ઘાટકોપરમાં ૬૦ વર્ષ જૂના મંદિરને તોડવા ગયેલી BMCની ટીમે ભીડ જોઈને પીછેહઠ કરી

કામમાં વિઘ્ન નાખવા બદલ ૧૭ લોકો સામે પોલીસ-ફરિયાદ દાખલ થઈ


temple


રોહિત પરીખ


ઘાટકોપર (ઈસ્ટ)ની હિંગવાલા લેન પાસેના બાબલીપાડામાં આવેલા ૬૦ વર્ષ જૂના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને તોડવા ગયેલી BMCની ટીમને સ્થાનિક શ્રદ્ધાળુ ભક્તોએ વિરોધ કરીને અટકાવી હતી. શ્રદ્ધાળુ ભક્તોને શુક્રવારથી જ એ વાતનો અણસાર આવી ગયો હોવાથી ગઈ કાલે સવારે આઠ વાગ્યાથી મંદિર પાસે ભેગા થઈને તેઓએ ભજનર્કીતન શરૂ કરી દીધાં હતાં. જોકે BMCના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે હાઈ કોર્ટનો આદેશ હોવા છતાં આ કામ અટકાવવા બદલ BMCએ ૧૭થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

શ્રદ્ધાળુ ભક્તોએ મંદિરનો બચાવ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે જમાનામાં આ મંદિર બન્યું હતું એ સમયે આ વિસ્તારમાં સ્લમ સિવાય કાંઈ નહોતું. જેમ-જેમ ઘાટકોપરનો વિકાસ થતો ગયો એમ બિલ્ડિંગો બનતાં ગયાં અને એ બિલ્ડિંગો રોડ પરની ફુટપાથ પર આવી ગયાં હતાં. આમ છતાં આ મંદિર ટ્રાફિક માટે કે સ્થાનિક રહેવાસીઓ માટે સહેજ પણ નડતરરૂપ નથી બનતું. ઉપરથી આ વિસ્તારના રહેવાસીઓ માટે આ મંદિર સુરક્ષાચક્ર છે છતાં હાઈ કોર્ટના આદેશને કારણે BMCની ટીમ ગઈ કાલે આ મંદિર તોડવા આવી હતી, પણ અમે સૌએ એનો સખત વિરોધ કર્યો હતો.’

અમે મુંબઈના મેયર સુધી જઈને આ મંદિરના તોડકામને અટકાવવા માટે મહેનત કરી હતી એમ જણાવતાં આ ભક્તોએ કહ્યું હતું કે ‘ઘાટકોપરના N વૉર્ડ ઑફિસના અધિકારીઓએ અમારી વિનંતીને માન આપ્યું નહોતું. અમે તેમની પાસે ફક્ત બે દિવસનો સમય માગ્યો હતો છતાં હાઈ કોર્ટનો આદેશ છે એટલે અમે તમને સમય આપી શકીએ નહીં એમ કહીને સમયમર્યાદા વધારી આપવાનો ઇનકાર કર્યો હતો. એને લીધે અમારા કાર્યકરો છેક મેયર અને કમિશનર સુધી ગયા હતા. આ બધો સમય જતાં ગઈ કાલે ડિમોલિશન અટકી ગયું હતું.’

અમારા કામમાં વિઘ્ન નાખવા બદલ અમે ૧૭ લોકો સામે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એમ જણાવતાં N વૉર્ડ ઑફિસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિના પહેલાં આ મંદિર તરફથી નો-ડિમોલિશન એવો એક ૨૦૧૦નો પત્ર N વૉર્ડ ઑફિસમાં મોકલવામાં આવ્યો હતો. આ પત્રની સચ્ચાઈની તપાસ કરતાં એ પત્ર ખોટો નીકળ્યો હતો. એ ઉપરાંત ગઈ કાલે સવારથી રોડ પર ભજનર્કીતન કરીને તેઓએ અમારા કાર્યમાં દખલગીરી કરી હતી એટલે અમે હાઈ કોર્ટના આદેશ સામે દખલગીરી કરવા બદલ ૧૭ લોકો સામે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK