શિવસેનાના નીંભર રાજકારણીએ લીધા નિર્દોષ લોકોના જીવ

ઘાટકોપરના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની કરુણાંતિકા, ૩ ફ્લૅટને સળંગ કરવા માટે બધા પિલર કાઢી નાખવામાં આવ્યા હતા




ગઈ કાલે રાત્રે ઘટનાસ્થળે પહોંચેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની સાથે કિરીટ સોમૈયા તથા પ્રવીણ છેડા. તસવીર : શાદાબ ખાન


શવસેનાનો ઘાટકોપરનો નેતા સુનીલ શિતપ



૩ મહિનાની રેણુકા તેની ૩૧ વર્ષની મમ્મી અમૃતાની બાંહોમાં જ મૃત્યુ પામી.

રોહિત પરીખ

ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેસ્ટહાઉસ બનાવવા માટે ત્રણ ફ્લૅટના પિલર ગેરકાયદે રીતે હટાવી દેતાં ઘાટકોપર (વેસ્ટ)માં દામોદર પાર્કને અડીને આવેલા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ચાર માળનું સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ ગઈ કાલે સવારે ૧૦.૪૩ વાગ્યે તૂટી પડ્યું હતું, જેમાં ત્રણ મહિનાની બાળકી સહિત ૧૪ લોકોનાં મોત થયાં હતાં. કાટમાળમાંથી ૧૫ રહેવાસીઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ હટાવવાનું કામ આજે પૂરું થાય એવી શક્યતા છે. આ બિલ્ડિંગમાં બારેક પરિવાર રહેતા હતા.

આ દુર્ઘટનામાં બચી ગયેલા આ સોસાયટીના રહેવાસીઓએ દુર્ઘટના માટે જવાબદાર શિવસેનાના નેતા સુનીલ શિતપ સામે ગુનો દાખલ કરવાની કરેલી માગણી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી લીધી હતી. રહેવાસીઓએ શિતપને મોતની સજાથી ઓછી સજા ન થવી જોઈએ એવી માગણી પણ કરી છે.

ગઈ કાલે મોડી રાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓની માગણીને વશ થઈ શિવસેનાના સ્થાનિક કાર્યકર સામે FIR દાખલ કરવાની જાહેરાત કરી હતી.

સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ ૩૫ વર્ષ જૂનું બિલ્ડિંગ હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોરના ત્રણ ફ્લૅટ અને પહેલા માળનો એક ફ્લૅટ શિવસેનાના ઘાટકોપરના નેતા સુનીલ શિતપના હતા. આ ત્રણ ફ્લૅટમાં મૅટરનિટી હૉસ્પિટલ ચાલતી હતી અને પહેલા માળે સુનીલ શિતપની ઑફિસ હતી. આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલ શિતપે છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાઉન્ડ ફ્લોરની હૉસ્પિટલ બંધ કરીને રિનોવેશન શરૂ કર્યું હતું. અમારામાંથી કોઈની હિંમત નહોતી કે તેના રિનોવેશનનો વિરોધ કરી શકીએ. એમાં તેણે ત્રણ ફ્લૅટને સળંગ કરવા માટે બધા જ પિલર હટાવી દીધા હતા, જેને કારણે ગઈ કાલની દુર્ઘટના બની હતી.’

કાટમાળમાંથી ફસાઈને સુરક્ષિત બહાર આવેલા ચોથે માળે રહેતા પ્રીતેશ ભૂપતરાય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે હું નહાવા ગયો હતો. એ સમયે નીચેથી જોરદાર બૂમો પડી કે ભાગો-ભાગો, બિલ્ડિંગ પડી જશે. આ બૂમો સાંભળીને મેં મારી મમ્મી રંજનબહેન, મારી પત્ની ધર્મિષ્ઠા અને મારી દીકરી રુત્વીને કહ્યું કે તમે જલદીથી નીચે ઊતરી જાઓ, હું પાછળ આવું છું. હું બાથરૂમમાંથી બહાર નીકળું ત્યાં સુધીમાં માટીના ગોટેગોટા નીચેની બાજુ જોવા મળ્યા હતા. મારો પરિવાર નીચેની બાજુ દાદરા ઊતરીને ગયો હતો, જ્યારે હું કપડાં પહેરીને ટેરેસ તરફ દોડ્યો હતો, પરંતુ હું ઉપર પહોંચું એ પહેલાં જ બિલ્ડિંગ ધડાકા સાથે જમીનદોસ્ત થઈ ગયું હતું.’

થોડી વારમાં સૌથી પહેલી સ્થાનિક રહેવાસીઓની અને સામાજિક કાર્યકરોની આવેલી ટીમે મને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો એમ જણાવતાં પ્રીતેશ શાહે કહ્યું હતું કે ‘મને ડાબા હાથમાં અને પીઠ પર મૂઢમાર લાગ્યો હતો. નજીકની હૉસ્પિટલમાં હું સારવાર લઉં એ પહેલાં તો બીજા અનેક જણને શાંતિનિકેતનમાં આવેલા લોખંડે નર્સિંગ હોમમાં લોકો લઈને આવતા હતા.’

આ આખો બનાવ સુનીલ શિતપની બેદરકારીને લીધે જ બન્યો છે એમ જણાવતાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલ શિતપ ઘાટકોપરમાં અનેક ભૂખંડ-કૌભાંડમાં ફસાયેલો છે. તેણે અનેક જમીનો ગેરકાયદે રીતે હડપી લીધી છે. આ સોસાયટીમાં પણ તેણે હૉસ્પિટલમાંથી ગેસ્ટહાઉસ બનાવવા માટે રિનોવેશન શરૂ કર્યું હતું, જેમાં તેણે ગેરકાયદે રીતે પિલર હટાવવાને કારણે આખી દુર્ઘટના બની હતી. સુનીલ શિતપ સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તેનાં ગેરકાયદે કામોની તપાસ થવી જોઈએ.’

મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BMCના કમિશનર અજૉય મેહતાને ઘાટકોપરની બિલ્ડિંગ-દુર્ઘટનાની તપાસ ૧૫ દિવસમાં કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મુદ્દો ગઈ કાલે વિધાનસભામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ઉપાડ્યો હતો એના અનુસંધાનમાં મુખ્ય પ્રધાને આ માહિતી આપી હતી.

૧૪નાં મોત

રંજન શાહ (૬૩ વર્ષ)

રુત્વી શાહ (૧૪ વર્ષ)

રેણુકા ઠક (ત્રણેક મહિના)

મનસુખ ગજ્જર (૭૫ વર્ષ)

અમૃતા ઠક (૩૧ વર્ષ)

પંઢરીનાથ ડોંગરે (૭૫ વર્ષ)

મનોરમા ડોંગરે (૨૦ વર્ષ)

ક્રિશવ ડોંગરે (૧ વર્ષ)

દિવ્યા અજમેરા (૪૮ વર્ષ)

સુલક્ષણા ખાનચંદાણી (૮૦ વર્ષ)

મિકુલ ખાનચંદાણી (૨૦ વર્ષ)

કિશોર ખાનચંદાણી (૫૦ વર્ષ)

બે વ્યક્તિની ઓળખ બાકી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK