અમને મૂરખ બનાવવામાં આવ્યા છે

વિદ્યાવિહારથી કુર્લા રહેવા ગયેલા ૪૦૦ સ્લમવાસીઓનો દેવેન્દ્ર ફડણવીસ, પ્રકાશ મહેતા અને BMC સામે આક્રોશ : ડિસેમ્બર મહિનામાં કુર્લામાં સ્થળાંતર થયેલા આ રહેવાસીઓને હવે માહુલ વિલેજ જવાની મળેલી નોટિસના વિરોધમાં આજે શાંતિપૂર્ણ મોરચો


slum


વિદ્યાવિહાર (ઈસ્ટ)ની તાનસા પાઇપલાઇનની બાજુમાં રહેતા ૪૦૦ સ્લમવાસીઓનું ડિસેમ્બર મહિનામાં કુર્લા પાસેના સરકારી આવાસોમાં પુનર્વસન કરાવવામાં આવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટના આદેશના પગલે હવે આ સ્લમવાસીઓને BMCના N વૉર્ડ તરફથી કુર્લાની જગ્યા ખાલી કરીને ચેમ્બુર પાસેના માહુલ વિલેજમાં જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એને પગલે આ સ્લમવાસીઓ આક્રોશમાં આવી ગયા છે. આજે આ સ્લમવાસીઓ તેમનો આક્રોશ વ્યક્ત કરવા સવારે સાડાનવ વાગ્યે BMCના N વૉર્ડ પર મોરચો લઈ જશે.

એક બિનસરકારી સંસ્થાએ કરેલી જનહિતની અરજીને કારણે ૨૦૦૯ની સાલમાં હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો કે મુંબઈમાં જ્યાં-જ્યાં તાનસા પાઇપલાઇનની આસપાસ દસ મીટરના વિસ્તારમાં સ્લમવાસીઓ રહેતા હોય તેમને ત્યાંથી હટાવી દેવા. આમ છતાં આ આદેશ સામે BMC ઢીલી કાર્યવાહી કરી રહી હતી. ત્યાર બાદ હાઈ કોર્ટ તરફથી BMCને ઠપકો મળ્યા પછી આ કાર્યવાહીએ જોર પકડ્યું હતું.

મુંબઈભરના તાનસા પાઇપલાઇન પાસે રહેતા સ્લમવાસીઓના પુનર્વસન માટે BMC દ્વારા માહુલ વિલેજમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે વિદ્યાવિહારના સ્લમવાસીઓએ માહુલ વિલેજમાં પૂરતી સુવિધા નથી એમ કહીને એનો વિરોધ કર્યો હતો. એની સામે સરકાર સાથે રહીને ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ વિદ્યાવિહારના ૪૦૦ સ્લમવાસીઓને કુર્લાના પ્રીમિયર ફૅક્ટરી પ્લૉટ પર સરકાર તરફથી પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ માટે બાંધવામાં આવેલા ફ્લૅટોમાં રહેવાની સગવડ કરી આપી હતી.

ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, પ્રકાશ મહેતા અને BMCના N વૉર્ડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC)એ ભેગા થઈને અમને મૂર્ખ બનાવ્યા છે એમ જણાવીને આ રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCના ઇલેક્શન પહેલાં અમારી સાથે મીઠી-મીઠી વાતો કરીને ૨૦૧૬ની ૨૯ ડિસેમ્બરે સાંજના સાડાવાત વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી અમને બિલ્ડિંગ-નંબર સાતના ફ્લૅટોની ચાવી આપવામાં આવી હતી. આ ચાવીઓ અમને ચીફ મિનિસ્ટર, હાઉસિંગ મિનિસ્ટર અને DMCના હસ્તે આપીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.’

હવે અમે કુર્લામાં સ્થાયી થઈ ગયા છીએ ત્યારે અમને માહુલ વિલેજમાં જવાનો ૨૫ જુલાઈએ BMCએ આદેશ આપ્યો છે એ જણાવીને આ સ્લમવાસીઓએ હતાશાના સૂરમાં કહ્યું હતું કે ‘અમે કુર્લામાં સેટ થઈ ગયા છીએ. અમે અહીંના સરનામા પર અમારાં રૅશનકાર્ડ લઈ લીધાં છે.

ચીફ મિનિસ્ટર અને હાઉસિંગ મિનિસ્ટરે અમને છેતર્યા એવો આક્ષેપ કરીને ઘાટકોપરના ૪૦૦ સ્લમવાસીઓનો આજે BMCની ઑફિસ પર મોરચો

લાઇટ-બિલ, ગૅસ-કનેક્શન બધું જ અમે લઈ લીધું છે. નજીકની સ્કૂલોમાં અમારાં બાળકોનું ઍડ્મિશન લઈને તેમણે ભણવાનું શરૂ કરી દીધું છે. હવે સાત મહિના પછી અચાનક અમને BMCએ નોટિસ મોકલી છે કે તમે જગ્યા ખાલી કરીને માહુલ વિલેજ રહેવા જાઓ.’

આ પગલાથી અમારાં બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે એમ જણાવતાં આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘BMCએ બદલેલા નિર્ણયથી અમે સૌ નારાજ છીએ. ચૂંટણી પહેલાં અમને આપેલાં વચનોમાંથી પ્રકાશ મહેતા અને દેવેન્દ્ર ફડણવીસ ફરી ગયા છે. તેઓ હવે અમારી સાથે રાત ગઈ બાત ગઈ જેવો વ્યવહાર કરી રહ્યા છે. BMCના અધિકારીઓ અમારી વાત સાંભળવા જ તૈયાર નથી. અમારી અને અમારાં બાળકો સાથે આ મોટો અન્યાય છે.’

અમારી વ્યથાને વ્યક્ત કરવા આજે અમે શાંતિપૂર્ણ મોરચો BMC પર લઈ જવાના છીએ એમ જણાવીને સ્લમવાસીઓએ કહ્યું હતું કે ‘અમારી સાથે બહુ મોટી રાજરમત રમાઈ છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે સવારે સાડાનવ વાગ્યે અમે અમારા પરિવારો સાથે BMCના N વૉર્ડ પર મોરચો લઈ જવાના છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK