ઘાટકોપર (ઈસ્ટ)ની હિન્દુ સ્મશાનભૂમિમાં લાગી ડેડ-બૉડીની કતાર

અજમેરા પરિવારનાં મા-દીકરીના મૃતદેહને અંતિમક્રિયા માટે વિક્રોલી લઈ જવા પડ્યા

smashan


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્કને અડીને આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની મંગળવારે થયેલી દુર્ઘટનામાં આ સોસાયટીમાં રહેતાં બે નાનાં બાળકો સહિત ૧૭ રહેવાસીઓ કાટમાળ હેઠળ દબાઈને મૃત્યુ પામ્યા હતા. ઘાટકોપરમાં નજીકના ભૂતકાળમાં જ નહીં, છેલ્લાં ત્રીસથી ૪૦ વર્ષમાં આટલી મોટી દુર્ઘટના બની નથી. આ દુર્ઘટના અને મોટા મરણાંકને લીધે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં ડેડ-બૉડીની અંતિમક્રિયા માટે કતાર લાગી હતી. લાંબી કતારને લીધે અજમેરા પરિવારની બે મહિલાઓની ડેડ-બૉડીને અંતિમક્રિયા માટે વિક્રોલી (ઈસ્ટ)ના ટાગોરનગરમાં લઈ જવી પડી હતી.

રાજાવાડી હૉસ્પિટલમાં મંગળવારની દુર્ઘટનાના દિવસે જ રાત સુધીમાં ૧૪ ડેડ-બૉડીનું પોસ્ટમૉર્ટમ પૂરું કરવામાં આવ્યું હતું. જોકે એક પણ જણની અંતિમક્રિયા થઈ નહોતી. મંગળવારે રાતના દોઢ વાગ્યાથી ગઈ કાલે વહેલી સવાર સુધીમાં બીજી ત્રણ ડેડ-બૉડી કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવી હતી. આ બધી ડેડ-બૉડીમાંથી ગઈ કાલે સવારના અંતિમક્રિયા માટે બાર વાગ્યા સુધીમાં છ બૉડી આવી હતી, પરંતુ બાર વાગ્યા પછી એકસાથે આઠ ડેડ-બૉડીને અંતિમક્રિયા માટે લાવવામાં આવી હતી.

આ આઠ ડેડ-બૉડી સિવાય જેમને આ દુર્ઘટના સાથે સંબંધ નહોતો એવા ત્રણ જણની ડેડ-બૉડી સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવી હતી. સ્મશાનમાં પાંચ લાકડાંની પાંચ અને ઘ્ફ્ઞ્ની એક ભઠ્ઠીની વ્યવસ્થા છે. એને લીધે કતારો લાંબી થઈ ગઈ હતી. કતારમાં રહેલી ડેડ-બૉડીને જમીન પર નીચે મૂકવી પડે એવી પરિસ્થિતિ સરજાઈ હતી.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે સ્મશાનભૂમિમાં હાજર રહેલા ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા અને ‘મિડ-ડે’એ મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને ડેડ-બૉડીઓને અંતિમક્રિયા માટે ઘાટકોપર (વેસ્ટ)ની ભટ્ટવાડીની હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે એક વાર ડેડ-બૉડી સ્મશાનભૂમિમાં લાવ્યા પછી એને પાછી લઈ જવાનું મન માન્યું નહોતું. આખરે ટેબલો મગાવીને એના પર ડેડ-બૉડીઓ મૂકવા માટે સ્મશાનભૂમિમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. એનાથી મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને રાહત થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK