એક રૂપયા, એક ઝિંદગી

આમ કહીને કૅન્સરના પેશન્ટોના નામે હજારો રૂપિયા જમા કરી રહેલા યુવાનની ઘાટકોપર રેલવે-પોલીસે કરી ધરપકડ

fraud


રોહિત પરીખ


કૅન્સરના પેશન્ટના નામે ડોનેશન એકઠું કરવાનું મોટું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી મુંબઈની લોકલ ટ્રેનોમાં અને રેલવે-સ્ટેશનો પર ચાલી રહ્યું છે. પંદર દિવસ પહેલાં જ બાંદરા રેલવે-પોલીસે ઉમીદ ફાઉન્ડેશનના નામે ડોનેશન જમા કરી રહેલા આદિત્ય મોહિતે નામના ટીનેજરની આવાં જ કારણસર ધરપકડ કરી હતી. પછી કોર્ટે તેને બે હજાર રૂપિયાના જામીન પર છોડી દીધો હતો. આ વાત હજી લોકો ભૂલ્યા નથી ત્યાં ગઈ કાલે ઘાટકોપર રેલવે-પોલીસે ‘એક રુપયા, એક ઝિંદગી’ના નામે એક-એક રૂપિયાનું ડોનેશન જમા કરીને હજારો રૂપિયા ચાંઉ કરી જતા મુલુંડના રહેવાસી એક યુવાનની ધરપકડ કરી હતી.

ગઈ કાલના બનાવની માહિતી આપતાં ઘાટકોપર રેલવેના પોલીસ-અધિકારી બ્રજેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે રાતના આઠ વાગ્યે ઘાટકોપર રેલવે-સ્ટેશન પર ‘એક રુપયા, એક ઝિંદગી’નું સ્ટિકર લગાડીને ડબ્બો લઈને ઊભેલા ૪૦ વર્ષના નિરંજન પૂજારા પર રેલવે-પોલીસને શંકા ગઈ હતી. પૂછપરછ કરતાં ખબર પડી કે આ યુવાન મુંબઈનાં રેલવે-સ્ટેશનો પર ડબ્બો લઈને બે-ત્રણ કલાક ઊભો રહે છે. આ યુવાન કૅન્સરપીડિતોની મદદ કરવાના ઉદ્દેશથી લોકો પાસે ફન્ડ ઉઘરાવે છે. એક-એક રૂપિયો જમા કરતાં તે બે કલાકમાં સરળતાથી બે હજાર રૂપિયા જેવી રકમ જમા કરી લે છે. તેની સાથેના પ્લૅકાર્ડમાં લખ્યું છે કે તે એક છોકરીને એજ્યુકેશનમાં મદદ કરવા માટે આ ફન્ડ જમા કરી રહ્યો છે, જેના ફાધર કૅન્સરથી મૃત્યુ પામ્યા છે અને અન્ય વૃદ્ધને પૅરૅલિસિસ થયો છે.’

શુક્રવારે રેલવે-પોલીસ સાથે મુલુંડના પૉશ વિસ્તાર સવોર્દયનગરમાં રહેતા અને બેકાર નિરંજન પૂજારાએ પોલીસને કહ્યું હતું કે હું એક-એક રૂપિયો રેલવે-મુસાફરો પાસેથી જમા કરીને કૅન્સરના પેશન્ટોને દવાની મદદ કરું છું.

આ પહેલાં નિરંજન પૂજારાએ તાતા કન્સલ્ટન્સી સર્વિસિસમાં પાંચ વર્ષ અને બીજી એક મોટી કંપનીમાં બે વર્ષ નોકરી કરી છે. થોડા સમય પહેલાં તેણે મુલુંડની નર્મિલ લાઇફસ્ટાઇલમાં ફ્લૅટ પણ બુક કરાવ્યો છે.

પોલીસને તેના આ જવાબથી સંતોષ ન થતાં વધુ પૂછપરછ કરી હતી, જેમાં ખબર પડી હતી કે નિરંજન લોકોને ઠગી રહ્યો છે. આથી તરત જ તેની ધરપકડ કરી હતી. પોલીસને તેના ડબ્બામાંથી ૧૦૫૧ રૂપિયા મળ્યા હતા. આ બાબતમાં વેલ-એજ્યુકેટેડ નિરંજનને પોલીસે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું કૅન્સરપીડિતોને મદદ કરવા આ ફન્ડ જમા કરું છું. જે રૂપિયા વધે એમાંથી મારો ખર્ચ કાઢું છું.’

આ પહેલાં ૨૦૧૪ની સાલમાં પણ આ પ્રકારે ડોનેશન જમા થવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા હતા. એમાં કાંદિવલીનું એક કપલ ટ્રેનમાં દાનપેટી લઈને ફરતું હતું અને કૅન્સરના પેશન્ટના નામે હજારો રૂપિયા જમા કરતું હતું. એના કરતાં પણ વધારે હોશિયાર બનીને એક સંસ્થાનું નામ આપીને એક ગ્રુપે ૪૦ લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરી હતી.

ત્યાર પછી તાતા મેમોરિયલ હૉસ્પિટલ તરફથી એક અપીલ પણ બહાર પાડવામાં આવી હતી કે ‘તાતા હૉસ્પિટલમાં ૬૦,૦૦૦થી વધુ પેશન્ટો મુંબઈની બહારથી કૅન્સરની દવા કરવા મુંબઈમાં આવે છે. આ પરિવારો આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગના હોય છે. તેમને અનેક રીતની મદદની જરૂર હોય છે. આ લોકોને મદદ કરવા ઇચ્છુક દાનવીરો તાતાની વેબસાઇટ www.tmc.gov.in પર જઈને મદદ કરી શકે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK