૧૧ કાર અને એક ઍક્ટિવા આગમાં સંપૂર્ણ બળીને ખાખ : ધડાકામાં જમીન ફાટી ગઈ

વિદ્યાવિહારની સ્કાયલાઇન ઓએસિસ સોસાયટીના બેઝમેન્ટમાં વહેલી સવારે લાગી રહસ્યમય આગ


car fire


રોહિત પરીખ

વિદ્યાવિહાર (વેસ્ટ)માં આવેલી સ્કાયલાઇન ઓએસિસ સોસાયટીના બેઝમેન્ટમાં ગઈ કાલે વહેલી સવારે સાડાચાર વાગ્યે આગ લાગતાં ૧૧ કાર અને એક ઍક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં હતાં, જ્યારે ૬ કારનો અમુક ભાગ મેલ્ટ થઈ ગયો હતો. આ આગ વિકરાળ હોવા છતાં કોઈને ઈજા થઈ નહોતી. વહેલી સવારે ધડાકા સાથે લાગેલી આગથી સોસાયટીના સભ્યોમાં ફફડાટ ફેલાયો હતો અને થોડી વાર માટે તેઓમાં દોડાદોડ મચી ગઈ હતી. ગઈ કાલ સાંજ સુધી આગનું કારણ જાણી શકાયું નહોતું, પરંતુ રહેવાસીઓનું માનવું છે કે કોઈક CNG કારમાં પહેલાં બ્લાસ્ટ થયો હશે અને ત્યાર બાદ વિકરાળ આગ ફાટી નીકળી છે.

આગની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી પ્રફુલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાચાર વાગ્યે સોસાયટીના બેઝમેન્ટમાં જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ બેઝમેન્ટમાં ૫૦થી વધુ કાર પાર્ક કરેલી હતી જેમાંથી એક નાની કારમાં અચાનક બ્લાસ્ટ થઈને આગ ફાટી નીકળી હતી. ગૅસ અને પેટ્રોલને કારણે ક્ષણભરમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. એ આગમાં નાની કારથી માંડી BMW જેવી ૧૧ કાર અને એક ઍક્ટિવા બળીને ખાખ થઈ ગયાં હતાં, જ્યારે ૬ કાર મેલ્ટ થઈ ગઈ હતી.’


ધડાકો એટલો જોરદાર હતો કે બેઝમેન્ટની જમીન ફાટી ગઈ હતી એમ જણાવતાં સ્થાનિક રહેવાસી મિતેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગ્યા બાદ અન્ય કારને બચાવવા માટે સોસાયટીના મેમ્બરોએ ખૂબ હિંમત દેખાડી હતી. જે ભાગમાં આગ લાગી હતી એ સિવાયની જગ્યાઓએ પાર્ક થયેલી કારોને સૌએ ફાસ્ટ નિર્ણય લઈને બેઝમેન્ટમાંથી બહાર કાઢી લીધી હતી. આગના સમાચાર મળતાં સ્થાનિક નગરસેવકો બિન્દુ ત્રિવેદી, પરાગ શાહ અને સામાજિક કાર્યકર પીયૂષ દાસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.’

આગને કારણે થયેલા અન્ય નુકસાનની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી વીર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગને કારણે બેઝમેન્ટના ઇલેક્ટ્રિક વાયર મેલ્ટ થઈ ગયા હતા, જ્યારે ઉપરના ત્રણ ફ્લૅટોમાં આગની જ્વાળાથી કાળાશ પથરાઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડની આઠથી દસ વૅન ઍમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવતાં તેમને બે કલાક લાગ્યા હતા.’

આગ બુઝાઈ ગયા પછી ગઈ કાલે બપોરે ફાયર-બ્રિગેડના અધિકારીઓએ સોસાયટીના સભ્યો સાથે મીટિંગ કરી હતી જેમાં આગ લાગે ત્યારે તાત્કાલિક શું પગલાં લેવાં એ વિશે સૌને જાણકારી અને માર્ગદર્શન આપ્યાં હતાં.

ફાયર-બ્રિગેડના એક અધિકારીએ આ બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગના કારણની અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ પ્રાથમિક તપાસમાં જણાય છે કે એક CNG કારમાં પહેલાં બ્લાસ્ટ થયો હશે અને ત્યાર બાદ આગ ફાટી નીકળી છે. એ આગ ફેલાઈ જતાં આસપાસની બીજી કારોમાં પણ ધડાકા થયા અને આગ આખા બેઝમેન્ટમાં પ્રસરી ગઈ.’ આગના કારણની અમે તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડનો એક-બે દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ આગના સાચા કારણની જાણ થશે. અમે જે કારમાં સૌથી પહેલાં આગ લાગી હોવાની શંકા છે એ કારના ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. એ સિવાય હાલમાં કાંઈ પણ કહેવું મુશ્કેલ હશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK