વિહાર લેકમાં ઘાટકોપરનો ટીનેજર ડૂબ્યો

વિહાર લેકમાં પોતાના બે મિત્રો સાથે ફરવા ગયેલો ઘાટકોપરનો ૧૮ વર્ષનો યુવક ડૂબી ગયો હતો, જ્યારે તેને બચાવવા તરત જ પાણીમાં કૂદી પડેલા તેના મિત્રો પણ તેને નહોતા બચાવી શક્યા.

vihar

ઘાટકોપરમાં રહેતો અને વિદ્યાવિહારની કૉલેજમાં FYBComમાં ભણતો અરબાઝ ખાન ફાઇનલ પરીક્ષાની તૈયારીમાંથી થોડી રાહત મેળવવા માટે મિત્રો સાથે ફરવા ગયો હતો.

આ સ્થળે હાજર લોકોના કહેવા મુજબ અરબાઝ અને તેના મિત્રો ચાંદ શાહ અલી દરગાહ પર ગયા હતા અને ત્યાંથી તેઓ તળાવકિનારે લટાર મારવા નીકળ્યા હતા.

અરબાઝના મિત્રના જણાવ્યા મુજબ ત્યાંથી તેમણે પાણીની વચ્ચે રહેલા ટાપુ પર પહોંચવા તળાવમાં કૂદકો માર્યો હતો. ઘાટકોપરના જ તેના મિત્રો સાહિલ અને સમીર પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે અરબાઝની મદદ માટેની બૂમો સાંભળી હતી એટલે તેમણે સ્થાનિક લોકો પાસે મદદ માગી હતી અને મિત્રને બચાવવા ફરી પાણીમાં કદ્યા હતા.

સાહિલે કહ્યું હતું કે ‘હું તેની અત્યંત નજીક પહોંચ્યો હતો અને બચાવી જ લેવાનો હતો ત્યારે જ તે પાણીમાં અંદર ગયો પછી પાછો બહાર આવ્યો જ નહોતો. અમે પાણીની અંદર પણ તપાસ કરી, તે ક્યાંય નહોતો મળ્યો.’

બનાવની જાણ થતાં અરબાઝના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર-બ્રિગેડના જવાનો અરબાઝને શોધી કાઢે એની રાહ જોઈ રહ્યા હતા. આ તળાવના વિસ્તારમાં દીપડા અને અંદર મગરનો ડર હોવાથી રાતે તપાસ પડતી મૂકવામાં આવી ત્યાં સુધી અરબાઝને શોધી શકાયો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK