પબ્લિકનો રિક્ષા-ડ્રાઇવરોને પરચો

ઘાટકોપર સ્ટેશને ગઈ કાલે ઑટો-ડ્રાઇવર અને પૅસેન્જર વચ્ચેના વિવાદમાં વાતાવરણ વકર્યું: રિક્ષાવાળાઓએ પૅસેન્જરને માર્યો અને પબ્લિકે ચાર રિક્ષાઓની તોડફોડ કરીને તેમનો મિજાજ બતાવ્યો


auto


રોહિત પરીખ


રિક્ષાવાળાઓની દાદાગીરીના બનાવો દરરોજ અનેક લોકો સાથે બને છે. રિક્ષાવાળાઓ ભાડાનો ઇનકાર કરવાથી લઈને ભાડામાં અનેકગણો વધારો લઈને પૅસેન્જરોને લૂંટે છે એવી ફરિયાદો હવે સામાન્ય બની ગઈ છે અને એમાં ગઈ કાલે એક ઘટનાનો વધારો થયો હતો. ઘાટકોપર (વેસ્ટ)માં રેલવે-સ્ટેશનની બહાર ગઈ કાલે રાતે સાડાનવ વાગ્યે ભાડાની રકઝકમાં રિક્ષા-ડ્રાઇવરોએ ભેગા મળીને વિક્રોલી પાર્ક સાઇટના એક પૅસેન્જરને માર માર્યો હતો. એથી ઉશ્કેરાયેલા લોકોએ પોતાનો પરચો બતાવતાં ત્યાં ઊભેલી ચાર રિક્ષાની તોડફોડ કરી હતી. એને કારણે ઘાટકોપર રેલવે-સ્ટેશન પાસેનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. પોલીસની ચાર વૅને આવી પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

આ બનાવને જોનાર સ્ટેશન પર ઊભા રહેતા એક ફેરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રાતે સાડાનવ વાગ્યે એક પૅસેન્જર પાસે રિક્ષા-ડ્રાઇવરે મીટરથી વધારે ભાડું માગતાં પૅસેન્જર ભડક્યો હતો. ત્યાર બાદ તેની અને રિક્ષા-ડ્રાઇવર વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. થોડી વારમાં તો બીજા રિક્ષા-ડ્રાઇવરો ભેગા થઈ ગયા અને પૅસેન્જરને જોરદાર માર માર્યો હતો. એને લીધે તેના માથામાં માર વાગ્યો હતો. પોતાનો જીવ બચાવવા આખરે પૅસેન્જર સામેના બિલ્ડિંગની એક દુકાનમાં જઈને છુપાઈ ગયો હતો. એને કારણે તે બચી ગયો હતો, નહીંતર રિક્ષા-ડ્રાઇવરોએ તેનો જીવ લઈ લીધો હોત.’

જોકે રિક્ષા-ડ્રાઇવરોની દાદાગીરી અને મારઝૂડ જોઈને પબ્લિક ઉશ્કેરાઈ ગઈ હતી એમ જણાવતાં એક દુકાનદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં દરરોજ રિક્ષા-ડ્રાઇવરો અને પૅસેન્જર વચ્ચે વિવાદ થતા હોય છે, પણ ગઈ કાલે મામલો જબરદસ્ત તંગ બની ગયો હતો. રિક્ષા-ડ્રાઇવરોની દાદાગરી પબ્લિકથી સહન થઈ નહોતી એટલે પબ્લિકે ભેગા થઈને ચારેય રિક્ષા-ડ્રાઇવરોની રિક્ષા તોડીફોડી નાખી હતી. સમયસર પોલીસ ન આવી હોત તો આ વિસ્તારમાં તોફાન ફાટી નીકળ્યું હોત.’

આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ પહેલાં બે જ બીટ-માર્શલ આવ્યા હતા એની ટીકા કરતાં ત્યાં હાજર લોકોએ કહ્યું હતું કે ‘પોલીસ-કન્ટ્રોલમાં ફોન કર્યા પછી પહેલાં તો બે જ બીટ-માર્શલ મોટરબાઇક પર આવ્યા હતા, પરંતુ રિક્ષા-ડ્રાઇવરોએ તેમની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ત્યાર પછી પોલીસ-વૅનો આવી જતાં મામલો શાંત પડ્યો હતો. આમ છતાં વાતાવરણ એક કલાક સુધી તંગ જ રહ્યું હતું.’

રિક્ષાવાળાઓને તો પબ્લિક જ સીધા કરી શકશે એમ જણાવતાં ત્યાં હાજર રહેલા એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅસેન્જરનાં ભાડાં નકારવાં કે ભાડાં વધારે લેવાં જેવી અનેક ફરિયાદો પૅસેન્જરોની રિક્ષાવાળા સામે હોય જ છે. એની સામે આજે અનેક પ્રાઇવેટ કંપનીઓ સુવિધાજનક મુસાફરી સાથે સસ્તાં ભાડાં ટૅક્સીનાં લઈ રહી છે  છતાં રિક્ષાવાળા સુધરવા તૈયાર નથી. તેમની સામે પબ્લિક જ શિક્ષાત્મક પગલાં લઈ શકે છે અને એવું અહીં પબ્લિકે કરી બતાવ્યું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK