ઘાટકોપર સ્ટેશનની પૅસેન્જર લિફ્ટમાં ચાર મુસાફરો ૪૫ મિનિટ સુધી ફસાયા

ઇમર્જન્સી ફોન બેકાર નીકળ્યો, બઝરનો અવાજ સાંભળીને પ્રાઇવેટ કંપનીનો લિફ્ટમૅન મદદે આવ્યો


lift



રોહિત પરીખ

રેલવેની બેદરકારી રોજબરોજની ઘટના બની ગઈ છે. ગઈ કાલે આવી જ એક ઘટના ઘાટકોપર રેલવે-સ્ટેશન પર બની હતી. આ સ્ટેશન પર પંદર દિવસ પહેલાં જ શરૂ થયેલી પૅસેન્જર લિફ્ટ ગઈ કાલે બપોરે ટેક્નિકલ ખામીને લીધે અચાનક અધવચ્ચે બંધ પડી ગઈ હતી. એને લીધે એક ગુજરાતી સહિત રેલવેના ચાર મુસાફરો આ લિફ્ટમાં ૪૫ મિનિટ સુધી ફસાઈ ગયા હતા. ગભરાટના માર્યા ચારમાંથી બે જણનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું. આ મુસાફરોને ત્યાંથી પસાર થઈ રહેલા પ્રાઇવેટ કંપનીના એક લિફ્ટમૅને લિફ્ટની બહાર કાઢ્યા હતા.

આ ઘટનાને નજરે જોનારા ઘાટકોપરના કચ્છી જૈન સામાજિક કાર્યકર ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે લિફ્ટ બંધ થઈ ગયા પછી એમાં ફસાઈ ગયેલા મુસાફરોએ લિફ્ટમાંથી જ ફાયર-બ્રિગેડને ફોન કર્યો હતો. ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં લિફ્ટની બહારથી પસાર થઈ રહેલા એક લિફ્ટમૅને લિફ્ટમાં ફસાઈ ગયેલા એક ગુજરાતી સહિત ચાર જણને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા.’

આ બનાવની વિસ્તૃત માહિતી આપતાં લિફ્ટમાં ફસાઈ ગયેલા અને ઘાટકોપરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સનું કામ કરતા ૪૧ વર્ષના મયૂર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે હું બિઝનેસના કામે મસ્જિદ બંદર જવા માટે નીકળ્યોહતો. ઘાટકોપર (ઈસ્ટ)ના સ્કાયવૉક અને પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલી લિફ્ટમાં હું અને મારી સાથે અન્ય ત્રણ જણ પ્લૅટફૉર્મ પર જવા માટે નીચે ઊતરી રહ્યા હતા. એ સમયે અચાનક લિફ્ટ અટકી ગઈ હતી. લિફ્ટમાં પંખો ચાલતો ન હોવાથી અમે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.’

લિફ્ટમાં દર્શાવવામાં આવેલા ઇમર્જન્સી ફોન-નંબર પર અમે પહેલાં ફોન લગાડ્યો હતો એમ જણાવતાં મયૂર મહેતાએ કહ્યું હતું કે ‘એ નંબર લાગ્યો ખરો, પણ ફોન ઉપાડનારે મદદ પર આવવાને બદલે ગલ્લાંતલ્લાં ર્યા હતાં. અમે તરત જ ઇમર્જન્સી બઝર વગાડ્યા કરી હતી. આ દરમ્યાન અમે લિફ્ટના દરવાજાને વચલા ભાગથી ખોલવાની મહેનત કરી હતી. એને લીધે એ દરવાજામાં થોડી જગ્યા થઈ ગઈ હતી. આથી અમે ગૂંગળામણ થવામાંથી બચી ગયા હતા. ત્યાર પછી મેં મદદ માટે ફાયર-બ્રિગેડને ફોન કર્યો હતો.’

અમે સતત બઝર વગાડવા છતાં અમારી મદદે કોઈ આવી રહ્યું નહોતું એમ જણાવીને મયૂર મહેતાએ કહ્યું હતું કે ‘સમય જઈ રહ્યો હતો. અમે ચારે જણ ટેન્શનમાં આવી ગયા હતા. દરવાજાનો થોડો ભાગ ખુલ્લી ગયો હોવાથી થોડીક રાહત હતી, પરંતુ બઝર વગાડવા છતાં કોઈ જ મદદ માટે આવી રહ્યું નહોતું. અમારું ટેન્શન વધી રહ્યું હતું.’

અચાનક એક યુવાન અમારી મદદે આવ્યો હતો એમ જણાવીને મયૂર મહેતાએ કહ્યું હતું કે ‘જાણે અમારી મદદે ભગવાન આવ્યા હોય એવો અમને અહેસાસ થયો હતો. તે યુવાન લિફ્ટમૅન હતો. તે તેના જૉબ પર જઈ રહ્યો હતો. અમારી બઝર સાંભળીને તે અમારી મદદ માટે આવ્યો હતો. તેણે તેના ઇન્સ્ટ%મેન્ટથી દરવાજો ખોલી નાખ્યો હતો અને અમને ચારેય જણને હાથ પકડીને બહાર કાઢ્યા હતા. એ દરમ્યાન ત્યાં અમારી લિફ્ટનો ઑપરેટર અને રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક કૉન્સ્ટેબલ ત્યાં હાજર થઈ ગયા હતા તેમ જ ફાયર-બ્રિગેડ પણ આવી ગઈ હતી.’

ફાયર-બ્રિગેડે રેલવેના મુસાફરો રેસ્ક્યુ થઈ ગયા છે એ જાણ્યા વગર જ લિફ્ટના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો એમ જણાવીને લિફ્ટની જાળવણીનું કાર્ય સંભાળી રહેલા સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માગણી છતાં અમારા ઉચ્ચ અધિકારીઓએ અમને ટેક્નિકલ સ્ટાફ પૂરો આપ્યો નથી, જેને લીધે મુસાફરોએ ૪૫ મિનિટ સુધી ફસાયેલા રહેવું પડ્યું હતું. મુંબઈમાં બધી જ લિફ્ટ સાથે ટેક્નિકલ સ્ટાફની સુવિધા છે, જ્યારે ઘાટકોપરમાં એ સુવિધા નથી.’

આ બનાવ વિશે માહિતી આપતાં રેલવે પ્રોટેક્શન ફોર્સના ઘાટકોપરના ઇન્ચાર્જ બ્રિજેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાઇવેટ લિફ્ટમૅને મુસાફરોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા પછી રેલવે-પોલીસ તેમને મેડિકલ ચેક-અપ માટે વન રૂપી મેડિકલ ક્લિનિકમાં લઈ ગઈ હતી. ત્યાં ચારમાંથી બે મુસાફરોનું બ્લડ-પ્રેશર વધારે આવ્યું હતું, પરંતુ ચિંતાજનક ન હોવાથી તેમને રજા આપી દેવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK