ડ્રાઇવરની બેદરકારીએ દસ વર્ષના બાળકનો જીવ લીધો

ઍક્સિડન્ટમાં તેની નાની બહેનનો બચાવ અને દાદાને પગમાં ફ્રૅક્ચર

tirth1

રોહિત પરીખ

ડમ્પરના ડ્રાઇવરની બેદરકારીએ ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ના એક દસ વર્ષના બાળકનો જીવ લીધો હતો, જ્યારે એ બાળકના દાદાને પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવાથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સદ્ભાગ્યે તેની નાની બહેન બચી ગઈ હતી. આ બનાવથી ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટ વિસ્તારના જૈન સમાજમાં અરેરાટી ફેલાઈ હતી. મૃત્યુ પામેલા બાળકના પરિવારે ચક્ષુદાન કર્યું હતું.

ઘાટકોપર (વેસ્ટ)ની ગાર્ડન લેનમાં રહેતા સિનિયર સિટિઝન ચંદ્રકાંત મોદી તેમના રોજિંદા કાર્યક્રમ મુજબ તેમના પૌત્ર તીર્થ અને પૌત્રી પલકને ઍક્ટિવા પર સ્કૂલેથી ઘરે લઈ જતા હતા. એ સમયે પાછળથી આવતા મિક્સર ડમ્પરે તેમની ઍક્ટિવાને ટક્કર મારી હતી, જેને લીધે પાછળ બેઠેલો તીર્થ ડમ્પરના ટાયર નીચે કચડાઈ ગયો હતો, જ્યારે તેની નાની બહેન પલકને ચહેરા પર મામૂલી માર લાગ્યો હતો અને તે બચી ગઈ હતી જ્યારે ચંદ્રકાંત મોદીને પગમાં અને માથામાં માર લાગ્યો હતો.

આ બનાવને નજરે જોનાર આ પરિવાર સાથે જોડાયેલા ધર્મિન દોશીએ ‘મિડ-ડે’ને આ ઍક્સિડન્ટની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર આવેલા નિત્યાનંદ નગરમાં ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ ચંદ્રકાંત મોદી તેમના ઍક્ટિવા પર તીર્થ અને પલકને લઈને જઈ રહ્યા હતા. આ રોડ પર હંમેશાં ટ્રાફિક જૅમ રહે છે. આમ છતાં ડમ્પરના ડ્રાઇવરે કેવી રીતે ઍક્ટિવાને ટક્કર મારી એ નવાઈની વાત છે, પણ ટક્કર લાગ્યા પછી તીર્થ પર ડમ્પરનું ટાયર ફરી જવાથી તીર્થની હાલત ખૂબ જ ગંભીર હતી. સ્થાનિક રહેવાસીઓ તરત જ તીર્થ, પલક અને ચંદ્રકાંતભાઈને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.’

tirth

તીર્થના ઍક્સિડન્ટ પછી પણ શ્વાસોશ્વાસ ચાલતા હતા. તે પૂરો હોશમાં હતો એમ જણાવતાં ધર્મિન દોશીએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં લઈ ગયા પછી ત્યાંના ડૉક્ટરોએ પહેલાં તીર્થને સારવાર આપવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને તેની હાલત ગંભીર લાગતાં તીર્થને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. તીર્થના પરિવારે તરત જ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો.’

તીર્થના પિતા હિમાંશુ મોદી ડાયમન્ડ જ્વેલરીનો બિઝનેસ કરે છે. તીર્થ પંતનગરમાં આવેલી •ષિ ગુરુકુળ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો હતો. તે ભણવામાં અને અન્ય ઍક્ટિવિટીઝમાં ખૂબ જ હોશિયાર હતો. તીર્થના મૃત્યુને પગલે આજે તેની સ્કૂલે બંધની જાહેરાત કરી હતી. આ સ્કૂલના ક્લાસનાં બાળકો, ટીચર અને પ્રિન્સિપાલ આજે સવારે સાડાઆઠ વાગ્યે ગાર્ડન લેનથી તીર્થની નીકળનારી અંતિમયાત્રામાં હાજરી આપશે.

વિક્રોલી પાર્કસાઇટ પોલીસે ડમ્પરના ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને ડમ્પરનો કબજો લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK