ઘાટકોપર પ્લેટફોર્મ પર એક પ્રવાસીની મારનારા CCTV કૅમેરાના ફુટેજથી પકડાયા

રેલવે-સ્ટેશન પર જઈને RPF અને GRPની સંયુક્ત કાર્યવાહી બાદ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા

ghatkopar



લોકલ ટ્રેનમાં ગ્રુપ બનાવીને દાદાગીરી કરવાના કેટલાય કિસ્સા બનવા લાગ્યા છે. આવો એક કિસ્સો ઘાટકોપર (ઈસ્ટ)માં પંતનગરમાં રહેતા એક રહેવાસી સાથે બન્યો હતો. જોકે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ CCTV કૅમેરાના ફુટેજમાં એક આરોપીને ઓળખી લીધા બાદ રેલવે-સ્ટેશને જઈને ગઈ કાલે છાપો મારીને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. રેલવે-પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી બાદ દાદાગીરી કરતા આ ગ્રુપને પાઠ ભણવા મળ્યો છે.

આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપતાં RPFના ઘાટકોપરના ઇન્ચાર્જ બ્રિજેશ કુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘાટકોપરમાં રહેતા ૫૭ વર્ષના અવિનાશ બાગલે બીજી જુલાઈની સવારે પોણાદસ વાગ્યાની ઘાટકોપરના પ્લૅટફૉર્મ-નંબર એક પરથી છત્રપતિ શિવાજી ટર્મિનસ માટે ઊપડતી સ્લો લોકલ ટ્રેન પકડી હતી. તેઓ કોચમાં ચડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એ કોચના દરવાજાને અમુક પ્રવાસીઓના ગ્રુપે બ્લૉક કરી રાખ્યો હતો. અવિનાશ બાગલે ચડવાની બહુ કોશિશ કરી, પણ તેઓ દાદાગીરી દેખાડીને ચડવા દેતા નહોતા. અંતે જેમ-તેમ તેઓ ચડ્યા, પરંતુ ગ્રુપના સભ્યોને ગુસ્સો આવતાં બોલાચાલીમાં અવિનાશ બાગલ સાથે તેમણે મારપીટ કરી હતી અને તેમને બહુ માર્યા હતા. અવિનાશે એવી જ હાલતમાં કુર્લા GRPમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી હતી. તપાસમાં સ્ટેશન પરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં વધુ કંઈ દેખાયું નહોતું, કેમ કે આખી ઘટના કોચની અંદર બની હતી. એમ છતાં બારીકાઈથી ફુટેજ જોતાં એમાં સફેદ કલરનું શર્ટ પહેરેલો એક પ્રવાસી દેખાયો જે દરવાજા પર લટકી રહ્યો હતો. અમે વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ લોકો દરરોજ ટ્રેનમાં અપ-ડાઉન કરે છે. ગઈ કાલે ઘાટકોપર સ્ટેશને RPF અને GRPએ સંયુક્ત કાર્યવાહી કરીને છાપો માર્યો હતો. અવિનાશ બાગલને પણ ત્યાં બોલાવ્યા હતા અને તેમણે પણ એ ગ્રુપના સભ્યને ઓળખી લીધો હતો. ૩૦ વર્ષના દત્તારામ કંક, ૩૮ વર્ષના મહેન્દ્ર ઇન્દોરે અને ૫૭ વર્ષના સંદીપ ચાંદીવડેની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણે ઘાટકોપરના જ રહેવાસી છે અને તેમણે મારપીટ કરી હોવાનો પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમને ઞ્ય્ભ્ને સોંપીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK