મિત્ર ગામમાં ફ્લાઇટમાં ગયો અને હું રહી ગયો

આ વિચારે ઘાટકોપરની વાઇન-શૉપમાં નોકરી કરતા મૉન્ટુએ શૉપની તિજોરીમાંથી બે લાખ ૪૮ હજાર રૂપિયાની ચોરી કરી : વિક્રોલી પાર્કસાઇટ પોલીસે ફક્ત પાંચ જ દિવસમાં ઝારખંડથી તેની ધરપકડ કરી

robbery



પોતાનો મિત્ર તેના ગામે ફ્લાઇટમાં ગયો હતો એ દેખાદેખીમાં ઘાટકોપર (વેસ્ટ)ના અમૃતનગરની વાઇન શૉપમાં નોકરી કરતો મૉન્ટુ સિંહ શનિવારે ૧૬ જાન્યુઆરીએ વાઇન શૉપના લૉકરમાંથી બે લાખ ૪૮ હજાર રૂપિયા લઈને પલાયન થઈ ગયો હતો, પરંતુ વિક્રોલી પાર્કસાઇટ પોલીસે ઝારખંડના બુધિયા ગામે પહોંચી ગયેલા મૉન્ટુ સિંહની શુક્રવારે ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે એક લાખ છ હજાર રૂપિયા હસ્તગત કર્યા હતા. આ કેસને ઉકેલતાં વિક્રોલી પાર્કસાઇટ પોલીસને ફક્ત પાંચ દિવસ લાગ્યા હતા.

આ બાબતની માહિતી આપતાં વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રદીપ પગારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૉન્ટુને ફ્લાઇટમાં ગામ જવાની તાલાવેલી લાગતાં તેણે ૧૬ જાન્યુઆરીએ તેના શેઠના લૉકરમાંથી સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે રૂપિયા ચોરી લીધા હતા. વાઇન શૉપના માલિક હર્ષવર્ધન હેગડે રોજ રાતે તેમની આખા દિવસની આવકને વાઇન શૉપની જ એક રૂમમાં આવેલા લૉકરમાં રાખતા હતા. લૉકરની ચાવી તેઓ તેમના ડ્રાઇવરને કે જે-તે રૂમમાં રોજ રાતના સૂતો હતો તેને આપીને જતા હતા. આ બધી વાતોની મૉન્ટુને જાણકારી હતી. એથી ડ્રાઇવર સૂઈ ગયા પછી લૉકરની ચાવી તેના તકિયા નીચે રાખતો હતો જે મૉન્ટુએ લઈને એમાંથી રૂપિયા ચોરી લીધા હતા.’

ત્યાર બાદ મૉન્ટુ કેવી રીતે તેના ગામમાં પહોંચ્યો એ વિશેની માહિતી આપતાં પ્રદીપ પગારેએ કહ્યું હતું કે ‘મૉન્ટુ રકમ ચોરીને સીધો સાંતાક્રુઝ ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાંથી તેણે ઇન્ડિગો ઍરલાઇન્સની રાંચી જવા માટે ૧૯,૦૦૦ રૂપિયાની ટિકિટ ખરીદી હતી. રાંચીથી ટૅક્સી કરીને મૉન્ટુ તેના ગામ બુધિયા પહોંચ્યો હતો. આ બધી માહિતી અમને મળી જતાં અમારી એક ટીમ બુધિયા જવા રવાના થઈ હતી. ઝારખંડ પોલીસની મદદ લઈને અમે મૉન્ટુની ધરપકડ કરી હતી. ત્યાંથી અમે તેને લઈને મુંબઈ આવ્યા હતા. તેની પાસેથી અમને એક લાખ છ હજાર રૂપિયાની રોકડ રકમ મળી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK