ધરાશાયી થયેલા બિલ્ડિંગ નજીક આવેલી હૉસ્પિટલની કાબિલેદાદ સેવા

ઘાટકોપરના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના દુર્ઘટનાગ્રસ્તોને વિનામૂલ્ય સારવાર આપી શાંતિનિકેતન હૉસ્પિટલના ડૉ. લોખંડે દંપતીએ

lokhande

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્ક પાસે આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની દુર્ઘટના બાદ આ સોસાયટીની બાજુમાં આવેલી શાંતિનિકેતન હૉસ્પિટલના ડૉ. લોખંડે દંપતી અને તેમના સ્ટાફે દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને એક પણ રૂપિયો લીધા વિના સારવાર આપી હતી.

સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ ૧૦.૪૩ વાગ્યે જમીનદોસ્ત થયા બાદ કાટમાળમાંથી બહાર નીકળી રહેલા સોસાયટીના સભ્યોને સીધા બાજુમાં જ આવેલી શાંતિનિકેતન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે ડેડ-બૉડી આવતી હતી એને પણ આ હૉસ્પિટલમાં લઈ ગયા બાદ ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવતી હતી.

એ દિવસે રાતે રુત્વી અજમેરાને પહેલાં અમારી પાસે લાવવામાં આવી હોત તો અમે જરૂર તેને બચાવી શકત એવો આત્મવિશ્વાસ દર્શાવતાં ડૉ. પ્રિયંકા લોખંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે પેશન્ટોની લાઇન લાગી હતી છતાં અમારી પાસે દવાનો પૂરતો સ્ટૉક હોવાથી અમને કોઈ સમસ્યા નડી નહોતી. હૉસ્પિટલમાં આવી રહેલા ઈજાગ્રસ્ત લોકોનો પરિવાર શિસ્તબદ્ધ રીતે રહે એની વ્યવસ્થા શાંતિનિકેતન સોસાયટીનાં સભ્યો ભાવના શાહ અને લતીફ ખાને સંભાળી હતી.’

અમારો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો એમ જણાવતાં ડૉ. પ્રફુલ્લ લોખંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાંતિનિકેતનની જેમ સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓ અમારા પરિવારના સભ્યો જ છે. અમે ૮ વર્ષ ડૉક્ટરનું ભણ્યાં અને ૨૦ વર્ષથી પ્રૅક્ટિસ કરીએ છીએ. અમને આ વષોર્માં અમારા પરિવારની સેવા કરવાનો મોકો મળ્યો નથી. મંગળવારની દુર્ઘટના પછી અમે અમારા સ્ટાફને ખડેપગે રહેવાની સૂચના આપી દીધી હોવાથી સ્ટાફ પણ હાજર હતો. અમને બધાને અમારા પરિવારની સેવા કર્યાનો અહેસાસ થયો હતો. અમને ભગવાને સારી તક આપી હતી.’

Comments (2)Add Comment
...
written by aarti, July 29, 2017
bhot dnyvad aise manavtavadi ko ;salam karte hai;;aap jaise ache logose hi ye duniya tiki hai
report abuse
vote down
vote up
Votes: +1
...
written by aarti, July 29, 2017
bhot dnyvad aise manavtavadi ko ;salam karte hai;;aap jaise ache logose hi ye duniya tiki hai
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK