ધો ડાલા?

ગઈ કાલે મુલુંડમાં BJPના જ એક કાર્યકરે કિરીટ સોમૈયાને ત્રણ-ચાર લાફા ચોડી દીધા હોવાની ચર્ચા, જોકે સંસદસભ્ય પોતે કહે છે કે આવું કંઈ નથી



હુમલાખોર? : ચેતન કાસિયાની.

રોહિત પરીખ

મુલુંડની ગૌશાળાની પરિસ્થિતિથી વ્યથિત અને અયોધ્યામાં રામમંદિર માટેનો જબરદસ્ત હિમાયતી BJPના એક કાર્યકરે ગઈ કાલે સાંજે નગરસેવક મનોજ કોટક અને ઈશાન મુંબઈના સંસદસભ્ય કિરીટ સોમૈયા પર હુમલો કરીને તેમની મારઝૂડ કરી હતી. જોકે આ બનાવને કિરીટ સોમૈયાએ રદિયો આપ્યો હતો, જ્યારે મુલુંડ પોલીસે એ યુવાન કાર્યકર ડિપ્રેશનનો દરદી છે એવું કહીને તેને છોડી મૂક્યો હતો.

ગઈ કાલે મુલુંડ (વેસ્ટ)ના ભક્તિ માર્ગ પર BJPના નગરસેવક મનોજ કોટકની ઑફિસનું ઉદ્ઘાટન હતું. એ વખતે ૩૨ વર્ષનો ચેતન કાસિયાની ત્યાં હાજર હતો એમ જણાવતાં બનાવને નજરે જોનારા BJPના કાર્યકરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે સવાપાંચ વાગ્યે કિરીટ સોમૈયા મનોજ કોટકની ઑફિસે આવ્યા હતા. મનોજ કોટક અને કિરીટ સોમૈયા બન્ને વાતચીત કરી રહ્યા હતા એ વખતે ચેતન કાસિયાની બન્ને પર ધસી ગયો હતો. તેણે પહેલાં મનોજ કોટકને બાજુમાં ખસેડ્યા હતા. ત્યાર પછી તેણે કિરીટ સોમૈયાને ત્રણ-ચાર લાફા ઠોકી દીધા હતા.’

એ સંદર્ભમાં આ કાર્યકરોએ કહ્યું હતું કે ‘ચેતને કિરીટ સોમૈયાને લાફા માર્યા એટલું જ નહીં, બોચી પકડીને તેમને જમીન પર પાડ્યા હતા. અમે તરત ચેતનને પકડી લીધો હતો અને પોલીસને હવાલો કરી દીધો હતો.’

જોકે પોલીસે ચેતન વિરુદ્ધ ફરિયાદ નોંધી નહોતી એમ જણાવતાં એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેતનને પકડી લાવ્યા બાદ તેના ઘરના લોકો પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. પીયૂષ નામના તેના ભાઈએ ચેતન ત્રણ-ચાર દિવસથી ડિપ્રેશનમાં છે એવી માહિતી અમને આપી દીધી હતી. જોકે તેની પાસે કોઈ ડૉક્ટરના પુરાવા હતા નહીં. એ સિવાય મનોજ કોટક કે કિરીટ સોમૈયા તરફથી પણ અમને કોઈ ફરિયાદ મળી નહોતી એથી ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનરે ચેતનને છોડી મૂકવાનું કહ્યું હતું.’

kirit somaiya

અમે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરવા નથી માગતા એવો જવાબ પીયૂષ કાસિયાનીએ તેના ઘરે તપાસ કરવા ગયેલી મીડિયાને આપ્યો હતો. જોકે ચેતનના મિત્રોએ કહ્યું હતું કે ‘ચેતન ઘણા સમયથી મુલુંડની ગૌશાળામાં ચાલી રહેલી ગેરરીતિઓની બાબતે સરકારના વલણથી નારાજ હતો. એ સિવાય તે રામમંદિર જલદી બંધાય એનો જબરદસ્ત હિમાયતી હતો. તેને રાજનેતાઓ તરફથી સાથ મળતો ન હોવાથી તે થોડો અપસેટ રહે છે.’

આ બનાવ બાબતે કિરીટ સોમૈયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કોઈના પર કોઈ અટૅક થયો નથી. જોકે મનોજ કોટકે મૌન સેવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK