મારા પરિવારોની સામે રિક્ષાઓની શું વિસાત

ઘાટકોપરના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની દુર્ઘટનામાં બે ઑટો ગુમાવી દેનારા શ્યામસુંદર પાન્ડેની મનોવેદના

auto

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)માં જમીનદોસ્ત થઈ ગયેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓના રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, સ્વજનોને મંગળવારની દુર્ઘટનાથી જબરદસ્ત આંચકો લાગ્યો છે. લોકો હજીયે આ વાતને ભૂલી નથી શકતા. સૌની આંખો ભીની થઈ જાય છે. આવા જ સ્વજનોમાં એક નામ છે ૪૨ વર્ષના શ્યામસુંદર પાન્ડેનું.

શ્યામસુંદર સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની દીવાલને જ અડીને રહે છે, જેની બે રિક્ષાઓનો આ દુર્ઘટનામાં કચ્ચરઘાણ નીકળી ગયો છે એમ છતાં તેને આ રિક્ષાઓ કરતાં તેણે ખોયેલા તેના ૧૭ પાડોશીઓનું વધુ દુખ છે. તે કહે છે, ‘મેં મારા પાડોશીઓને નહીં પણ મારા પોતાના પરિવારોને ખોયા છે. મારા પરિવારના સભ્યો અત્યારે બેઘર થઈ ગયા છે.’

શ્યામસુંદર પાન્ડે જ્યારે તેની મનોવેદનાની વાત કરતો હતો ત્યારે તેને જરાપણ અણસાર નહોતો કે તે ‘મિડ-ડે’ સાથે વાત કરી રહ્યો છે. તેને પહેલાં તો ‘મિડ-ડે’એ સામાન્ય રીતે પૂછ્યું હતું કે તારી રિક્ષાઓનું નુકસાન થયું તો હવે તારું ગુજરાન કેમ ચાલે છે. એના જવાબમાં તેણે તેના મનમાં અને દિલમાં ભરાયેલી દર્દભરી વાતો કરીને આસપાસ ઊભેલા લોકોની પણ આંખો છલકાવી દીધી હતી.

‘મિડ-ડે’ શ્યામસુંદર સાથે વાત કરી રહ્યું હતું ત્યારે તે તેની કચ્ચરઘાણ થઈ ગયેલી રિક્ષાઓને જોઈ રહ્યો હતો. એ જ સમયે તેની સાથે દુર્ઘટનાની વાત કરતાં શ્યામસુંદર જબરદસ્ત આક્રોશમાં આવી ગયો હતો અને તેનાં રડતાં નયનો સાથે તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે દિવસે દુર્ઘટના થઈ એ દિવસે હું ઘરની બહાર હતો. મને અગિયાર વાગ્યે પવઈના હીરાનંદાનીમાં આ દુર્ઘટનાના સમાચાર મYયા હતા. એ જ ક્ષણે હું ચોધાર આંસુએ રડી પડ્યો હતો. ત્યાર પછી હું ઘટનાસ્થળે આવ્યો ત્યારે તો ત્યાંનો સીન જોઈને હું ભાંગી જ પડ્યો હતો.’

સોસાયટીના બધા જ સભ્યો સાથે મારા ઘર જેવા સંબંધ હતા એમ જણાવતાં શ્યામસુંદર પાન્ડેએ કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગ બન્યું ત્યારે જ મને મારી જગ્યાની સામે એક નાનકડી જગ્યા બિલ્ડિંગને અડીને આપવામાં આવી હતી, જેમાં હું પરિવાર સાથે રહું છું. હું બ્રાહ્મણ હોવાથી સવારે જે કોઈ બહાર નીકળે તે ગુરુજી પ્રણામ કહીને તેના કામે જતું હતું. એટલો લાગણીનો અને પ્રેમભર્યો નાતો મારે આ સોસાયટીના પરિવારો સાથે હતો. એકબીજાની તકલીફ સમયે અમે બધા જ સાથે રહેતા હતા, પરંતુ મંગળવારે તેમના માથે આભ પડ્યું ત્યારે હું તેમને મદદ કરી શકું એવી પરિસ્થિતિમાં નહોતો.’

દુર્ઘટના બની એ સમયથી રાજનેતાઓ ઘટનાસ્થળે મીડિયા સામે ફોટો પડાવવા અને મોટી-મોટી વાતો કરવા આવી ગયા હતા એમ જણાવતાં શ્યામસુંદરે કહ્યું હતું કે ‘કોઈએ આવીને દુર્ઘટનાના અસરગ્રસ્તોને કહ્યું કે તમારી રહેવાની જગ્યાની ચિંતા નહીં કરતા, એનો પ્રબંધ એક-બે દિવસમાં થઈ જશે. કોઈ રાજનેતાએ આવીને દુર્ઘટનામાં ફસાયેલા માટે ખાવાનો પ્રબંધ કર્યો? આજે આ બધા પરિવારોએ તેમની નાની-મોટી ઘરવખરી પણ ગુમાવી દીધી છે. તેમને આશ્રય આપવાની કોઈ રાજનેતાએ વાત થીકરી. બધાએ ફક્ત શોબાજી જ કરી હતી.’

બોલતાં-બોલતાં જ શ્યામસુંદર રડી પડ્યો હતો.

મારી રિક્ષાઓ ખતમ થઈ ગઈ એ મહત્વનું નથી, મારા પરિવાર અત્યારે ખતમ થઈ ગયા છે એ મારા માટે મહત્વનું છે. આ પરિવારોનું પુનર્વસન ક્યારે થશે એવો સવાલ પૂછતાં શ્યામસુંદરે કહ્યું હતું કે ‘સરકારે પહેલાં આ પરિવારોના પુનર્વસન વિશે જાહેરાત કરીને તેમને ઘરોમાં વસાવવાની જરૂર છે. આ પરિવારોએ ખોયેલા અમારા સ્વજનો અને ઘરો સામે મારી રિક્ષાનું નુકસાન કોઈ જ સરખામણીમાં નથી.’

આ પરિવારોને આ હાલતમાં લાવનારને કુદરત સજા કરશે એ સંદર્ભમાં શ્યામસુંદરે કહ્યું હતું કે ‘જેનો પૈસો જે રીતે આવે છે એ રીતે જ જતો રહે છે. સમય તેને ફટકો આપે છે. મારા પરિવારોને બરબાદ કરનારી વ્યક્તિને કુદરત સજા આપશે એમાં શંકાને સ્થાન નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy