મુંબઈ : ઘાટકોપરમાં 4 માળની ઈમારત જમીનદોસ્ત, 12 લોકોના મોત

દુર્ઘટનાગ્રસ્ત ઈમારત BMCની ભયાવહ ઈમારતોની યાદીમાં શામેલ હતી, ઈમારતમાં 12 પરિવારો રહેતા હતાં

building1

મુંબઈ : તા, 25 જુલાઈ

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આજે સવારે ચારમાળની રહેવાસી ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. અહેવાલ લખાય ત્યાં સુધી આ દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યું નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

building2

મુંબઈ પાલિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઈમારતમાં 12 પરિવારો રહેતા હતાં. દુર્ઘટનાગ્રસ્ત ઈમારતના કાટમાળમાં હજી પણ 30 થી 35 લોકો ફસાયેલા હોઈ શકે છે. ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

building3

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ચારમાળની ઈમારત દુર્ઘટનાગ્રસ્ત બની છે તેના ભોંયતળિયે એક ખાનગી હોસ્પિટલ ચાલી રહી હતી. તેમજ આ ઈમારત બીએમસીની શહેરની ભયજનક ઈમારતોની યાદીમાં શામેલ હતી. તેવામાં છેલ્લા ઘણા સમયથી સતત પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ તુટી પડી હતી.

building4

ઘાટકોપરના દામોદર પાર્ક વિસ્તારમાં આવેલી ચાર માળની એક જર્જરીત ઈમારત આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ધડાકાભેર તુટી પડી હતી. જે સમયે ઈમારત તુટી પડી ત્યારે તેમાં ઘણા લોકો હાજર હતાં. બિલ્ડિંગ તુટી પડતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈમારતના કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવી લેવા બચાવકાર્ય હાથ ધરી દીધું હતું. ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડ અને શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરવામાં આવતા કાફલા સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં.

building5

ફાયરબ્રિગેડના ચીફ પી એસ રહાંગદલે જણાવ્યું હતું કે શહેરના કંટ્રોલરૂમને સવારે 10:43 વાગ્યે ઘટનાની જાણકારી મળી હતી. જાણકારી મળતા જ તેઓ કફલા સાથે ઘટનાસ્થળ પર રવાના થયાં હતાં અને તત્કાળ બચાવકાર્ય આરંભી દેવામાં આવ્યું હતું. હાલ કાટમાળમાંથી 12 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે અન્ય 9 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે ઈમારત અત્યંત જર્જરીત હાલતમાં હતી. જેમાં 12 પરિવારો રહેતા હતાં. આમ કાટમાળમાં હજી પણ 30 થી 35 જેટલા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

building

રહાંગદલેના જણાવ્યા પ્રમાણે 14 ફાયરફાઈટર, એક બચાવ વાહન અને એક એમ્બ્યુલેન્સને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. તેવી જ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને બીએમસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતાં. બચાવકાર્ય યુદ્ધના ધોરણે હાથ હાથ ધરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્તોને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ મૃતાંક હજી વધે તેવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK