રેસ્ટોરાંઓને ડરાવીને ઠગવા નીકળી પડેલા ઍડ્વોકેટના દિવસો ભરાઈ ગયા

કમલા મિલ્સ કમ્પાઉન્ડ દુર્ઘટનાનો લાભ લઈને વેસ્ટર્ન સબર્બ્સના હોટેલિયરોને લૂંટનારો ઓમકાર ભાનુશાલી ઘાટકોપરમાં સપડાઈ ગયો

rest

રોહિત પરીખ

લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગની દુર્ઘટનાનો ફાયદો ઉઠાવી નાશિકના સાડત્રીસ વર્ષના ઍડ્વોકેટ યુવાને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડડ્ર્સ આથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના અધિકારીનો સ્વાંગ રચી છેલ્લા એક અઠવાડિયામાં વેસ્ટર્ન સબર્બ્સની દસથી બાર હોટેલને ટાર્ગેટ બનાવી હતી. જોકે આ યુવાન ઘાટકોપર (વેસ્ટ)ની સવોર્દય હૉસ્પિટલ પાસે આવેલી હોટેલ રાધાક્રિષ્નને ટાર્ગેટ બનાવવા જતાં હોટેલોના અસોસિએશન આહાર વતી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ સાથે વ્યવહાર કરતા સુનીલ પાટીલની સમયસૂચકતાને લીધે અત્યારે ઘાટકોપર પોલીસની હિરાસતમાં છે.

આ આખો બનાવ વૅલેન્ટાઇન્સ ડેનો છે. હોટેલ રાધાક્રિષ્નમાં બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ સ્માર્ટ પર્સનાલિટી ધરાવતા ઓમકાર ભાનુશાલીએ પ્રવેશ કર્યો હતો. કોઈ પણ જાતની પરવાનગી કે ઓળખ આપ્યા વગર તે સીધો જ હોટેલના કિચનમાં જઈને કિચનના અને કર્મચારીઓના ફોટો પાડવા લાગ્યો હતો. ત્યાર બાદ તે કિચનના સિન્કના અને અન્ય ભાગના ફોટો પાડવા લાગ્યો હતો. એથી હોટેલના મૅનેજર અને અન્ય કર્મચારીઓને ઝટકો લાગ્યો હતો. તેમણે ઓમકારને તેની ઓળખાણ પૂછી તો ઓમકારે તેની ઓળખાણ FSSAIના વિજિલન્સ અધિકારી તરીકેની આપી હતી.

rest2

આ બાબતની માહિતી આપતાં હોટેલ રાધાક્રિષ્ન માલિક હિતેશ શેટ્ટીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓમકાર તેની કાર્યવાહી કરી રહ્યો હતો એનાથી મારા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તેમણે તરત જ મને ફોન કરીને હોટેલમાં બોલાવ્યો હતો. હું આવ્યો ત્યારે ઓમકાર હોટેલના ફોટો પાડીને એક સીટ પર બેસીને તેનું FSSAIનું ફૉર્મ કાઢીને રિપોર્ટ બનાવી રહ્યો હતો. તેણે મારી પાસે રિપોર્ટ સારો બનાવવા માટે ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. મેં તેને બીજી કેટલી હોટેલમાં તે જઈને આવ્યો એ વિશે પૂછતાં તેણે મને તેની ફાઇલમાંથી વેસ્ટર્ન સબર્બ્સના મીરા રોડથી અંધેરી સુધીની હોટેલના રિપોર્ટ બતાવ્યા હતા. મેં જ્યારે તેને ઘાટકોપરની હોટેલનું પૂછ્યું તો તેણે મને કહ્યું હતું કે તે પહેલાં મારી હોટેલમાં જ આવ્યો છે.’

મારા વધુ સવાલોથી ઓમકાર ભાનુશાલી થોડો ઢીલો પડી ગયો હતો એમ જણાવતાં હિતેશ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને થોડી શંકા ગઈ હતી એટલે મેં તરત જ ઘાટકોપર (વેસ્ટ)માં જ શ્રેયસ સિનેમા પાસે આવેલી મુંબઈ મૅજિક હોટેલના માલિક સુનીલ પાટીલનો સંપર્ક કરીને મારી હોટેલમાં બોલાવી લીધો હતો. સુનીલ પાટીલ આહારમાં પ્રમુખ રહી ચૂક્યો છે અને હાલમાં આહારના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ વિભાગમાં સેક્રેટરી છે. તેણે આવીને ઓમકારનું આઇડેન્ટિટી કાર્ડ ચેક કર્યું હતું. એના પર ઇશ્યુઇંગ આથૉરિટી તરીકે FSSAIના એક અસિસ્ટન્ટ કમિશનર દિલીપ સાવંતનું નામ હતું.’

rest1

દિલીપ સાવંત અને સુનીલ બન્ને વષોર્થી પરિચયમાં હતા એમ જણાવતાં માહિતી આપતાં હિતેશ શેટ્ટીએ કહ્યું હતું કે ‘સુનીલ પાટીલે તરત જ દિલીપ સાવંતને ફોન કર્યો હતો. દિલીપ સાવંત સાથે વાતચીત કરતાં અમને ખબર પડી કે ઓમકાર ભાનુશાલી ફ્રૉડ છે. વધુ તપાસ કરતાં અમને જાણ થઈ હતી કે ઓમકારે કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટનાનો ફાયદો ઉઠાવી વેસ્ટર્ન સબર્બ્સની અનેક હોટેલોને ટાર્ગેટ બનાવી હતી. ત્યાંના હોટેલિયરો પાસેથી ઓમકારે પૈસા પણ પડાવ્યા હતા. અમે પણ કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટના પછી BMCના અધિકારીઓની રોજની કાર્યવાહીથી ત્રાસી ગયા છીએ. અમે ઓમકારને પૈસા આપીને રવાના કર્યો હોત, પરંતુ સુનીલ પાટીલને લીધે અમે છેતરાતાં બચી ગયા હતા. એથી પહેલાં તો અમે ઓમકારની થોડી ધુલાઈ કરી પછી ઘાટકોપર પોલીસને બોલાવી તેને પોલીસને સોંપી દીધો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK