ઘાટકોપરના પ્રાઇવેટ જાસૂસનું કારસ્તાન

મહિલા સાથે કરી ૩.૦૪ કરોડ રૂપિયાની છેતરપિંડી


The arrested detective is refusing to divulge where he’s hidden the gold jewellery he stole from the woman. Pic/Thinkstock


વિજયકુમાર યાદવ


અનેક પ્રાઇવેટ લૉજિસ્ટિક્સ પેઢીઓની માલકણ પાસેથી તેના પતિ વિરુદ્ધ પુરાવા એકઠા કરવાને બહાને ૩.૦૪ કરોડ રૂપિયાનાં ઘરેણાં તથા રોકડ પડાવવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક પ્રાઇવેટ ડિટેક્ટિવની ધરપકડ કરી છે.

આરોપીનું નામ રાજેશ નાખુઆ છે અને તે ઘાટકોપર (ઈસ્ટ)નો રહેવાસી છે. માત્ર નવમા ધોરણ સુધી ભણેલો રાજેશ સ્નૂપ સર્વિસિસ ઍન્ડ નેટવર્ક ફૉર ઑબ્ઝર્વેશન, ઑપરેશન્સ ઍન્ડ પ્રોબ નામની પરવાના વિનાની ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે.

ફરિયાદી નૂતન માંગેએ પોલીસને જણાવ્યું હતું કે ‘મારા પતિ લલિત માંગેને કંપનીની CEO મહિલા સાથે આડો સંબંધ છે. મારા પતિ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરવાના બહાને રાજેશ અને તેના સાથીઓ મીરા તથા દીપકે ગયા વર્ષે ઑક્ટોબરમાં મારી પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા.’

આરોપી રાજેશે નૂતન માંગેને એમ પણ જણાવ્યું હતું કે તેનાં ત્રણ કરોડ રૂપિયાનાં ઘરેણાં લલિત માંગે ટૂંક સમયમાં જ CEO મહિલાને આપી દેશે એટલે ઘરેણાંની સલામતી માટે એ મને આપી દો.

નૂતન માંગેએ ઘરેણાં પાછાં માગ્યાં ત્યારે રાજેશે તેને બંદૂક દેખાડીને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. નૂતન માંગેની સગીર વયની દીકરીના અપહરણની ધમકી પણ રાજેશે આપી હતી.

spy

રાજેશે નૂતન માંગેને એવી ધમકી પણ આપી હતી કે તારે મારી સાથે આડો સંબંધ છે એવું તારા પરિવારને જણાવીને હું તને બદનામ કરી નાખીશ. એ રીતે બદનામી ન થાય એટલા માટે અને તેની સગીર વયની દીકરીની સલામતી માટે રાજેશે નૂતન માંગે પાસે ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત ઘરેણાં નૂતન માંગેને પાછાં આપી દેવામાં આવ્યાં હોવાનું જણાવતી બનાવટી રસીદ પણ રાજેશે તૈયાર કરી હતી.

નૂતન માંગેએ આ બાબતે પવઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પછી તરત જ આ કેસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ નંબર ૬ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આરોપીના આગ્રહને કારણે ફરિયાદી મહિલાએ તેના બૅન્કના લૉકરમાંથી ત્રણ કરોડ રૂપિયાનાં ઘરેણાં કાઢીને આરોપીને આપ્યાં હોવાનું પોલીસતપાસમાં સાબિત થયું છે. આરોપીની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી, પણ તેના બે સાથીઓ આગોતરા જામીન મેળવવામાં સફળ થયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK