BMC સામે કૉર્પોરેટરનો ઐતિહાસિક જંગ

પોતાના વિસ્તારનાં કાર્યો કરાવવા ઘાટકોપરનાં નગરસેવિકા ફાલ્ગુની દવેએ સુધરાઈ સામે કોર્ટમાં કરી જનહિતની અરજી : આવું પહેલાં ક્યારેય નથી થયું

falguni dave


રોહિત પરીખ


ઘાટકોપર (ઈસ્ટ)ના રસ્તાઓને રિનોવેટ કરવાની ત્રણ વર્ષ જૂની માગણી સામે હજી ઠાગાઠૈયા થઈ રહ્યા હોવાથી ઘાટકોપરના ગારોડિયાનગર-સોમૈયા કૉલેજના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૭નાં BJPનાં નગરસેવિકા ફાલ્ગુની દવેએ BMCની સામે જનહિતની અરજી કરી છે. BMCના ઇતિહાસમાં કોઈ કૉર્પોરેટરે પોતાના વિસ્તારનાં કાર્યો કરાવવા માટે BMCની સામે જનહિતની અરજી કરવી પડી હોય એવો કદાચ આ પહેલો કિસ્સો છે.

ગારોડિયાનગરના રહેવાસીઓ આ વિસ્તારના રોડ, સિવરેજ અને ગટરોની સમસ્યાઓ સામે ૪૦ વર્ષથી લડી રહ્યા છે. આમ છતાં આ સમસ્યા વર્ષોથી વણઊકલી જ રહી છે. ૨૫૦થી વધુ બિલ્ડિંગો ધરાવતું ગારોડિયાનગર વિકાસ પામ્યું ત્યારથી ત્યાંના હજારો લોકો આ નગરને વિકસિત કરનાર ગારોડિયા સામે લડી રહ્યા છે. ત્યાર પછી આ રહેવાસીઓએ આ વિસ્તારમાં ચૂંટાઈને આવતા રાજનેતાઓ સામે અનેક વાર ફરિયાદ કરી, પણ હંમેશાં તેમને પોકળ વચનોથી વધુ કંઈ જ મળ્યું નહોતું.

બે વર્ષ પહેલાં આ વિસ્તારના એક રોડને BMCએ સિમેન્ટ-કૉન્ક્રીટનો બનાવી દેતાં આ વિસ્તારના રહેવાસીઓને આશા જાગી હતી કે હવે બાકીનો રોડ પણ સુધરશે. જોકે તેમની આશા ઠગારી નીવડી હતી. એને પરિણામે થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારના સિનિયર સિટિઝનોએ મિડ-ડેના ઘાટકોપરના સાપ્તાહિક સ્થાનિક અખબાર સમક્ષ હૈયાવરાળ કાઢી હતી તેમ જ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્ત 


આ વિસ્તારનાં નગરસેવિકા ફાલ્ગુની દવે ચૂંટાઈને આવ્યાં ત્યારે તેમણે તેમના ચૂંટણીઢંઢેરામાં જાહેર કર્યા પ્રમાણે BMCની સામે આ વિસ્તારના રોડ, સિવરેજ અને ગટરો સુધરે એ માટે વારંવાર પ્રસ્તાવ મૂક્યા હતા. આ બાબતમાં ફાલ્ગુની દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પ્રસ્તાવની સામે હંમેશાં કમિશનરથી લઈને સંબંધિત વિભાગોના બધા જ અધિકારીઓ ઠાલાં વચનો આપતા હતા. આમ છતાં ગારોડિયાનગરને પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્તિ અપાવવામાં હું સફળ ગઈ હતી. એના જ આધારે પુષ્પાવિહાર હોટેલવાળા રોડને BMCએ સિમેન્ટનો બનાવ્યો હતો. ત્યાર પછીના સંલગ્ન રસ્તાઓને ડેવલપ કરવા માટે BMC આ વિસ્તારની સોસાયટીઓ પાસેથી ફન્ડ લેવાની માગણી કરી રહી હતી જેની સામે મારો સખત વિરોધ હતો. હમણાં પણ મેં આપેલી પબ્લિક નોટિસમાં આ બાબતને સ્પષ્ટ કરી છે. મેં આ બાબતમાં કમિશનરને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લેના સીખે હો, કભી દેના ભી સીખો.’

ગણેશોત્સવ પૂરતી કાર્યવાહી


BMCના કમિશનર અજોય મેહતાની ગારોડિયાનગરમાં મુલાકાત થયા પછી BMCએ ગારોડિયાનગર વિસ્તારને પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્તિ તો આપી, પણ આજ સુધી એને ડેવલપ કરવા એક પણ કાર્યવાહી થઈ નથી. આ સંદર્ભમાં ફાલ્ગુની દવેએ કહ્યું હતું કે ‘એક બાજુ સ્થાનિક રહેવાસીઓની જોર પકડી રહેલી માગણી અને બીજી તરફ ગ્પ્ઘ્નું ટાઢાપણું બન્ને મારા માટે અસહ્ય છે. આખું ગારોડિયાનગર જોખમી બની ગયું છે. વરસાદના સમયમાં ચારે બાજુ પાણી અને ખાડા સિવાય કંઈ જ નજરમાં આવતું નહોતું. ગણેશોત્સવને કારણે થોડા દિવસથી કોલ્ડ મિક્સર નાખીને ખાડા પૂરી રહ્યા છે, પણ એનો કાયમી ઉકેલ આવતો નથી. આથી રહેવાસીઓ અકળાઈ રહ્યા છે અને આંદોલનની ધમકી આપે છે.’

જનહિતની અરજી એક જ માર્ગ


આ અગાઉ ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ગાર્ડનના અમુક ભાગને એક સંસ્થાથી મુક્ત કરવા માટે મારે જનહિતની અરજીનો માર્ગ જ લેવો પડ્યો હતો એમ જણાવીને આક્રમક રીતે વાત કરતાં ફાલ્ગુની દવેએ કહ્યું હતું કે ‘BMCના અધિકારીઓ પાસે કામ કઢાવવા માટે સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી જરૂરી છે. આ સિવાય તેમની સાન ઠેકાણે આવતી નથી. અનેક વાર હાથ-પગ જોડ્યા, પણ આ અધિકારીઓ તેમના કાયદા અને તેમના જ પુસ્તકિયા જ્ઞાનને પકડીને બેસે છે. તેઓ લોકોની તકલીફ જોતા નથી. એ પણ એક વર્ષથી નહીં, ચાલીસ વર્ષથી ગારોડિયાનગરના રહેવાસીઓ ભોગવી રહ્યા છે. હું પણ એ જ વિસ્તારની રહેવાસી છું. મારી સહનશીલતાની પણ હદ આવી ગઈ છે. એટલે જ પહેલાં જૂન મહિનામાં મેં એક નોટિસ કમિશનર અને સંબંધિત વિભાગોને મોકલીને ઍક્શન લેવા કહ્યું હતું. એની પણ તેમના પર કોઈ જ અસર ન થઈ એટલે આખરે મેં જનહિતની અરજી કરી છે. મને વિશ્વાસ છે કે મારી જીત થશે અને હું મારા રહેવાસીઓને સારા રોડ અને ગટરો આપવામાં સફળ જઈશ.’

BMCના અધિકારીઓ પાસે કામ કઢાવવા માટે સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી જરૂરી છે. આ સિવાય તેમની સાન ઠેકાણે આવતી નથી. અનેક વાર હાથ-પગ જોડ્યા, પણ આ અધિકારીઓ તેમના કાયદા અને તેમના જ પુસ્તકિયા જ્ઞાનને પકડીને બેસે છે. તેઓ લોકોની તકલીફ જોતા નથી. એ પણ એક વર્ષથી નહીં, ચાલીસ વર્ષથી ગારોડિયાનગરના રહેવાસીઓ ભોગવી રહ્યા છે. હું પણ એ જ વિસ્તારની રહેવાસી છું. મારી સહનશીલતાની પણ હદ આવી ગઈ છે.

- ફાલ્ગુની દવે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK