ઘાટકોપરના ટ્રાફિક-વિભાગનો મૂર્ખતાભર્યો નિર્ણય

ટ્રાફિક જૅમની સમસ્યા હલ કરવા માટે રોડ પરથી ફેરિયાઓ હટાવવાને બદલે વાહનો પર નિયંત્રણ : સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં આક્રોશ


ghatkopar



રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના ટ્રાફિક-વિભાગે શનિવારે ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર થઈ રહેલા ટ્રાફિક જૅમને નિયંત્રણમાં લેવા માટે આ રોડની બન્ને બાજુ બેસતા ફેરિયાઓને હટાવવાને બદલે આ રોડ પર આવતાં વાહનો પર નિયંત્રણ મૂકવાનો નિયંત્રણ લીધો હતો. એને પગલે આ વિસ્તારના રહેવાસીઓ, BJPના કાર્યકરો અને અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના વેપારીઓ રોડ પર ઊતરી આવ્યા હતા.

ટ્રાફિક-વિભાગની સમસ્યા 


ઘાટકોપર (વેસ્ટ)ના ટ્રાફિક-વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કુલકર્ણીએ આ બાબતમાં ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાને લેખિતમાં ટ્રાફિકની સમસ્યાની અને નવા ફેરફારની માહિતી આપી હતી. આ બાબતમાં સુનીલ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં જ્યારથી મેટ્રો રેલ શરૂ થઈ છે ત્યારથી રેલવે-સ્ટેશન અને એની આસપાસના વિસ્તારની ટ્રાફિક-સમસ્યા વકરી છે. આ વિસ્તારમાં ફેરિયાઓ બેસતા હોવાથી તેમ જ ગુરુવારે બજાર લાગતી હોવાથી અને રવિવારે પણ આ રોડ પર ભીડ થતી હોવાથી આ વિસ્તારમાં આવતાં વાહનોને બીજા રોડ પર ડાઇવર્ટ કરવાની જરૂરી છે. આના કારણે ટ્રાયલરૂપે આ વિસ્તારના ટ્રાફિકને બીજા માર્ગે વાળવાનો અમારા વિભાગે નિર્ણય લીધો છે. અમે પહેલાં આઠ દિવસ ટ્રાયલ લઈશું. ત્યાર પછી એને કાયમી ધોરણે અપનાવીશું.’

મૂર્ખતાભર્યો નિર્ણય


ટ્રાફિક-વિભાગે લીધેલા નિર્ણયને BJPના વૉર્ડ-નંબર ૧૨૧ના અધ્યક્ષ પીયૂષ દાસે મૂર્ખતાભર્યો ગણાવ્યો હતો. આ સંદર્ભમાં પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર (ઈસ્ટ)માંથી વેસ્ટમાં જવા માટે વર્ષો પહેલાં ટ્રાફિક-વિભાગે હવેલી બ્રિજ પરથી ટ્રાફિકને કામા લેનમાં વાળી દીધો છે. ત્યાંથી સાવ જ સાંકડી પરમાનંદ લેનમાંથી નાનાં-મોટાં બધાં જ વાહનો નવરોજી લેનમાં જાય છે. એમાંથી LBS માર્ગના ન્યુ માણેકલાલ એસ્ટેટ તરફ જતાં વાહનો કિરાણી લેનમાંથી જાય છે, જ્યારે શ્રેયસ સિનેમા / વિક્રોલી તરફ જતાં વાહનો નવરોજી લેનમાંથી મહાત્મા ગાંધી રોડ પર થઈને જાય છે.’

ટ્રાફિક-વિભાગના નવા નિર્ણય પ્રમાણે હવે શ્રેયસ તરફ જનારાં વાહનોએ કિરાણી લેનમાંથી થઈને LBS માર્ગ પર જવું પડશે. આ બાબતની સમજણ આપતાં પીયૂષ દાસે કહ્યું હતું કે ‘આ વાહનોને કિરાણી લેનમાંથી LBS માર્ગ પર રાઇટ ટર્ન પહેલાં અલાઉડ નહોતો જેને હવે ટ્રાફિક-વિભાગ અલાઉડ કરશે. આ જ રીતે સ્ટેશનથી મહાત્મા ગાંધી રોડ તરફ જતાં વાહનો પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ વાહનોએ હવે કામા લેન અને કિરાણી લેન થઈને LBS માર્ગ પરથી મહાત્મા ગાંધી રોડ આવવું પડશે. આ નવા નિર્ણયને કારણે કિરાણી લેન અને ગોપાલ લેન જૅમ થશે જેને લીધે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓની શાંતિ હણાઈ જશે. બીજી બાજુ એની અસર મહાત્મા ગાંધી રોડના રીટેલ દુકાનદારોને પણ થશે. એની સામે ફેરિયાઓ જેઓ ઑલરેડી રોડની બે બાજુ જમાવટ કરીને બેઠા છે તેમને હજી ફેલાવાનો માર્ગ મોકળો થશે.’

ફેરિયાઓ હટાવવાની માગણી 


શનિવારે એકઠા થયેલા અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સેક્રેટરી દીપક છેડા અને અન્ય વેપારીઓ ચંદ્રેશ શાહ, રૂપેશ શાહ, મહેન્દ્ર શાહ, અતુલ છાડવા, પરેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવરોજી લેનથી ગોપાલ લેન સુધીના મહાત્મા ગાંધી રોડ પર ફેરિયાઓએ છેલ્લાં પાંચ વર્ષમાં કબજો કરી લીધો છે. આ સિવાય ખોત લેનમાં પણ ફેરિયાઓએ વાહનોને ચાલવા માટે જગ્યા છોડી નથી. મેટ્રો રેલના ફુટઓવર બ્રિજને અને મહાત્મા ગાંધી રોડ તરફ આવતા સ્કાયવૉકની નીચેના ભાગને ફેરિયાઓએ ઘેરીને મૂકી દીધો છે જેને લીધે રાહદારીઓ માટે રોડ પર ચાલવું અત્યંત મુશ્કેલીભર્યું છે. આ જ રીતે મેટ્રો સ્ટેશનની નીચેનો વિસ્તાર અને આખા સ્ટેશન રોડ પર ફેરિયાઓ અડ્ડો જમાવીને બેસી ગયા છે. ફુટપાથો પર સ્ટૉલો આવી ગયા હોવાથી રાહદારીઓએ રોડ પર મજબૂરીથી ચાલવું પડે છે. આ બાબતની ફરિયાદો BMC, ઘાટકોપર પોલીસ અને ટ્રાફિક-વિભાગમાં અઢળક વાર કરવામાં આવી છે; પરંતુ આ ત્રણેયમાંથી એક પણ વિભાગ એના પર ઍક્શન લેતો નથી.’

ટ્રાફિક-વિભાગનો નવો નિર્ણય


૧. શ્રદ્ધાનંદ રોડથી મહાત્મા ગાંધી રોડ તરફ ફક્ત બસ, ઍમ્બ્યુલન્સ અને પોલીસવૅન જ જઈ શકશે. બાકીનાં વાહનો માટે પ્રતિબંધ. આ વાહનોએ મહાત્મા ગાંધી રોડ પર આવવા માટે હવે કામા લેનથી કિરાણી લેન થઈને LBS માર્ગથી મહાત્મા ગાંધી રોડ આવવું પડશે. એટલે કે ૧૦૦ મીટરના અંતર માટે વાહનોએ ૫૦૦ મીટર ફરીને આવવું પડશે.

૨. નવરોજી લેનથી મહાત્મા ગાંધી રોડથી LBS માર્ગ પર જતાં વાહનોએ હવે કિરાણી લેનથી LBS માર્ગ પર જવું પડશે.

ટૂંક સમયમાં મીટિંગ


પ્રકાશ મહેતાએ આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક-વિભાગના નવા નિર્ણયને લીધે રહેવાસીઓ અને વેપારીઓમાં ખૂબ આક્રોશ ફેલાયો છે. હું ટૂંક સમયમાં BMC, ઘાટકોપર પોલીસ અને ટ્રાફિક-વિભાગ સાથે મીટિંગ કરીને લોકોની તકલીફ દૂર કરવાનો પૂરો પ્રયાસ કરીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK