એકબીજાને હૂંફ આપતા હોય એ પોઝિશનમાં 3 ડેડ-બૉડી મળી

ત્રણ વડીલોનાં મોતથી યુવાનોના માથેથી છત્ર જતું રહ્યું


ghatkopar


રોહિત પરીખ


મંગળવારની બિલ્ડિંગની દુર્ઘટનામાં દિઓરા પરિવારના ત્રણ વડીલોનાં મૃત્યુ થવાથી ઘરના યુવાનો પરથી છત્ર જતું રહ્યું છે. આ પરિવારમાં એક ફ્લૅટમાં સાત જણ સાથે રહેતા હતા. જોકે દુર્ઘટના બની ત્યારે ઘરમાં ફક્ત સુભદ્રા ધીરજલાલ દિઓરા, વિજય દિઓરા અને હિના દિઓરા જ હતાં. તેમની ડેડ-બૉડી ગઈ કાલે વહેલી સવારે કાટમાળથી બહાર કાઢવામાં આવી હતી.

દુર્ઘટના બની ત્યારે વિજય દિઓરાનો પુત્ર વર્ધન ટ્યુશન-ક્લાસમાં ગયો હતો, જ્યારે તેમની બે બહેનો જુલી અને સાધના દેરાસરમાં પૂજાસેવા કરવા ગઈ હતી. વિજય દિઓરાનો ભાઈ રાજેશ પણ એ સમયે ઑફિસ જવા નીકળી ગયો હતો. એને લીધે આ ચારેય જણ બચી ગયા હતા.

આ પરિવાર ખૂબ જ ધર્મિષ્ઠ છે. ત્રણેય વડીલોને જૈનોની આયંબિલની ઓળી ચાલે છે. આયંબિલમાં તેલ, ઘી, દૂધ, શાક, મસાલા ખાવાનાં નથી હોતાં. ફક્ત બાફેલાં કઠોળ જ ખાવાનાં હોય છે. હિનાબહેનની ૪૧મી ઓળી ચાલતી હતી. એમાં ૪૦ દિવસ આયંબિલ અને એક દિવસ ઉપવાસ કરવાનો હોય છે.

મંગળવારે જુલી, સાધના અને રાજેશને દુર્ઘટનાના સમાચાર મળતાં જ તેઓ માનસિક રીતે હારી ગયાં હતાં. તેમના રુદનથી એ સમયે વાતાવરણ ગંભીર બની ગયું હતું.  નજીકના નર્સિંગ હોમમાં સવારે કોઈની બૉડી આવતી તો આ ભાઈ-બહેનો આક્રોશમાં આવી જતાં હતાં. રેસ્ક્યુ-કાર્ય કેમ સ્પીડમાં નથી થતું એવી પહેલા જ કલાકમાં તેમની દલીલો હતી. તેમના જીવ અધ્ધર જ રહ્યા હતા.  

રેસ્ક્યુ-ટીમે આપેલી માહિતી પ્રમાણે આ ત્રણેય વડીલો એકબીજાને હૂંફ આપતા બેઠા હોય એ પોઝિશનમાં બેઠા હતા. પરિવારનું માનવું છે કે વિજય દિઓરા તેમનાં મમ્મી સુભદ્રાબહેનને નીચે ઉતારવા માટે તેમની પાસે ગયા હશે અને એ જ સમયે દુર્ઘટના થતાં ત્રણેય જણ એકબીજાની આસપાસ જ હતા.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy