બે મહિના પહેલાં નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન કૅન્સલ થયું હતું

ઘાટકોપર (વેસ્ટ)માં મંગળવારે ધરાશાયી થયેલા સિદ્વિ સાંઈ અપાર્ટમેન્ટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શિતપ હૉસ્પિટલનું રજિસ્ટ્રેશન બે મહિના પહેલાં કૅન્સલ થયું હતું. આ બંધ થઈ ગયેલી હૉસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે રિનોવેશનના કામને પગલે બિલ્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના બની હતી..

BMCના હેલ્થ-ઑફિસર ડૉ. પદ્મજા કેશકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેનાનો સ્થાનિક કાર્યકર સુનીલ શિતપ પત્ની સ્વાતિ શિતપ સાથે મળીને હૉસ્પિટલ ચલાવતો હતો. તેણે કરેલી રિક્વેસ્ટના આધારે રજિસ્ટ્રેશન કૅન્સલ કરવામાં આવ્યું હતું. હૉસ્પિટલ બંધ થઈ ગયા પછી પણ ત્યાં પેશન્ટોને જોવામાં આવતા હતા કે કેમ એની અમે તપાસ કરીશું. સુનીલ શિતપે રજિસ્ટ્રેશન કૅન્સલ કરવાની માગણી શા માટે કરી હતી એને મને ખબર નથી.’

૩૦ કલાક બાદ રેસ્ક્યુ-ઑપરેશન સમાપ્ત

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્ક પાસેનું સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ મંગળવારે સવારે ૧૦.૪૩ વાગ્યે તૂટી પડ્યા બાદ શરૂ થયેલું રેસ્ક્યુ-ઑપરેશન ગઈ કાલે ૩૦ કલાક બાદ સમાપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. આ ઑપરેશન દરમ્યાન કુલ ૨૯ જણને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૧૨ જણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે ૪.૨૫ વાગ્યે ઑપરેશન પૂરું થયેલું જાહેર કરવામાં આવ્યું હતું.

N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી સાત જણને જુદી-જુદી હૉસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. કાટમાળમાંથી નીકળેલો કીમતી સામાન પોલીસની દેખરેખમાં સલામત જગ્યાએ મૂકવામાં આવ્યો છે. બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ રેસ્ક્યુ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં ૬ JCB મશીન, ૨૦ ડમ્પર અને ૩૦૦ લેબરની સાથે ફાયર-બ્રિગેડ, NDRF અને નેવીની ટીમે સંયુક્ત કામગીરી બજાવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy