૧૦ મિનિટમાં જ બેઘર

બિલ્ડિંગો મોતનો પયગામ બની રહ્યાં છે એવા માહોલમાં ઘાટકોપરમાં ફેલાઈ ગજબ દહેશત

The Dhamji Sadan building in Ghatkopar East


રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે આવેલા પટેલ ચોકના પચાસ વર્ષ જૂના દામજી સદન બિલ્ડિંગને અચાનક ગઈ કાલે સાંજે છ વાગ્યે BMCએ જોખમી જાહેર કરીને ખાલી કરાવી નાખ્યું હતું. એને કારણે સિનિયર સિટિઝનો સહિત ૧૦૦થી વધુ રહેવાસીઓ દસ જ મિનિટમાં બેઘર બની ગયા હતા. BMCએ લીધેલા નિર્ણય પ્રમાણે આ બિલ્ડિંગની હાલત ખૂબ બિસમાર હોવાથી એની બધી જ બાલ્કનીઓ ગઈ કાલે રાતે બાર વાગ્યા પછી તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.

અમારા બિલ્ડિંગની એક નાનકડી કણ પણ ગઈ કાલે ખરી નથી એવો દાવો કરીને બિલ્ડિંગની મહિલા રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષમાં અમારું બિલ્ડિંગ સહેજ પણ નબળું પડ્યું નથી. આમ છતાં અચાનક અમારે ઘર ખાલી કરીને રોડ પર આવી જવું પડશે એવો અમને આજદિન સુધી અણસાર આવ્યો નથી. ગઈ કાલે સાંજે છ વાગ્યે અચાનક BMCના માણસો અને N વૉર્ડનાં ઑફિસર ભાગ્યશ્રી કાપસેએ અમારા બિલ્ડિંગ પાસે આવીને અમને કહ્યું કે અમારું બિલ્ડિંગ જોખમી છે એટલે તરત જ ખાલી કરો. એ સમયે અમારા બિલ્ડિંગનો કોઈ પણ ભાગ પડ્યો નહોતો. આમ છતાં અમે BMCના કહેવાથી દસ જ મિનિટમાં બિલ્ડિંગ ખાલી કરી દીધું હતું. એ સમયે અમારા પુરુષો પણ ઘરમાં નહોતા.’

અમને આમાં કોઈ મોટી રમત રમાઈ હોવાની શંકા છે એવો આક્ષેપ કરીને આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની એક કણ પણ ગઈ કાલે પડી નથી અને અમે આ બાબતની પોલીસમાં કે ફાયર-બ્રિગેડને ફરિયાદ કરી નથી તો અમારું બિલ્ડિંગ અચાનક જોખમી કેવી રીતે બની ગયું એ વાત અમને સતાવી રહી છે. અમારો મકાનમાલિક દસ વર્ષથી અમારું ભાડું પણ લેતો નથી.’


BMCએ અમને એવા ડરાવી દીધા હતા કે હું ઘરમાં મારી રોજની લેવાની દવા પણ લેવા રોકાઈ નહોતી એમ જણાવીને ૬૯ વર્ષનાં વિમલ નંદુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાથ-પગના દર્દને લીધે મારે રોજ સવાર-સાંજ ચાર ટૅબ્લેટ ખાવાની હોય છે. ગઈ કાલે એ દવા લેવાનો સમય પણ મેં બગાડ્યો નહોતો. અમે બધા ઘર છોડીને રોડ પર આવી ગયા હતા.’

બિલ્ડિંગની નબળી હાલતની બાબતમાં રહેવાસીઓમાં મતમતાંતર જોવા મળ્યા હતા. આ બિલ્ડિંગમાં પોતાની ત્રણ દુકાન ધરાવતા નીતિન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું બિલ્ડિંગ મજબૂત છે. જોકે અમે ભાડૂતોની મીટિંગમાં એક મહિના પહેલાં જ બિલ્ડિંગની બધી જ બાલ્કનીઓ તોડી પાડવાનો નિર્ણય લીધો હતો.’

નીતિન મહેતાની વાત સાથે અમુક યુવાન રહેવાસીઓ સહમત થયા નહોતા. એને કારણે ગઈ કાલે રાતે સાડાદસ વાગ્યે BMCએ અમુક રહેવાસીઓને તેમના ઘરનો સામાન અન્ય ઘરમાં ફેરવી નાખવાની પરવાનગી આપી ત્યારે આ યુવાનો તેમના ઘરમાં જવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે અમે એવું જોખમ લેવા માગતા નથી.

  • BMCએ ગઈ કાલે સાંજે છ વાગ્યે એક ઇમારતને જોખમી જાહેર કરી દઈને તરત ખાલી કરાવી નાખી


અમારો એક જ સવાલ છે કે અમારા પુનવર્સનનું શું? આ સવાલ સ્થાનિક રહેવાસીઓ સાંજે છ વાગ્યાથી BMCને અને સામાજિક કાર્યકરોને પૂછી રહ્યા હતા. આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમે બધું જ ઘરમાં મૂકીને રસોઈ બનાવ્યા વગર BMCના કહેવાથી ઘર છોડીને નીકળી ગયા છીએ. એ સમયે અમને ખબર નહોતી કે અમે થોડી વારમાં બેઘર બની જઈશું. BMC હવે ઇમારત તોડવાની વાત કરે છે તો અમે રહેવા જઈશું ક્યાં?’


બિલ્ડિંગની નબળી હાલતની ફરિયાદ કરનાર આ જ બિલ્ડિંગની બાજુમાં આવેલી ઇમારતના આર્કિટેક્ટ કાર્તિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ઘણાં વર્ષોથી દામજી સદનની ગંભીર હાલત માટે BMCને ફરિયાદો કરી રહ્યો છું, પણ BMC મારી ફરિયાદ સામે ધ્યાન જ આપતી નહોતી. ગઈ કાલે દામજી સદન એક બાજુથી નમી રહ્યું છે એવી મારી ફરિયાદ પછી BMCએ દોડાદોડી શરૂ કરી હતી.’

મારું બિલ્ડિંગ નબળું છે જ નહીં, પરંતુ અમુક બિલ્ડરોને મારું બિલ્ડિંગ ખરીદવામાં રસ હોવાથી તેઓ બિલ્ડિંગ નબળું હોવાની ફરિયાદ કરી રહ્યા છે એમ જણાવીને દામજી સદનના અત્યારના માલિક હેમંત પરીખે મીડિયાની સામે પંતનગર પોલીસને કહ્યું હતું કે મારી બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ છે જે અત્યારે મારી ઑફિસમાં છે.

હેમંત પરીખ દામજી સદન પાસે આવ્યા પછી પાંચ જ મિનિટમાં ત્યાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ BMCએ પાણીની પાઇપલાઇન કાપવાની શરૂઆત કરી હતી. એની સામે રહેવાસીઓએ હંગામો મચાવી દીધો હતો. રહેવાસીઓએ BMCને કહ્યું હતું કે ‘અમે તમને બધો જ સાથ-સહકાર આપવા તૈયાર છીએ. આમ છતાં તમે અમારા દર્દને સમજ્યા વગર અમારી પાણીની લાઇન કાપી નાખશો એ ચાલશે નહીં.’

રહેવાસીઓના વિરોધ સામે BMCએ ઝૂકી જવું પડ્યું હતું અને કાપેલી પાઇપલાઇન પર ટેપ લગાડી દીધી હતી.

Crowd outside the Dhamji Sadan building. Pics/Sameer Markande


આ સમયે ઉગ્ર બનેલા રહેવાસીઓએ BMC સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તમે જો કોઈ અક્કડ વલણ અપનાવશો તો અમે તમારી રીતે જોખમી કહેવાતી આ ઇમારતની નીચે જ રાતના સૂઈ જઈશું. ભલે અમારું મોત આવે.’

આખરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં સ્થાનિક નગરસેવિકા રાખી જાધવે મધ્યસ્થી કરીને રહેવાસીઓને સમજાવ્યા હતા. એને લીધે રહેવાસીઓ BMCની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક-એક જણ તેમના ઘરનો સામાન હટાવવા ઉપર જવા તૈયાર થયા હતા. જોકે આ સમયે ફરીથી બિલ્ડિંગમાં જવા માટે એકસાથે રહેવાસીઓ જવા લાગતાં સુરક્ષાનાં કારણોસર BMCએ રહેવાસીઓને ઉપર જતા રોકી દીધા હતા. એ સમયે ફરીથી વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK