રસ્તો રોકીને બેસતા કાર-ડીલર સામે કોઈ ઍક્શન લેવાશે ખરી?

કામા લેનની સ્કૂલની બાલિકાઓનો રાજનેતાઓ અને ટ્રાફિક-વિભાગને સવાલ

car delaer

સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિક અને બાલિકાઓની હાલત.



રોહિત પરીખ

રાજનેતાઓ અને ટ્રાફિક-વિભાગને બાલિકાઓના જીવ કરતાં વધારે કોઈના બિઝનેસની વધુ ચિંતા છે. આનું બેસ્ટ ઉદાહરણ ઘાટકોપર-વેસ્ટની કામા લેન છે. કામા લેનમાં શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની બાજુમાં જ નાનકડી ઑફિસ લઈને એક વ્યક્તિ જૂની કાર લેવા-વેચવાનો ધંધો કરે છે. આ કાર-ડીલર તેની કારોને કામા લેનના મુખ્ય રસ્તા પર પાર્ક કરે છે જેને કારણે સ્કૂલની બાલિકાઓ અને અહીંના રહેવાસીઓને પણ તકલીફ પડે છે. આ વિશેની અનેક ફરિયાદો વષોર્થી રાજનેતાઓ અને ટ્રાફિક-વિભાગ સુધી ગઈ હોવા છતાં બન્નેમાંથી કોઈ જ આ કાર-ડીલર સામે કાર્યવાહી કરતું નથી એવી સ્થાનિક રહેવાસીઓ અને બાલિકાઓના વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે.

આ સંદર્ભમાં એક બાલિકાના વાલીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં મિડ-ડે LOCALમાં આ સમસ્યાને વાચા આપવામાં આવી હતી. એ સમયથી  આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ થયું નથી. આ કાર-ડીલર તેની કાર રોડ પર પાર્ક કરે છે જેને કારણે સ્કૂલમાં બાલિકાઓને તેડવા-મૂકવા આવતી બસોને પાર્કિંગ કરવા માટે જગ્યા મળતી નથી. સ્કૂલના સમયે એક બાજુ બધી કારો પાર્ક થયેલી હોય છે, જ્યારે બીજી બાજુ સ્કૂલની બસો પાર્ક કરવામાં આવે છે જેને લીધે રસ્તો સાંકડો થઈ જવાથી ટ્રાફિક જૅમ થઈ જાય છે. બાલિકાઓને રસ્તા પર જોખમી રીતે ચાલવું પડે છે.’


car delaer

બાલિકાઓને ચાલવામાં નડતરરૂપ બનતાં ફુટપાથ પરનાં સુકાયેલાં વૃક્ષો.


બાલિકાઓને સુરક્ષિત રીતે ચાલવા માટે ફુટપાથનો ઉપયોગ કરવો પડે છે. આ બાબતે સ્કૂલના વાલીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીંની ફુટપાથ પર સુકાયેલાં વૃક્ષો સુધરાઈ હટાવતી નથી. કદાચ એની પાછળનો તેમનો પર્યાવરણપ્રેમ હશે, પણ આ વૃક્ષો સાવ જ સુકાઈ ગયાં છે જે કોઈ પણ રીતે પર્યાવરણ માટે ફાયદાકારક નથી. એમાં એક વૃક્ષ તો ઑલરેડી કપાયેલું જ છે. આ વૃક્ષોને કારણે બાલિકાઓને ચાલવા માટે ફુટપાથ પર ખૂબ જ ઓછી જગ્યા બચે છે. માંડ એક બાલિકા આ વૃક્ષ પાસેથી પસાર થઈ શકે છે. કોઈ બિલ્ડરના ફાયદા માટે સુધરાઈ વૃક્ષ હટાવવાની પરવાનગી આપે છે એમ અહીં તો બાલિકાઓની સુરક્ષાનો સવાલ છે. સુધરાઈ કેમ વૃક્ષો હટાવવા તૈયાર થતી નથી? રાજનેતાઓ અને ટ્રાફિક-વિભાગ કાર-ડીલરની કાર હટાવવામાં નિષ્ફળ ગયા છે, પણ કદાચ વૃક્ષો સહેલાઈથી હટાવી શકશે એવું અમારું માનવું છે.’

ટ્રાફિક-વિભાગના નાટકના સંદર્ભમાં વાત કરતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ટ્રાફિક-વિભાગે એક દિવસ આવીને કાર-ડીલરને ટાયરમાં ભરાવવાના આઠ-દસ ક્લૅમ્પ આપી દીધા હતા. જેવી ટ્રાફિક-વિભાગ સુધી કાર-ડીલરના ગેરકાયદે પાર્કિંગની ફરિયાદ જાય કે તરત જ કાર-ડીલરના માણસો કારના ટાયર સાથે ક્લૅમ્પ લગાડી દેતા હતા જેથી એવું દૃશ્ય ઊભું થાય કે ટ્રાફિક-વિભાગે તેની સામે પગલાં લીધાં. ટ્રાફિક-વિભાગના આ નાટકની પોલ પણ ખૂબ ઓછા દિવસ છૂપી રહી, પછી આવા નાટક બંધ થઈ ગયા. ત્યાર પછી ટ્રાફિક-વિભાગે આ કાર-ડીલર સામે ઍક્શન લીધી જ નથી. આ ડીલર સિવાયની કારો કામા લેનમાંથી ટો થઈ જાય છે, પરંતુ કાર-ડીલરની કાર પર સેલનું બૉર્ડ લાગેલું હોવા છતાં એને કોઈ ટચ કરતું નથી. આ શું દર્શાવે છે એ કોઈને સમજાવવાની જરૂર છે ખરી?’

નગરસેવકની સ્પષ્ટતા રામજી આસર વિદ્યાલય-કિરોલ વિલેજના વિસ્તારોને આવરી લેતા સુધરાઈના વૉર્ડ-નંબર ૧૨૪ના કૉન્ગ્રેસના ગુજરાતી નગરસેવક પ્રવીણ છેડાએ સ્થાનિક રહેવાસીઓની આ ફરિયાદ સામે સ્પષ્ટતા કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ સમસ્યા વષોર્ જૂની છે. આની માટે સ્થાનિક રહેવાસીઓ અને સ્કૂલની બાલિકાઓના વાલીઓ તરફથી ફરિયાદ મળે છે. તેમની ફરિયાદ હોય કે ન હોય, હું આ વિશેની ફરિયાદ કુર્લાના ટ્રાફિક-વિભાગને સતત કરતો રહું છું. ટ્રાફિક-વિભાગના અધિકારીઓ ફરિયાદ મળતાં સંબંધિત કાર-ડીલરની સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. તેઓ ફક્ત નો પાર્કિંગમાં કાર ઊભી રાખવા સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. ઘણી વાર આવીને તેની કારના ટાયરને ક્લૅમ્પ પણ લગાડી જાય છે. ઓવરઑલ આ સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી, જે થવું જરૂરી છે.’

ટ્રાફિક-વિભાગ શું કહે છે?

કુર્લા ટ્રાફિક-વિભાગ કે જેની હેઠળ ઘાટકોપર-વેસ્ટનો કામા લેનનો વિસ્તાર આવેલો છે એના સિનિયર ઇન્સ્પેક્ટર કુલકર્ણીએ આ બાબતમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું જ્યારથી કુર્લા વિભાગ સંંભાળું છું ત્યારથી મને આ કાર-ડીલરના વિરોધમાં કોઈ જ ફરિયાદ મળી નથી. મને મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ તરફથી જ આ સમસ્યા બાબતની જાણકારી મળી છે. અગાઉ કામા લેનની મહિલા કૉલેજનાં પ્રિન્સિપાલ તરફથી ગેરકાયદે પાર્કિંગ સંબંધી ફરિયાદ મળી હતી જેના પર મેં તરત જ ઍક્શન લીધી હતી. મને નગરસેવક કે રહેવાસીઓ તરફથી લેખિતમાં ફરિયાદ મળશે તો હું ચોક્કસ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી દઈશ. આ મારી ફરજ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK