ઘાટકોપરમાં એક જ રાતમાં અનેક ઘરનાં તાળાં અને ગ્રિલ તૂટ્યાં

ઘાટકોપરમાં ઘરફોડીના બનાવો વધી રહ્યા છે. આમ છતાં પોલીસને હાથ કશું આવતું નથી.

thief

સિક્યૉરિટી અને CCTV કૅમેરાનો પણ લૂંટારાઓને ડર નથી. તેઓ એમાંથી છટકવા માટેનો રસ્તો શોધી લે છે. એટલું જ નહીં, ૩૦ ઑગસ્ટે બનેલા બનાવોએ સોસાયટીની નબળી સિક્યૉરિટીની પોલ પણ ખોલી નાખી હતી. આ બનાવોથી ઘાટકોપરમાં ઘરફોડીની કોઈ ગૅન્ગ સક્રિય બની છે એ વાત પ્રકાશમાં આવી હતી.  

ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરના રાજેન્દ્ર ભુવનમાં ૩૦ ઑગસ્ટે રાતે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ત્રણ યુવાનો ફરતા રહ્યા હતા. તેમણે પહેલા માળે એક બંધ રૂમનાં તાળાંને તોડીને લૂંટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ ઘરના લોકો બે દિવસ પહેલાં ઘર ખાલી કરી ગયા હોવાથી આ યુવાનોના હાથમાં કંઈ જ આવ્યું નહોતું. આ ત્રણેય યુવાનોની તસવીરો આ બિલ્ડિંગના એક CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ આ તસવીરોના આધારે યુવાનોને શોધી રહી છે. 

એ જ દિવસે ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનની ત્રણ સોસાયટીમાં ત્રણ યુવાનોએ ગ્રિલના સળિયા તોડીને ઘરફોડી કરી હતી. આ બનાવમાં કેટલી રકમની કે ઘરેણાંની લૂંટ થઈ એની માહિતી બહાર આવી નથી, પરંતુ આ બનાવોના વાઇરલ થયેલા વિડિયોએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. જોકે આ બનાવોથી સાબદા બનેલા પોલીસ-અધિકારીઓએ આ ગૅન્ગને પકડવા માટે દોડાદોડી શરૂ કરી દીધી હતી.

બન્ને બનાવોમાં ત્રણ યુવાનો સંડોવાયેલા છે. જોકે રાજેન્દ્ર ભુવનમાં આવેલા યુવાનોએ તેમના ચહેરા ઢાંક્યા નહોતા, જ્યારે કામા લેનના યુવાનોને સોસાયટીમાં CCTV કૅમેરા હોવાની પહેલેથી જાણકારી હોવાથી તેમણે લિફ્ટમાંથી બહાર નીકળતાં જ પોતાના ચહેરાઓ વ્યવસ્થિત રીતે ઢાંકી દીધા હતા.

આ બાબતની માહિતી આપતાં કામા લેનના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કામા લેનની અમૃત સોસાયટીમાં ૩૦ ઑગસ્ટે રાતના બેથી ચાર વાગ્યાની વચ્ચે ત્રણ યુવાનો એક જાણીતી કંપનીનાં ટી-શર્ટ પહેરીને ઘૂસ્યા હતા. એક ખાલી ઘરમાં ઘૂસીને તેમણે ઘરનો બધો સામાન ફેંદી નાખ્યો હતો. જોકે આ ઘરના માલિકે તેમના ઘરની ચોરીની માહિતી આપવાનો અને પોલીસમાં ફરિયાદ કરવાનો ઇનકાર કરી દેતાં તેમની કેટલી રોકડ રકમ ચોરાઈ એની જાણકારી મળી નહોતી. ત્યાર બાદ આ ત્રણેય યુવાનો અમૃત સોસાયટીની બાજુની શિવમ સોસાયટીમાં ગયા હતા. ત્યાં આ યુવાનોએ પહેલાં એકલી રહેતી સિનિયર સિટિઝન મહિલાના ઘરની ગ્રિલ તોડી હતી, પરંતુ કોઈ કારણસર આ યુવાનો તેમના ઘરમાં ઘૂસ્યા નહોતા. એ સોસાયટીમાંથી બહાર આવીને સોસાયટીની સિક્યૉરિટીની સામે જ આ યુવાનો સુંદરમ સોસાયટીમાં ગયા હતા. આ સોસાયટીમાં તેમણે બે ફ્લૅટની ગ્રિલ વાંકી કરી નાખી હતી. એ ફ્લૅટોમાંથી પણ તેઓ કંઈ મેળવી શક્યા નહોતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK