APMC માર્કેટના ગોડાઉનમાં બે વર્ષમાં બીજી વાર આગ લાગી

મસાલાના એક ગોડાઉનમાં લાગેલી ભીષણ : આગ બુઝાવતાં ફાયર-બ્રિગેડને પાંચ કલાકથી વધુ સમય લાગ્યો


ghatkopar

રોહિત પરીખ

આગ ઓલવવા માટે ગોડાઉનના અમુક ભાગને તોડી નાખવો પડ્યો : આગ બુઝાવવા જઈ રહેલું એક વૉટર-ટૅન્કર પલટી ખાઈ જતાં ડ્રાઇવર અને એક ફાયરમૅનને ઈજા નવી મુંબઈના વાશીમાં આવેલી APMC માર્કે‍ટની મસાલાબજારની B વિન્ગમાં મસાલાના એક ગોડાઉનમાં ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી.

આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ આગને બુઝાવવા જઈ રહેલું એક વૉટર-ટૅન્કર માર્કેટમાં ઊંધું વળી ગયું હતું. એને કારણે વૅનના ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા ફાયરમૅનને ઈજા થઈ હતી. તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આગના કારણની ફાયર-બ્રિગેડ તપાસ કરી રહી છે.

આગ બુઝાવતાં ફાયર-બ્રિગેડને પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતો એમ જણાવતાં B વિન્ગના સિક્યૉરિટી ગાર્ડે આગની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે B વિન્ગના ગાળા-નંબર ૩૪માં આગ લાગી હતી. ધુમાડા નીકળતા દેખાયા કે તરત જ મેં અને આ વિસ્તારમાં રહેતા માથાડી કામદારોએ તરત જ ફાયર-બ્રિગેડને બોલાવી હતી. ગોડાઉનમાં તમાલપત્ર હોવાથી આગ કન્ટ્રોલમાં આવતાં સમય લાગ્યો હતો.’

આગ બુઝાવવાની કામગીરીમાં ૩૩ નંબરના ગાળામાં પડેલાને માલને પણ ખાસ્સું નુકસાન થયું હતું.

આગના કારણની અમે તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં ફાયર-બ્રિગેડના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ગોડાઉનમાં બે વર્ષ પહેલાં પણ આગ લાગી હતી. ગઈ કાલે ભીષણ આગ હતી. અમારે આગ બુઝાવવા માટે ગોડાઉનના અમુક ભાગને તોડી નાખવો પડ્યો હતો. ત્યાર પછી પણ આગ બુઝાવવામાં અગવડ પડતાં અમારે ૬૦ ફુટ લાંબી સીડીવાળી બ્રેન્ટો વૅનની મદદ લેવી પડી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અમારું એક વૉટર-ટેન્કર માર્કેટમાં ઊંધું વળી જતા ડ્રાઇવર અને એક ફાયરમૅનને મામૂલી ઈજા થઈ હતી.’

બોરીવલીમાં લાગી આગ

બોરીવલી (વેસ્ટ)ના ચંદાવરકર રોડ પર ગોરા ગાંધી બિલ્ડિંગમાં  શનિવારે ઇલેક્ટ્રિક મીટર-બૉક્સમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ભરચક ટ્રાફિકવાળા આ રોડ પર ફાયર-એન્જિનને આવતાં થોડી મુશ્કેલી થઈ હતી. એને પગલે ધુમાડાના ગોટેગોટા ચારેકોર છવાઈ ગયા હતા અને ઘણા રાહદારીઓને ગૂંગળામણ પણ થઈ હતી. જોકે ફાયર-બ્રિગેડે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK