દિવસે ગટરો અને રાત પડતાં આખી સૅનિટોરિયમ લેન ગંદકીથી ઊભરાય છે

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ફેરિયાઓ સામે સુધરાઈ કાર્યવાહી કરે એવી સ્થાનિક રહેવાસીઓની માગણી


water overfolw

સૅનિટોરિયમ લેનના નાકે ઊભરાતી ગટર.

રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટની હિન્દુ સભા હૉસ્પિટલની બાજુમાં આવેલી સૅનિટોરિયમ લેનમાં ફેરિયાઓ રાત થતાં તેમનાં વાસણોની સાફસફાઈ કરીને આ વિસ્તારને ગંદો કરી નાખતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ‘એક સમય હતો જ્યારે શહેરમાંથી લોકો આરોગ્યની જાળવણી માટે આ વિસ્તારમાં રહેવા આવતા હતા. હવે આ વિસ્તારની બાજુમાં હૉસ્પિટલ આવી હોવા છતાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ વિસ્તારને સ્વચ્છ રાખવામાં સુધરાઈ નિષ્ફળ ગઈ છે. ખરેખર તો આ વિસ્તારને સ્વચ્છ રાખવાની હિમાયત થવી જોઈએ.’


water overfolw

રાત પડતાં ગંદી બની જતી સૅનિટોરિયમ લેન.


આ વિશે માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં એક સમયે ફક્ત એકાદ ખાવાની રેકડી ઊભી રહેતી હતી. ધીરે-ધીરે રેકડીઓ વધતી ગઈ એમ આ વિસ્તારના રહેવાસીઓની સમસ્યા પણ વધતી ગઈ. સાંકડી ગલીમાં ફેરિયાઓ ઊભા રહેતા હોવાથી ટ્રાફિક પર અસર થાય છે. ફેરિયાઓને લીધે આ રોડની સમયે-સમયે સુધરાઈ જાળવણી કરતી નથી. ફેરિયાઓના ફાયદા માટે રોડ નીચેથી પાણીની લાઇનો અને ગટરોની લાઇનો રોડને બિસમાર બનાવી દે છે. સૌથી મહત્વનું તો એ છે કે રાતના આ ફેરિયાઓ તેમનો ગંદવાડ રસ્તા પર જ ઢોળી દે છે. તેમનાં ગંદાં વાસણો રોડ પર જ સાફ કરે છે જે ગંદકી અને ગંદકીને લીધે મચ્છરોના ઉપદ્રવને આમંત્રણ આપે છે.’


water overfolw

કચરાથી ભરાયેલી ગટર.


સ્થાનિક રહેવાસીઓએ તેમની માગણી સંદર્ભમાં કહ્યું હતું કે ‘આ ફેરિયાઓને લીધે આ વિસ્તારની ગટરો પણ સમયે-સમયે સાફ થતી નથી જેના કારણે કચરાથી ગટરો ભરાઈ જાય છે અને ગમે ત્યારે રોડ પર ઊભરાતી રહે છે. સુધરાઈએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ વિસ્તારની ગટરો સાફ રહે અને ફેરિયાઓ રાતના રોડ સાફ કરીને જાય એના માટે કાર્યવાહી કરવી જોઈએ. હમણાં થોડા સમય પહેલાં મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ના માધ્યમથી સ્ટેશન રોડ પરના ફેરિયાઓ સામે ગંદકીના મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આમ છતાં સ્ટેશન રોડ અને આસપાસના વિસ્તારોમાં તસુભર ફરક પડ્યો નથી જેની સામે સૌએ જાગરૂક થવાની જરૂર છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK