ગણપતિનાં ચરણોમાં નોટબુક, પેન મૂકીને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થાઓ

ઘાટકોપરના પારસીવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ગણેશભક્તોને અપીલ

ganesh


પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ વખતે ઘાટકોપરના પારસીવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સંચાલકોએ ગણેશભક્તોને અપીલ કરતાં કહ્યું છે કે તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે ગણેશનાં ચરણોમાં હાર, મીઠાઈ, શ્રીફળ જેવો પ્રસાદ મૂકવાને બદલે આ વખતે એક નોટબુક અને પેન મૂકજો જેથી અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક અને પેન આપીને શૈક્ષણિક મદદ કરી શકીએ.

મંડળના સેક્રેટરી ઓંકાર સાવંતે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગણેશોત્સવનું આ ૬૪મું વર્ષ છે. થોડા સમય પહેલાં અમારા મંડળની મળેલી મીટિંગમાં અમારા જ્યેષ્ઠ માર્ગદર્શક અને સલાહકાર અમરીશ પ્રભુએ અમને સલાહ આપી કે આ ગણેશોત્સવમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ મળે એ માટે મંડળે પ્રયાસ કરવો જોઈએ. આ માટે જે શ્રદ્ધાળુ ગણેશભક્તો ગણેશજીને તેમના ઉચ્ચ ભાવથી હાર, મીઠાઈ, શ્રીફળ જેવો પ્રસાદ અર્પણ કરતા હોય તેઓ જો પ્રસાદની એ બધી વસ્તુઓને બદલે ગણેશજીનાં ચરણોમાં એક નોટબુક અને પેન અર્પણ કરે તો એના જેવું ઉત્તમ કાર્ય કોઈ જ નથી.’

ગણપતિબાપ્પા બુદ્ધિના દેવ છે એમ જણાવતાં મંડળના ખજાનચી પ્રદીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી કમિટીએ અમરીશ પ્રભુના સૂચનને વધાવી લીધું હતું. આથી અમે અમારે ત્યાં દર્શન કરવા આવતા હજારો ગણેશભક્તોને અપીલ કરીએ છીએ કે તમે જ્યારે ગણપતિના પારસીવાડીના દરબારમાં દર્શનાર્થે આવો ત્યારે ગણેશજીને ઓછામાં ઓછી એક નોટબુક અને પેન પ્રસાદરૂપે ચડાવજો. અમે એ નોટબુકો અને પેન જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પહોંચાડીને તેમને તમારા થકી શૈક્ષણિક મદદ કરીશું.’

ઉત્સવમાં સાદાઈ


પારસીવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પોણાપાંચ ફૂટના ગણપતિની સ્થાપના કરે છે. આ વર્ષે તેઓ સામાન્ય ડેકોરેશન કરવાના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK