સહનશીલતાની પણ હદ હોય

ગારોડિયાનગરના રોડની કથળેલી હાલત સામે સ્થાનિક રહેવાસીઓમાં જબરો આક્રોશ : આંદોલનની તૈયારી


potholes

ગારોડિયાનગરમાં ઠેર-ઠેર પડેલા ખાડાઓ અને એમાં ભરાયેલાં પાણી.


રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરની પુષ્પાવિહાર હોટેલનો રોડ સિમેન્ટ-કૉન્ક્રીટનો બન્યા પછી સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી હતી. ભલે વર્ષો સુધી રાજનેતાઓએ પોકળ વચનો આપ્યાં, પણ હવે તેઓ આ વિસ્તારના વિકાસ માટે સક્રિય બનશે એવી રહેવાસીઓમાં આશા જન્મી હતી. પરંતુ બે વર્ષથી ચોમાસામાં આ વિસ્તારના ચારે બાજુના રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જાય છે. સિનિયર સિટિઝનો અને બાળકો માટે આ રોડ જોખમી બની જવાથી હવે સ્થાનિક રહેવાસીઓમાં જબરો આક્રોશ ફેલાયો છે. આ રહેવાસીઓ ટૂંક સમયમાં આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક સિનિયર સિટિઝનોએ મિડ-ડે LOCAL સમક્ષ તેમની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે ‘સહનશીલતાની પણ હદ હોય. અમે એક-બે મહિના કે એક-બે વર્ષથી નહીં, ચાલીસ વર્ષથી રાજનેતાઓના ભરોસા પર છીએ. એક સમયે ડોલરિયા વિસ્તાર તરીકે ઓળખાતું ગારોડિયાનગર એની ડ્રેનેજ, સિવરેજ લાઇનો, રોડ અને ફુટપાથની બિસમાર હાલતને લીધે જોખમીનગર બની ગયું છે. અનેક વાર અનેક સિનિયર સિટિઝનો અહીંના રોડને લીધે હૉસ્પિટલાઇઝ થયા છે.’

અમારી હાલત પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવા જેવી છે એમ જણાવતાં આ સિનિયર સિટિઝનોએ કહ્યું હતું કે ‘અમારાં સંતાનો આ વિસ્તારમાં વસતા રાજનેતાઓના સક્રિય કાર્યકરો છે. તેમને તેમના પર આંધળો વિશ્વાસ છે. અમારાં સંતાનો રાજનેતાઓનાં વચનો પોકળ હોવા છતાં તેમના દ્વારા આવતાં બહાનાંઓને સો ટચનું સોનું સમજીને અમારા કરતાં તેમના પર વધુ વિશ્વાસ રાખે છે. આવા સંજોગોમાં અમારા માટે સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે, પણ હવે અમને લાગે છે કે ગારોડિયાનગરની પરિસ્થિતિ સુધારવા માટે અમારે બળવો પોકારવો જ પડશે. અમારે આંદોલન કરવાની તૈયારી કરવી જ પડશે.’

પહેલાં પ્રાઇવેટ લેઆઉટનું બહાનું હતું, હવે જવાબ જ નથી. એ સંદર્ભમાં આ સિનિયર સિટિઝનોએ કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં BMCના કમિશનરની મુલાકાત પછી કહેવામાં આવ્યું હતું કે ગારોડિયાનગર પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્ત થઈ ગયું છે. આ બાબતને મિડ-ડે LOCALમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ વાતને આજે બાર મહિના વીતી ગયા. ગયા ચોમાસામાં આખું ગારોડિયાનગર જળબંબાકાર થઈ ગયું હતું. આ વર્ષે પણ એ જ હાલત છે. વરસાદ પછી બધા જ રોડ ચાલવા લાયક રહ્યા નથી. રિક્ષાઓ અને અન્ય વાહનો આ વિસ્તારમાં આવવા માટે આનાકાની કરે છે. ઍમ્બ્યુલન્સ પણ આ ખાડાઓને લીધે ઊછળે છે, પરંતુ કોઈની આંખ ઊઘડતી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK