રામ કદમની દહીહંડીમાં હવેથી નહીં જાય ગોવિંદાઓ

ઘાટકોપર (વેસ્ટ)ના BJPના વિધાનસભ્ય રામ કદમે દહીહંડીના કાર્યક્રમમાં મહિલાઓ બાબતે વિવાદાસ્પદ નિવેદન કર્યું એ પછી આખા રાજ્યમાંથી તીવ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

ramkadam2

આ બાબતે આંદોલનો પણ કરવામાં આવ્યાં છે. આ બાબતે મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમ જ BJPએ તેમનું પ્રવક્તાપદ સ્થગિત કર્યું હતું. હવે દહીહંડી સમન્વય સમિતિએ રામ કદમના દહીહંડી ઉત્સવનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી છે. એને કારણે આવતા વર્ષે સમન્વય સમિતિની સદસ્ય રહેલી એક પણ ગોવિંદા-ટીમ રામ કદમના દહીહંડી ઉત્સવમાં જશે નહીં એવી સમિતિએ જાહેર ભૂમિકા માંડી હતી.

સમન્વય સમિતિના અધ્યક્ષ બાળા પડેલકરે જણાવ્યું હતું કે ‘રામ કદમે આ કાર્યક્રમમાં તૈયાર કરેલા સાત થર એક ઍક્ટ્રેસ માટે નીચે ઉતારવા પણ કહ્યું હતું. એને કારણે ગોવિંદા-ટીમમાં નારાજગી ફેલાઈ હતી. ગોવિંદા-ટીમનું તેમણે અપમાન કર્યું હોવાની ભાવના એ સમયે ત્યાં હાજર લોકોમાં થઈ હતી.’

રામ કદમની જીભ કાપો અને પાંચ લાખ રૂપિયાનું ઇનામ મેળવો

BJPના વિધાનસભ્ય રામ કદમે દહીહંડીના કાર્યક્રમમાં મહિલાઓ બાબતે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ ફરી એક વિવાદ થયો છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સુબોધ સાવજીએ રામ કદમ માટે આનાથી પણ આઘાતજનક વક્તવ્ય કર્યું છે. તેમણે એવી ઑફર આપી છે કે રામ કદમની જીભ કાપો અને પાંચ લાખ રૂપિયા બક્ષિસ મેળવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK