પોલીસે જપ્ત કરેલી કારમાં બાળકનો જીવ ગયો

ઘાટકોપરના દામોદર પાર્કમાં શનિવારે સાંજે બનેલી ઘટના : લૉક ન થયેલી ગાડીમાં પાંચ વર્ષનો છોકરો અંદર જતો રહ્યો હતો અને પછી બહાર ન નીકળી શક્યો એટલે ગૂંગળાઈને મૃત્યુ પામ્યો

Five-year-old Ibu got locked inside an impounded SUV kept near his house. The boy’s uncle, Abul Hassan, points out a small gap in the window’s rubber lining, from where air could enter the car, preventing suffocation. Pics/Rajesh Gupta


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્કમાં શનિવારે સાંજે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં પાંચ વર્ષનો બાળક રમતાં-રમતાં પાર્ક કરેલી કારમાં ઘૂસી ગયા બાદ ગૂંગળાઈને મૃત્યુ પામ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૭ દ્વારા પકડવામાં આવેલી ટવેરા કારમાં આ ઘટના બન્યા બાદ થોડા સમયમાં દામોદર પાર્કની આસપાસના વિસ્તારનું વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે બાળકના પરિવારે આ કેસમાં તપાસની માગણી કરી છે.

શું બની ઘટના?

શનિવારે સાંજની દુર્ઘટનાની વાત કરતાં દામોદર પાર્કની બાજુમાં આવેલી ચાલીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે ૪થી ૪.૩૦ વાગ્યા વચ્ચે પાંચ વર્ષનો કુરબાન રહીમ ખાન ઉર્ફે ઈબુ મેદાનમાં રમવા ગયો હતો. થોડી વાર પછી તે ન દેખાતાં તેની મમ્મી પરવીન તેને શોધી રહી હતી, પરંતુ કુરબાન ન મળતાં એ વિસ્તારમાં હોહા મચી ગઈ હતી.’

પપ્પાએ શું કહ્યું?


કુરબાનનો ભાઈ દામોદર પાર્કના પ્લે-ગ્રાઉન્ડમાં પડેલી કાર પાસે શોધી રહ્યો હતો. એ બાબતની માહિતી આપતાં કુરબાનના પપ્પા રહીમ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુરબાનના ભાઈની નજર એક ટવેરા કાર પર ગઈ હતી, જેનો દરવાજો ખુલ્લો હતો. એમાં નજર કરતાં કારમાં કુરબાન બેભાનાવસ્થામાં જોવા મળ્યો હતો. તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેની મમ્મી તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી અને પછી તેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. જોકે અમને ખબર પડતી નથી કે કુરબાનનું મૃત્યુ કઈ રીતે થયું? તે કારમાં કેવી રીતે લૉક થઈ ગયો? આ કારને આ રીતે શા માટે પાર્ક કરવામાં આવી હતી? પોલીસે મારા આ સવાલના જવાબ આપવા પડશે.’

પોલીસે શું કહ્યું?


આ બનાવની બાબતે વિક્રોલી પાર્કસાઇટના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુરબાનની હત્યા થઈ હોવાની અમુક લોકોએ શંકા વ્યક્ત કરી હતી, પરંતુ પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં કુરબાનનું મૃત્યુ ગૂંગળાઈ જવાથી થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેનાં મમ્મી-પપ્પાએ પણ તેમના બાળકની હત્યા થઈ હોવાની કોઈ શંકા દર્શાવી નથી. અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.’

ગાડીઓ શા માટે પાર્ક થઈ હતી?


ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૭ની ટીમે ૬ મહિના પહેલાં કારોના ડુપ્લિકેટ રજિસ્ટ્રેશનનું કૌભાંડ પકડ્યું હતું. જપ્ત કરાયેલી કારોને શરૂઆતમાં ઝોન-૭ની LBS માર્ગ પર આવેલી ઑફિસની બહાર ઊભી રાખી દેવામાં આવી હતી, પરંતુ મેઇન રોડ હોવાથી રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી એને લીધે પોલીસે એને ઘાટકોપર (વેસ્ટ)માં આવેલા દામોદર પાર્કમાં પાર્ક કરી હતી.

કુરબાનના મૃત્યુથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહેવાસીઓએ આને માટે ક્રાઇમ બ્રાન્ચને જવાબદાર ગણાવી હતી. આ બાબતમાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રાઇમ બ્રાન્ચે પાર્ક કરેલી બધી કારના દરવાજા ઑટોમૅટિક ઉઘાડ-બંધ થાય છે, જે ડેન્જર છે. ક્રાઇમ બ્રાન્ચે આના પર ધ્યાન આપવું જોઈએ. કુરબાનનો મૃતદેહ જે કારમાંથી મળ્યો એ પણ ઑટોમૅટિક ઉઘાડ-બંધ થતો હોવાથી કુરબાન અંદર ગયા પછી બહાર આવી ન શક્યો અને તેનું ગૂંગળાઈ જતાં મોત થયું હોવાની શંકા જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK