્યક્તિએ રાતોરાત બાંધકામ કર્યું હતું. અમે અને અમારી નગરસેવિકા પ્રતિક્ષા ઘુગેએ આ બાબતની ગ્પ્ઘ્માં ફરિયાદ કરવા છતાં સંબંધિત અધિકારીઓએ એ બાંધકામ તોડવા કોઈ જ કાર્યવાહી કરી નહોતી. તેમની પાસેથી ફક્ત ૧૨૦૦ રૂપિયા દંડ વસૂલ કયોર્ હતો. અમે પોલીસમાં ફરિયાદ કરતાં તેઓએ પણ આ બાબતમાં દખલગીરી કરી નહોતી. ત્યાર બાદ નગરસેવિકાએ કમિશનર સુધી ફરિયાદ કરતાં એ બાંધકામ તોડવામાં આવ્યું હતું.’

ગયા અઠવાડિયે ફરીથી એ જ વ્યક્તિએ ક્રેનની મદદથી શટરની સાથે રેડીમેડ સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું. એ બાબતે સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારી નગરસેવિકાએ કરેલી કાર્યવાહીને કારણે ચાર વર્ષ સુધી કોઈ જ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ અમારા વિસ્તારમાં થયાં નહોતાં, પરંતુ અચાનક જે વ્યક્તિનું ગેરકાયદે બાંધકામ ૨૦૧૨માં તોડી પાડવામાં આવ્યું હતું એ જ વ્યક્તિએ અન્ય રાજનેતાની મદદ લઈને અમારી સોસાયટીની બહાર ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું.’

સ્થાનિક રહેવાસીઓએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી અનેક ફરિયાદ પછી પણ ગ્પ્ઘ્ના જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ આ ગેરકાયદે સ્ટ્રક્ચર સામે પગલાં લેવાં તૈયાર નથી. તેઓ આ બાબત કોર્ટમાં છે એમ કહીને તેમની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK