ઘરનાં તાળાં તોડીને રોકડ રકમ અને સોનાનાં ઘરેણાં ચોરાયાં

દીકરો માની સેવામાં હૉસ્પિટલમાં હતો ત્યારે, ઘરના તાળાં તૂટ્યાં

thief1

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની બિપિન વિલા સોસાયટીમાં છ મહિના પહેલાંની ચાલીસ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાંના ચોરોને વિક્રોલી પાર્કસાઇટ પોલીસ હજી પકડી શકી નથી ત્યાં જ આ જ સોસાયટીના બીજા એક ફ્લૅટમાંથી રવિવારે બપોરે ૧૨થી ૪ વાગ્યાની વચ્ચે ફ્લૅટનાં, કબાટનાં લૉક તોડીને ચોરો હાથસફાઈ કરી જતાં સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ અને રોષ ફેલાયા છે.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક સામાજિક કાર્યકર ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ફ્લૅટના લૉક તોડીને છ મહિના પહેલાં લાખો રૂપિયા ચોરો લૂંટી ગયા હતા એ જ ફ્લૅટની સામેના ફ્લૅટમાં રહેતા કેતન જગડના ફ્લૅટમાંથી ગઈ કાલે રોકડ રકમ સહિત સોનાનાં ઘરેણાંની ચોરી થઈ હતી.ï જોકે કેતનની મધર અત્યારે નજીકની હૉસ્પિટલમાં ICUમાં સારવાર લઈ રહી હોવાથી ચોરીની પાકી રકમની જાણકારી બહાર આવી નથી. કેતને વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.’

thief

ગઈ કાલની ચોરીના સંદર્ભમાં કેતન જગડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મધર ગુરુવારથી મારા ઘર પાસે આવેલી હૉસ્પિટલમાં છે. ગઈ કાલે બપોરે બાર વાગ્યે હું મધર પાસે બેઠેલા મારા રિલેટિવને જમવા મોકલીને સાંજના ચાર વાગ્યે મારા ફ્લૅટ પર પાછો આવ્યો હતો. આવીને જોયું તો મારા ફ્લૅટના મેઇન ડોર, સેફ્ટી ડોર અને કબાટોનાં લૉક તૂટેલાં હતા. અંદર જઈને જોયું તો ૨૫,૦૦૦ રૂપિયા રોકડા, ઘડિયાળો જેવી અનેક વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. મધરનાં સોનાનાં ઘરેણાં કબાટમાં હતાં, પરંતુ મધર અત્યારે હૉસ્પિટલમાં હોવાથી એ બાબતની મને પૂરી જાણકારી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK