ક્રૅશ થયેલા પ્લેનના એન્જિન-ફેલ્યરની શક્યતા નથી: પાઇલટે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યાં નહોતાં

મૂળ ઉત્તર પ્રદેશ સરકારનું આ પ્લેન પ્રાઇવેટ ઍરલાઇનને વેચવામાં આવ્યું હતું

pilot

ગઈ કાલે બપોરે ઘાટકોપરના જાગૃતિનગર વિસ્તારમાં પ્રાઇવેટ ઍરોપ્લેન તૂટી પડતાં બે પાઇલટ, બે મેઇન્ટેનન્સ એન્જિનિયર અને એક રાહદારી મળીને પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. ઘાટકોપરની માણેકલાલ એસ્ટેટ પાસેના ટેલિફોન એક્સચેન્જ નજીક એક કન્સ્ટ્રક્શન-સાઇટ પાસે પ્લેન તૂટી પડ્યું હતું. કિંગ ઍર C૯૦ ૮ સીટર પ્લેને ટેસ્ટ-ફ્લાઇટ માટે જુહુ ઍરસ્ટ્રિપ પરથી ટેક-ઑફ કર્યા બાદ ચાર નૉટિકલ માઇલ દૂર હતું ત્યારે પાઇલટે ફ્લાઇટ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ટાવરનાં સૂત્રોએ જણાવ્યું હતું. ટેક-ઑફ પછી સંપર્ક સાધવાના ATCના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

એક વખતે ઉત્તર પ્રદેશ સરકારનું આ પ્લેન હતું અને એને થોડા સમય પહેલાં જ UY એવિયેશનને વેચવામાં આવ્યું હતું.

પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓમાં બે પાઇલટ ૪૮ વર્ષની મારિયા ઝુબેરી અને પ્રદીપ રાજપૂત, ૩૪ વર્ષની એન્જિનિયર સુરભિ ગુપ્તા અને ૨૧ વર્ષના ટેક્નિશ્યન મનીષ પાંડે તેમ જ રાહદારી ગોવિંદ દુબેનો સમાવેશ છે. પ્રાથમિક તપાસ માટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ની બે સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના અખત્યાર હેઠળની ઍરક્રાફટ્સના અકસ્માતોની તપાસ કરતી ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

તપાસનો આદેશ


DGCA અધિકારીઓએ પ્લેનના કાટમાળમાંથી વૉઇસ ડેટા રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) મેળવ્યું હતું. બ્લૅક બૉક્સ દુર્ઘટનાનાં કારણો શોધવામાં મદદરૂપ બનશે. નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રધાન સુરેશ પ્રભુએ ઘાટકોપરની માણેકલાલ એસ્ટેટ પાસેના પ્લેન-ક્રૅશની DGCA દ્વારા વિગતવાર તપાસનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લઈને તપાસનો આદેશ આપ્યો હતો.

એન્જિન-ફેલ્યરની શક્યતા નથી


જુહુથી જુહુ ક્રૉસ કન્ટ્રી ફ્લાઇટ પર નીકળેલું પ્લેન બપોરે ૧૨.૨૦ વાગ્યે રવાના થયા બાદ જુહુ ઍરસ્ટ્રિપ પર લૅન્ડિંગ માટે પાછું જતું હતું ત્યારે ૧.૧૧ વાગ્યે તૂટી પડ્યું હતું. પાઇલટ રોડ પર લૅન્ડિંગનો પ્રયાસ કરતો હોવાની શક્યતા ઍરર્પોટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીએ દર્શાવી હતી. DGCA અધિકારીએ પ્લેનના એન્જિન-ફેલ્યરની શક્યતા નકારતાં જણાવ્યું હતું કે ‘એન્જિન-ફેલ્યર હોત તો પાઇલટે કન્ટ્રોલ ટાવરને ડિસ્ટ્રેસ સિગ્નલ્સ મોકલ્યાં હોત. પ્રાથમિક તપાસમાં એવાં કોઈ ડિસ્ટ્રેસ સિગ્નલ્સ મોકલ્યાં હોવાની જાણકારી મળી નથી. જોકે ઍરર્પોટની આસપાસ બનતા હાઇરાઇઝ ટાવર્સ ફ્લાઇટની સેફ્ટી માટે જોખમરૂપ છે.’

pilot

નિવાસી વિસ્તારોમાં ટેસ્ટ-ફ્લાઇટ્સ વિશે પુનર્વિચાર

BJPના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે ‘મેં નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રધાન સુરેશ પ્રભુની સાથે વાત કરીને રિપેર કરાયેલા ઍરક્રાફ્ટ્સની ગીચ વસ્તી ધરાવતા નિવાસી વિસ્તારોમાં ટેસ્ટ-ફ્લાઇટ્સ સંબંધી ગાઇડલાઇન્સની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો હતો. સુરેશ પ્રભુ ગાઇડલાઇન્સ વિશે પુનર્વિચાર કરવા સંમત થયા હતા.’

સુખોઈની દુર્ઘટનામાં પાઇલટ્સ બચી શક્યા હતા


છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં પ્લેન-ક્રૅશની આ બીજી ઘટના છે. બુધવારે નાશિક પાસે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનું સુખોઈ પ્લેન તૂટી પડ્યું ત્યારે પાઇલટ અને ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર પૅરૅશૂટ દ્વારા સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ ગઈ કાલે પ્લેનની દુર્ઘટનામાં પાઇલટ્સ અને એન્જિનિયર્સ માટે બચવાનું શક્ય બન્યું નહોતું. જોકે પાઇલટ્સની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK