ઘાટકોપરની સોસાયટીઓની જમીનના સ્ક્વેર મીટર ઘટવા પાછળ કોઈ ડેવલપરની મેલી રમત જવાબદાર હોવાની શંકા

આમ છતાં કલેક્ટરની ઑફિસ તરફથી સ્પષ્ટતા કરવામાં ઠાગાઠૈયા



ghatkopar


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરની ૨૭ સોસાયટીની જમીનના સ્ક્વેર મીટર અચાનક ૩૦ ટકા ઘટી જતાં આ સોસાયટીઓના પદાધિકારીઓ તેમને મળેલી કલેક્ટરની નોટિસ મુજબ ગઈ કાલે તેમને મળ્યા હતા. ગઈ કાલે કલેક્ટરની ઑફિસની મુલાકાત અને મીટિંગ પછી આ વિસ્તારમાં કોઈ બિલ્ડર કે ડેવલપરની સર્વે-અધિકારી સાથેની સાઠગાંઠથી રમાયેલી રમતનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતાઓ આ પદાધિકારીઓને દેખાઈ રહી છે.

જગડુશાનગર રેસિડન્ટ્સ અસોસિએશનના જયેશ પારેખે આ બાબતની માહિતી આપતાં ગઈ કાલે કલેક્ટરની ઑફિસમાં થયેલી મીટિંગ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની મીટિંગમાં બધી જ સોસાયટીઓના પદાધિકારીઓએ ‘મિડ-ડે’ના અહેવાલને લીધે હાજરી આપી હતી એટલું જ નહીં, અમુક સોસાયટીઓના પદાધિકારીઓ તેમના લીગલ કન્સલ્ટન્ટને લઈને હાજર થયા હતા. ગઈ કાલની અમારી કલેક્ટર દીપેન્દ્રસિંહ કુશવાહા સાથેની મીટિંગ સફળ રહી હતી. પહેલાં તો તેમણે નોટિસમાં અમને આપવામાં આવેલી સમયમર્યાદા ૨૪ મે સુધી વધારી આપી હતી. જોકે તેમણે જમીનના સ્ક્વેર મીટરમાં થયેલા ઘટાડાનું રહસ્ય અકબંધ રાખ્યું હતું. તેમણે અમને એટલું જ કહ્યું હતું કે અમારે આ સર્વેનો રેકૉર્ડ હાઈ કોર્ટને આપવાનો છે. આ સિવાયના સવાલોના જવાબ તેમણે હું હજી અઠવાડિયા પહેલાં જ આવ્યો છું એમ કહીને ટાળ્યા હતા. છતાં તેઓ અમને આ જવાબ ૨૪ મેએ આપશે એવી અત્યારે આશા છે.’

જયેશ પારેખે ગઈ કાલની મીટિંગમાં થયેલી અન્ય ચર્ચાઓ સંબંધી કહ્યું હતું કે ‘પહેલાં તો કલેક્ટરે અમને મોકલેલી નોટિસમાં ઑફિસનું ઈ-મેઇલ ખોટું લખવામાં આવ્યું છે તેમ જ નોટિસમાં સોસાયટીઓનાં નામો પણ ખોટાં દર્શાવવામાં આવ્યાં છે એની ગંભીર નોંધ લીધી હતી. જે સોસાયટીનું કન્વેયન્સ બાકી છે એમને આજે સાંજના ચાર વાગ્યા પહેલાં તેમની સોસાયટીના લેટરહેડ પર અપીલ કરવા કહ્યું છે. એટલે કદાચ એ સોસાયટીના ડેવલપર કલેક્ટર સામે હાજર ન થાય તો ક્લેકટરે તેમના પદાધિકારીઓને પરવાનગી આપવાની મંજૂરી આપી હતી.’

કલેક્ટરના સંતોષકારક જવાબ અને કાર્યવાહી પછી પણ પદાધિકારીઓના મગજમાં જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું એ વિશે અનેક સવાલો ઘૂમરાયા કરે છે એમ જણાવતાં જયેશ પારેખે કહ્યું હતું કે ‘આમ છતાં ૨૦૧૦માં થયેલો સર્વે છ વર્ષ સુધી સર્વે-અધિકારીએ શા માટે રોકી રાખ્યો એ સવાલ તે અધિકારી સામે શંકાની આંગળી ચીંધે છે. ગઈ કાલની મીટિંગમાં આ અધિકારીને નોટિસ મોકલ્યા પછી પણ તેણે આવવાનું ટાળ્યું હતું.’

જયેશ પારેખે વધુમાં કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં આવેલી મિની પ્લૉટના નામે જાણીતી જગડુશાનગર અવધૂત સોસાયટીનું રીડેવલપમેન્ટ ઘણાં વષોર્થી અધ્ધર લટકી રહ્યું છે. એ સોસાયટીના સભ્યો ડેવલપર સામે કોર્ટમાં ગયા હોવાથી આ બાબતે કોઈ કમેન્ટ કરવી અશક્ય છે. આમ છતાં આ સોસાયટીના રીડેવલપમેન્ટનું કારણ પણ કંઈક ક્ષેત્રફળના ગોટાળાને કારણે જ હોવાની અત્યારે ચર્ચા ચાલી રહી છે. સાચું કારણ તો સમય જ સામે લાવશે. જો કલેક્ટરની ઑફિસ આ કારણ આપવામાં ઢીલ કરશે તો અમે પહેલાં સરકારનો નહીંતર પછી કોર્ટનો સહારો લેતાં અચકાઈશું નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK