હવે સ્મશાનમાં પણ 4G ટાવર

ખુલ્લાં મેદાનો અને ગાર્ડનો પછી મરીન લાઇન્સ પાસેની ચંદનવાડી સ્મશાનભૂમિમાં એક મોબાઇલ કંપનીએ ટાવર બેસાડવાનું કામ શરૂ કરતાં ઊહાપોહ : સુધરાઈના સંબંધિત અધિકારીઓ અને સ્મશાનના ટ્રસ્ટી સામે પોલીસમાં થઈ ફરિયાદ


smashan


રોહિત પરીખ


સુધરાઈએ ખુલ્લી જગ્યાઓમાં 4G કમ્યુનિકેશન ટાવર બેસાડવાની પરવાનગી આપી ત્યારે લોકોને ખબર નહોતી કે ખુલ્લાં મેદાનો અને ગાર્ડનોની સાથે એણે સ્મશાનભૂમિમાં પણ આ ટાવર બેસાડવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે મરીન લાઇન્સ રેલવે-સ્ટેશન પાસે આવેલી ૧૪૨ વર્ષ જૂની મુંબઈ હિન્દુ દહન અને દફન સ્મશાનભૂમિ (ચંદનવાડી)માં મોબાઇલ ટાવર બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે રાજનેતાઓ અને સ્થાનિક રહેવાસીઓ આ કામ રોકવા માટે દોડી આવ્યા હતા. આ સ્મશાનભૂમિમાં જે જગ્યામાં બાળકોની વર્ષોથી દફનવિધિ કરવામાં આવે છે એ જગ્યામાં એક મોબાઇલ કંપનીએ બુધવારે રાતના જ ટાવર બેસાડવાની શરૂઆત કરી દીધી હતી. એ પણ સ્મશાનભૂમિની દીવાલ તોડીને. આ વાતની સ્થાનિક રાજનેતાઓને અને રહેવાસીઓને ખબર પડતાં જ તેઓ બધા આ કામ રોકવા માટે દોડીને આવી ગયા હતા. ત્યાર બાદ સુધરાઈના સંબંધિત વિભાગના અધિકારીઓ અને સ્મશાનભૂમિના ટ્રસ્ટી સામે લોકમાન્ય ટિળક માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સુધરાઈએ માર્ચ મહિનાના અંતમાં મુંબઈમાં ચેમ્બુર, ઘાટકોપર અને બાંદરા સહિત ૯૭ ખુલ્લાં મેદાનો અને ગાર્ડનોમાં ૪ઞ્ના ટાવર બેસાડવા માટે પરવાનગી આપી હતી. સુધરાઈએ મોબાઇલ ટાવરોની પરવાનગી આપી એ જ સમયે શહેર અને ઉપનગરોના રહેવાસીઓએ આ બાબતનો સખત વિરોધ કર્યો હતો. સાયન અને ચેમ્બુરના રહેવાસીઓ સહિત અનેક બિનસરકારી સંસ્થાઓએ આનો વિરોધ કર્યો હતો. આમ છતાં અનેક ગાર્ડનોમાં ટાવર લાગ માંડ્યા છે.

કાલબાદેવીના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક જનક સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોબાઇલ કંપનીઓને જ્યારથી સુધરાઈ તરફથી 4G કમ્યુનિકેશનના ટાવર બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારથી રમવાનાં ખુલ્લાં મેદાનો અને ગાર્ડનોમાં લોકોનો વિરોધ હોવા છતાં મોબાઇલના ટાવરો બેસાડવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક રહેવાસીઓ ટાવરોનો વિરોધ કરીને કામમાં અવરોધક ન બને એ માટે તેઓ આ કામ રાતના સમયે કરે છે.’

બુધવારે રાતના પણ ચંદનવાડી સ્મશાનભૂમિમાં આ જ રીતે ટાવરનું ઇન્સ્ટૉલેશન કરવામાં આવ્યું હતું એમ જણાવતાં જનક સંઘવીએ કહ્યું હતું કે ‘ચંદનવાડીમાં બાળકોને દફનાવવાની જગ્યા પર ટાવર બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું એટલે તરત જ કૉન્ગ્રેસના સ્થાનિક નેતા સુનીલ નલસાળે, ભૂતપૂર્વ નગરસેવક ગુણવંત શેઠ, વિધાનસભ્ય રાજ પુરોહિત અને મારા સહિત અનેક રાજકીય નેતાઓ અને રહેવાસીઓ આ કામનો વિરોધ કરવા સવારે પોણાઅગિયાર વાગ્યે સ્મશાનભૂમિ પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ આ બાબતે સુધરાઈના C વૉર્ડના અધિકારીઓનો સંપર્ક કરીને તેમને ચંદનવાડી બોલાવવામાં આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે આ અધિકારીઓ, બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના સુધરાઈના અધિકારીઓ, લોકમાન્ય ટિળક માર્ગ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ બધા જ આ બાબતથી અંધારામાં હતા. બધાનું કહેવું હતું કે અમે પરવાનગી આપી નથી. નવાઈની વાત એ હતી કે આટલો બધો ઊહાપોહ થવા છતાં આ સ્મશાનભૂમિનો એક પણ ટ્રસ્ટી કે કાર્યકર ત્યાં હાજર થયો નહોતો.’

આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં જનક સંઘવીએ કહ્યું હતું કે ‘લગભગ અઢી કલાક સુધી બધા જ રાજકીય પક્ષોના નેતાઓ આ મુદ્દે એકમત થઈને વિરોધ કરવા હાજર થયા હતા; પણ અમારી સામે ટાવરનું ઇન્સ્ટૉલેશન કરી રહેલો કૉન્ટ્રૅક્ટર કે સંબંધિત મોબાઇલ કંપનીનો કોઈ અધિકારી કે એન્જિનિયર સ્મશાનભૂમિમાં હાજર નહોતો. આથી કૉન્ગ્રેસના સ્થાનિક નેતા સુનીલ નલસાળેએ ટ્રસ્ટ અને સુધરાઈના અધિકારીઓ સામે લોકમાન્ય ટિળક માર્ગ પોલીસ-સ્ટેશનમાં FIR નોંધાવ્યો હતો.’

ટ્રસ્ટીનો ખુલાસો

આ સ્મશાનભૂમિના ૮૨ વર્ષના ટ્રસ્ટી પ્રદ્યુમ્ન બધેકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક કંપનીને આ હિન્દુ સ્મશાનભૂમિમાં ટાવર બાંધવાની પરવાનગી આપી હતી. જોકે અમારી શરત એ હતી કે પહેલાં તમે આ બાબતની સુધરાઈના સંબંધિત વિભાગમાંથી અને અન્ય વિભાગોમાંથી પરવાનગી લઈને આવો, પછી આપણે આ બાબતમાં આગળ વધીશું. અમારા અચરજ વચ્ચે કંપનીએ સ્મશાનભૂમિની એક દીવાલ તોડીને ક્યારે આ કામ શરૂ કરી દીધું એની અમને ખબર નથી. એણે આ કામ અમારી રજા વગર કર્યું છે એમાં કોઈ શંકા નથી.’

બાળકોની દફનક્રિયાની જગ્યા બાબતનો ખુલાસો આપતાં પ્રદ્યુમ્ન બધેકાએ કહ્યું હતું કે ‘આ જગ્યા પર ત્રણ વર્ષથી બાળકોની દફનક્રિયા બંધ કરવામાં આવી છે. એ જગ્યા ખાલી જ પડી છે એને લીધે અમે એ જગ્યામાં ટાવર બાંધવાનો કંપની સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. કંપનીએ અમારી રજા વગર જ આ કામ કરતાં અમે એનો કૉન્ટ્રૅક્ટ હવે કૅન્સલ કરીશું. અમે આ અગાઉ પણ એક કંપની સાથે આ કારણસર કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કર્યો હતો.’

પોલીસ શું કહે છે?

લોકમાન્ય ટિળક માર્ગ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે સુનીલ નલસાળેની આ બાબતની ફરિયાદ લીધી હતી. અમે એમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.’

સુધરાઈ શું કહે છે?

ગઈ કાલે રાજનેતાઓ ટાવરનો વિરોધ કરવા જમા થયા પછી સુધરાઈના અધિકારીઓને બોલાવ્યા હતા. એ સમયે હાજર રહેલા સુધરાઈના C વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સત્યપ્રકાશ સિંહે કહ્યું હતું કે અમે આ ટાવર બાંધવાની પરવાનગી કોઈ પણ કંપનીને આપી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK