ધમકીથી ન માન્યા એટલે તોડફોડ

ઘાટકોપરમાં રેલવે-પરિસરમાંથી ફેરિયાઓને MNSના કાર્યકરોએ બળજબરીથી હટાવ્યા

ghatkopar1

ghatkopar

એલ્ફિન્સ્ટન રોડ રેલવે-સ્ટેશનની દુર્ઘટના પછી સ્ટેશનના ૧૫૦ મીટરની હદમાં ફેરિયાઓ બેસશે તો અમે MNSવાળી કરીશું એવી MNSના ચીફ રાજ ઠાકરેની ધમકી પછી પણ ફેરિયાઓ રેલવે-પરિસરમાંથી હટ્યા ન હોવાથી ગઈ કાલે ઘાટકોપરના MNSના કાર્યકરોએ સાંજે ઘાટકોપર રેલવે-સ્ટેશનની બહાર બેસેલા ફેરિયાઓને બળજબરીથી હટાવ્યા હતા. MNSના કાર્યકરોની આ હરકતથી ઘાટકોપરના ફેરિયાઓમાં રોષ ફેલાયો છે.

MNSના ચીફ રાજ ઠાકરેની ધમકીના ૧૫ દિવસ ગઈ કાલે પૂરા થતાં MNSના કાર્યકરોએ સવારે સ્ટેશન પાસે બેસતા ફેરિયાઓને જઈને ‘હટી જાઓ, નહીંતર સાંજે જોવા જેવી થશે’ની ચેતવણી આપી હતી. જોકે ફેરિયાઓ પર ચેતવણીની કોઈ અસર નહોતી થઈ અને બપોર પછી તેમણે મેટ્રો રેલની નીચેનો રોડ તથા સ્ટેશન રોડ રોજની માફક જૅમ કરી દીધો હતો. એનાથી ઉશ્કેરાયેલા MNSના કાર્યકરોએ સાંજે MNSવાળી કરી હતી. ફેરિયાઓના બાંકડા તોડીને તેમને બળજબરીથી ઊભા કર્યા હતા. જોકે મામલો વધુ બગડે એ પહેલાં પોલીસે બન્ને પક્ષે શાંતિથી કામ લઈને ફેરિયાઓને હટાવી દીધા હતા.

પોલીસને ગઈ કાલે આવો બનાવ બનશે એનો અંદાજ હોવાથી તેમણે ઘાટકોપર (ઈસ્ટ) અને (વેસ્ટ)ના ફેરિયાઓને શુક્રવારથી જ બેસવાનો ઇનકાર કર્યો હતો જેને લીધે શુક્રવારે ઘાટકોપર (ઈસ્ટ)માં ખાઉગલી બંધ રહી હતી, પરંતુ ઘાટકોપર (વેસ્ટ)ના ફેરિયાઓ ગઈ કાલે સાંજ સુધી હટ્યા નહોતા એથી MNSના કાર્યકરોએ ફેરિયાઓને હટાવવાની શરૂઆત કર્યા પછી પોલીસે ફેરિયાઓને હટાવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK