હવે સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના કાટમાળનો કકળાટ

એમાંથી ઘરેણાં, કૅશ વગેરે નીકળતાં રહે છે; પણ મૂળ માલિકોને સોંપાતાં નથી : આ મેદાનમાં ગણેશોત્સવ પણ ઊજવાય છે એટલે કામ ઝડપથી થશે


ghatkopar



ઘાટકોપર (વેસ્ટ)ના ન્યુ માણેકલાલ એસ્ટેટ કમ્પાઉન્ડમાં ૩૧ વર્ષથી ઊજવાતા ગણેશોત્સવ માટે BMCના N વૉર્ડ તરફથી પરવાનગી આપવામાં આવશે તેમ જ આ કમ્પાઉન્ડમાં સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના પડેલા કાટમાળને ઉલેચવા માટે આજથી કર્મચારીઓમાં વધારો કરવામાં આવશે એવો નિર્દેશ વૉર્ડ-ઑફિસર ભાગ્યશ્રી કાપસેએ આપ્યો હતો.

છેલ્લા પંદર દિવસથી આ કમ્પાઉન્ડમાં પડેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના કાટમાળને ઉલેચીને માલસામાન, રોકડ રકમ અને સોનાનાં ઘરેણાં શોધીને અલગ કરવાનું વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનની દેખરેખ હેઠળ BMCના N વૉર્ડના કર્મચારીઓ કરી રહ્યા છે.

૨૫ જુલાઈએ સવારે ૧૦.૪૩ વાગ્યે સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ઇમારત પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થઈ હતી. આ દુર્ઘટના અચાનક બનતાં આ બિલ્ડિંગમાં રહેતા ૧૧ પરિવારોની ઘરવખરી અને જોખમી સામાન કાટમાળ હેઠળ દબાઈ ગયાં હતાં. દુર્ઘટના બની એ જગ્યા પર કાટમાળ રહી શકે એવી પરિસ્થિતિ નહોતી. ઘટનાસ્થળે જ કાટમાળ રાખવાથી રાહત અને બચાવકાર્યમાં કાટમાળ અવરોધક બને એમ હોવાથી પોલીસ અને BMCએ કાટમાળને ઘટનાસ્થળથી દોઢ કિલોમીટરના અંતરે આવેલા માણેકલાલ એસ્ટેટમાં ડમ્પ કયોર્ હતો, જેમાંથી રહેવાસીઓની રોકડ રકમ સહિતની બધી જ વસ્તુઓને પોલીસની હાજરીમાં બુધવારે ૨૬ જુલાઈથી BMCએ ઉલેચવાની શરૂઆત કરી હતી.

ઘટના બની ગયાના ૧૫ દિવસ પછી પણ રહેવાસીઓને તેમની એક પણ રૂપિયાની વસ્તુઓ મળી નથી એથી રહેવાસીઓ નારાજ હતા. એ જ સમયે ન્યુ માણેકલાલ એસ્ટેટના કમ્પાઉન્ડમાં ૩૧ વર્ષથી ગણેશોત્સવ ઊજવી રહેલા ન્યુ માણેકલાલ ગણેશોત્સવ મંડળના કાર્યકરો તરફથી અમે હવે ગણપતિબાપ્પાને ક્યાં પધરાવીશું એવો સવાલ ઊભો કરવામાં આવતાં બિલ્ડિંગના રહેવાસીઓ સહિત અનેક લોકોને જબરો આંચકો લાગ્યો હતો.

માનવતામાં જ ભગવાન છે એમ જણાવતાં ભાગ્યશ્રી કાપસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્ક પાસે આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની હોનારતમાં તેમનાં સ્વજનોને ગુમાવીને બેઘર બનેલા રહેવાસીઓને હૂંફ અને નાણાકીય મદદની જરૂર છે. તેમને મદદ કરવી એ જ ભગવાનની પૂજા-અર્ચના કર્યા બરોબર છે. જોકે અમે ૩૧ વર્ષથી ઊજવવામાં આવતા ગણેશોત્સવમાં ખલેલ ન પડે એના માટે મંડળને પરવાનગી જરૂર આપીશું. ગણેશોત્સવને લીધે ન્યુ માણેકલાલ કમ્પાઉન્ડમાં પડેલો સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સનો કાટમાળ જલદીથી ઉલેચાઈ જાય એના માટે આજથી કર્મચારીઓમાં વધારો કરીશું જેથી દુર્ઘટનાગ્રસ્ત રહેવાસીઓને તેમની ઘરવખરી, રોકડ અને સોના-ચાંદીનાં ઘરેણાં સમયસર પાછાં મળી શકે.’

પંદર દિવસ પછી પણ કાટમાળ નીચેથી રોજ સોના-ચાંદીનાં ઘરેણાં, રોકડ રકમ નીકળતાં હોવાથી કાટમાળ ઉલેચવાનું કામ સંભાળીને કરવું પડે છે. કાટમાળમાંથી બધી વસ્તુઓ કાઢતાં હજી ઓછામાં ઓછા આઠ દિવસ લાગી જશે એમ જણાવતાં પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુર્ઘટનાગ્રસ્ત રહેવાસીઓને તેમની બધી જ વસ્તુઓ મળી જાય એ ખૂબ જ જરૂરી છે. એના માટે અમે ખૂબ જ સંભાળપૂર્વક કાટમાળ હટાવીને એમાંથી વસ્તુઓ ગોતવાનું કામ કરી રહ્યા છીએ. એથી થોડો વધુ સમય લાગી ગયો છે. આમ છતાં હવે આ કામ આઠ દિવસમાં પૂરું થશે. પછી અમે રહેવાસીઓને તેમની વસ્તુઓ પાછી સોંપીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK