શિવસેનાનો લીડર એટલો માથાભારે હતો કે બધા રહેવાસીઓ તેનાથી થરથર ધ્રૂજતા હતા

દુર્ઘટના બની કે તરત જ શિતપ દંપતી અદૃશ્ય થઈ ગયું


Shiv Sena leader's nursing home held responsible for Ghatkopar building collapse


બોરીવલીના લક્ષ્મી છાયા બિલ્ડિંગ જેવી જ દુર્ઘટના ગઈ કાલે સવારે ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્ક નજીક આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સમાં બની હતી. ૨૦૦૭માં લક્ષ્મી છાયા બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી જ્વેલરી-શૉપમાં બિલ્ડિંગ-સ્ટ્રક્ચર સાથે છેડછાડ કરવાને કારણે તૂટી પડ્યું હતું. એમાં ૨૯ લોકો માર્યા ગયા હતા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. એવી જ ઘટના ગઈ કાલે સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સમાં બની હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હૉસ્પિટલના પિલરમાં ગેરકાયદે રીતે છેડછાડ કરવાને કારણે એ ધરાશાયી થઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરના માલિક શિવસેનાના સ્થાનિક હોદ્દેદાર સુનીલ શિતપ અને તેમનાં પત્ની સ્વાતિ શિતપ છે. સ્વાતિ શિતપ મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં શિવસેનાનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ તેમનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અર્ચના ભાલેરાવ સામે પરાજય થયો હતો.

સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના ચોથા ફ્લોર પર રહેતાં રંજના શાહના પુત્ર આતિશ શાહે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હૉસ્પિટલમાં કંઈક સમારકામ ચાલી રહ્યું હોવાની અમને શંકા હતી, પરંતુ તે એટલો પહોંચેલો માણસ હતો કે કોઈનામાં તેમને અટકાવવાની હિંમત નહોતી. અમને માત્ર એટલી ખબર છે કે અમારી ઇમારત જર્જરિત નહોતી.’

ઇમારતમાં બીજા ફ્લોર પર રહેતાં રીટા દોશી દીકરા સાથે મંદિરમાં દર્શન કરવા ગયાં હોવાને કારણે બચી ગયાં હતાં. ‘મિડ-ડે’ સાથે ગઈ કાલે બપોરે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘મારા પતિ સારા હશે એવી આશા હું રાખી રહી છું. શું શિતપ અમને અમારાં ગુમાવેલાં ઘર પાછાં આપશે. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ હું મારા પતિ સાથે સંપર્ક કરી શકી નથી. શિતપની સત્તાના ડરથી કોઈ પણ વ્યક્તિ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી શકતી નહોતી કે તેમને કોઈ સવાલ પૂછી શકાતો નહોતો.’

આ ઘટના બની ત્યારે સ્વાતિ શિતપ અહીં જ હતાં, પરંતુ ત્યાર બાદ તેઓ ગાયબ થઈ ગયાં છે અને તેમનો ફોન પણ સ્વિચ્ડ-ઑફ છે. સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની નજીક આવેલી આનંદીબાઈ ચાળમાં રહેતા એક રહેવાસીએ કહ્યું હતું કે ‘આ ઘટના વખતે સ્વાતિ શિતપ બિલ્ડિંગની નજીક જ હતાં. જ્યારે કેટલાક સ્થાનિક મીડિયાવાળાઓ ઘટનાસ્થળે આવ્યા ત્યારે ‘આ કાંઈ મોટી ઘટના નથી’ એવો દાવો કરીને તેમને દૂર હડસેલતાં હતાં. મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ જતાં સ્વાતિ શિતપ ત્યાંથી ગાયબ થઈ ગયાં હતાં. સમારકામને કારણે હૉસ્પિટલ ખાલી હોવાથી ઘણા લોકોના જીવ બચ્યા હતા અન્યથા મૃત્યુઆંક વધી જાત.’

સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટના પહેલા માળે રહેતાં વંદના સિંહે કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા બાંધકામનો સતત અવાજ આવતો હતો. એ હૉસ્પિટલ શિવસેનાના નેતાની હોવાથી અમને તકલીફ થતી હોવા છતાં અમે ફરિયાદ નહોતા કરી શકતા.’

sunil


દીકરીને ટ્યુશનમાં મૂકવા માટે બિલ્ડિંગ ધરાશાયી થયું એની પાંચ મિનિટ પહેલાં જ ઘરમાંથી બહાર નીકળી ગઈ હોવાથી વંદના સલામત છે. વળી તેનો પતિ અને દીકરો સવારે જ ઘરેથી બહાર ગયા હતા. વંદનાએ કહ્યું હતું કે ‘અમે નસીબદાર હતાં એટલે બચી ગયાં, પરંતુ અમારા બિલ્ડિંગના ઘણા રહેવાસીઓને અમે ગુમાવી દીધા છે. હું રંજના શાહને અમારા બિલ્ડિંગના દરવાજા પાસે જ મળી હતી જેઓ દર્શન કરીને પાછાં આવ્યાં હતાં. ત્યાર બાદ આ ભયાનક બનાવ બન્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK