માર્ક્સ વધારવા કિસની માગણી કરનારો પ્રોફેસર કૉલેજમાંથી સસ્પેન્ડ

ટીનેજર વિદ્યાર્થિનીનાં રિલેટિવ્સના આક્રોશને પગલે મૅનેજમેન્ટે લીધો નિર્ણય

kiss

રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ની દલીચંદ જેચંદ (DJ) દોશી ગુરુકુળ જુનિયર કૉલેજ ઑફ કૉમર્સની એક ટીનેજર વિદ્યાર્થિની પાસે માર્ક્સ વધારવા માટે કિસની માગણી કરનાર પ્રોફેસર ઇમરાન ખાનને ગઈ કાલે કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી કૉલેજમાંથી સસ્પેન્ડ કરવાનો મૅનેજમેન્ટે નિર્ણય લીધો હતો. મૅનૅજમેન્ટે ગઈ કાલે ટીનેજર વિદ્યાર્થિનીને આ બાબતની લેખિતમાં ખાતરી આપી હતી.

ટીનેજર વિદ્યાર્થિનીએ તેની કૉલેજના અકાઉન્ટ્સના પ્રોફેસર અને ક્લાસટીચર ઇમરાન ખાને ‘તુમ્હારા બહોત કમ માક્સસ આયા હૈ, અગર તુમ્હેં પાસ હોના હૈ તો મુઝે કિસ દો, તુમ મુઝે કિસ દોગી તો તુમ્હારે માર્ક્સ મૈં બઢા દૂંગા’ કહ્યું હતું એવી તેનાં માતા-પિતા પાસે અને ત્યાર પછી પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ટીનેજરની ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસર ઇમરાન ખાન પર વિનયભંગ અને ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍકટ (POSCO - પૉક્સો) ૨૦૧૨ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

કૉલેજના પ્રોફેસરની ગંદી હરકતની વાત પ્રસરતાં જ ટીનેજરનાં રિલેટિવ્સ અને તેમના હિતેચ્છુઓમાં આક્રોશ ફેલાયો હતો અને ગઈ કાલે કૉલેજના મૅનેજમેન્ટ સામે શાંતિથી મોરચો કાઢીને પ્રોફેસર ઇમરાન ખાનને કૉલેજમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. તેમણે કૉલેજની બહાર ‘ઇમરાન ખાન હાય હાય’ અને ‘નિકાલ દો, ઇમરાન ખાન કો નિકાલ દો’ના નારા લગાડ્યા હતા.

આ બાબતની માહિતી આપતાં ટીનેજરના એક રિલેટિવ મહેન્દ્ર ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ગુરુએ કરેલા ટીનેજર સાથેના ગેરવર્તનને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય એવું નથી. પોલીસે પણ તેના ગુનાની ગંભીરતાને જોઈને તેની પૉક્સો હેઠળ ધરપકડ કરીને તેને જેલભેગો કર્યો છે. આવા સમયે કૉલેજના મૅનેજમેન્ટે પ્રોફેસર ઇમરાન ખાનને તરત જ અમલમાં આવે એ રીતે સસ્પેન્ડ કરવો જોઈએ. એટલું જ નહીં, તેના કૅરૅક્ટર સર્ટિફિકેટમાં પણ તેના ટીનેજર સાથેના વર્તનની નોંધ કરવી જોઈએ જેથી તેને બીજે કશે પણ નોકરી ન મળે. તેના પ્રાઇવેટ ક્લાસિસના વિદ્યાર્થીઓને પણ આ બાબતની જાણ કરવી જોઈએ જેથી તે અન્ય કોઈ સાથે વિનયભંગ જેવી કરતૂત કરતાં પહેલાં જ અટકી જાય.’

kiss1

ટીનેજરનાં રિલેટિવ્સે ઇમરાન ખાનને સસ્પેન્ડ કરવાની માગણીને લઈને કૉલેજ મૅનેજમેન્ટ સાથે ત્રણ કલાક મીટિંગ કરી હતી. આ મીટિંગની માહિતી આપતાં ટીનેજરના રિલેટિવ જિતુ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે કૉલેજના મૅનેજમેન્ટને મળવા ગયા હતા. એ સમયે ફક્ત એક જ ટ્રસ્ટી હાજર હતા. કૉલેજના પ્રિન્સિપાલ દીપક ખરબે અને કો-ઑર્ડિનેટર સોનિયા રાજન ઑફિસમાંથી રફુચક્કર થઈ ગયાં હતાં. ટ્રસ્ટી સાથે અમારી ત્રણ કલાક ચાલેલી મીટિંગમાં ટ્રસ્ટી રાજપ્રકાશે આખા બનાવમાં કૉલેજના મૅનેજમેન્ટની કોઈ જવાબદારી નથી એવું રટણ કર્યા કર્યું હતું. ટીનેજર સાથે આઠ માર્ચે ક્લાસરૂમમાં જ પ્રોફેસરે અણછાજતી માગણી કરી હતી એ વાતને તેમણે છેલ્લે સુધી સ્વીકારી નહોતી. એક તબક્કે અમારે એમ પણ કહેવું પડ્યું હતું કે આ જગ્યાએ અમારી દીકરીને બદલે તમારી દીકરી હોત તો શું તમે આવો જ જવાબ આપ્યો હોત. આમ છતાં તેઓ અક્કડ રહ્યા હતા. તેમને અમારી પાસે ૪૮ કલાકનો સમય માગ્યો હતો.’

જે કામ તમે ૪૮ કલાક પછી કરશો એ કામ આજે જ કરશો એમાં તમારી આબરૂ વધશે એવી દલીલ ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક મંગલ ભાનુશાલીએ અને અમે કરી હતી એમ જણાવતા જિતુ ભાનુશાલીએ કહ્યું હતું કે ‘આખરે ત્રણ કલાકની ગરમાગરમી પછી મૅનેજમેન્ટ તરફથી ટ્રસ્ટી રાજપ્રકાશે અમને પ્રોફેસરને સસ્પેન્ડ કરીશું એવી ખાતરી આપી હતી. તેમણે અમારી દીકરીના નામે લેખિતમાં પત્ર લખીને જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ જોતાં મૅનેજમેન્ટ નિર્ણય લીધો છે કે DJ દોશી ગુરુકુળ જુનિયર કૉલેજ ઑફ કૉમર્સના ટીચર ઇમરાન ખાનને કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.’

ઇમરાન ખાનને સસ્પેન્ડ કર્યાના ટીનેજરના નામે પત્ર લખી આપ્યા પછી કૉલેજના મૅનેજમેન્ટે ટીનેજરનાં રિલેટિવ્સ અને હિતેચ્છુઓને ઇમરાન ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ બાબતને લીક ન કરવાનો નર્દિેશ આપ્યો હતો. જોકે મોરચામાં આવેલા લોકોને પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી જાણકારી આપ્યા પછી જ મોરચો વિખરાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK