ભાઈબંધનો બર્થ-ડે ઊજવવા ગયેલા ઘાટકોપરના યુવકનું કાર-ઍક્સિડન્ટમાં મોત

ઘાટકોપરથી ત્રણ મિત્રો મિસળ ખાવા થાણે ગયા હતા

dharmil



રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા વીસથી એકવીસ વર્ષ વચ્ચેના ત્રણ યુવકો ગઈ કાલે એક મિત્રનો બર્થ-ડે ઊજવીને થાણેથી કારમાં પાછા આવી રહ્યા હતા ત્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભાંડુપ પાસે રોડ-ઍક્સિડન્ટ થતાં એક મિત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા બે હજી આઘાતમાંથી બહાર નથી આવ્યા.

આખી ઘટના વિશે આ યુવાનોના એક રિલેટિવે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પાસે આવેલી ઇલાયચીવાડીમાં રહેતા અને સ્ટેશન સામે ફૅશન-કૉર્નર નામની દુકાનના માલિકના ૨૦ વર્ષના પુત્ર રોહન શેઠનો બર્થ-ડે હતો. એની ઉજવણી માટે તેના બે મિત્રો ૨૦ વર્ષનો કિશન ઠક્કર અને ૨૧ વર્ષનો ધર્મિલ કોઠારી થાણેના મામલતદારનું મિસળ ખાવા સવારે ૬ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મિત્રોએ પોલીસમાં આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે તેઓ મિસળ ખાધા વગર સવારે ૭ વાગ્યે થાણેથી પાછા ઘાટકોપર આવવા નીકળ્યા હતા.’

આ મિત્રોની આગળની ઘટનાની માહિતી આપતાં તેમના રિલેટિવે કહ્યું હતું કે ‘અંદાજે સવાસાત વાગ્યે તેઓ ભાંડુપ (ઈસ્ટ)ના પાંચખાડા વિસ્તાર પાસે પહોંચ્યા હતા ત્યારે એક ટ્રક-ડ્રાઇવરે તેમની કારને પાછળથી ઠોકી દીધી હતી. એને લીધે ડ્રાઇવ કરી રહેલા રોહને કાર પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો હતો. પરિણામે તેની કાર ઊછળીને એક્સપ્રેસ હાઇવે પરથી સીધી નજીકના સર્વિસ-રોડ પર જઈને એક વૃક્ષ સાથે અથડાઈ હતી.’

અચાનક બનેલા આ બનાવથી ત્રણેય મિત્રો ગભરાઈ ગયા હતા એમ જણાવતાં આ રિલેટિવે કહ્યું હતું કે ‘કિશન ઠક્કરે કહ્યું હતું કે આ બનાવથી બધા મિત્રોને જોરદાર ઝટકો લાગ્યો હતો અને એને લીધે રોહન અને હું થોડી વાર માટે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ અમે જોયું કે ધર્મિલની હાલત વધુ ખરાબ છે અને તે પણ બેભાન થળ ગયો હતો, પણ તેનો શ્વાસ ચાલતો હતો. અમારો ઍક્સિડન્ટ જોઈને સર્વિસ-રોડ પર મૅરથૉનની પ્રૅક્ટિસ કરી રહેલા લોકો અમારી મદદે દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળે જ તેને મસાજ કરવાની કોશિશ કરી હતી. જોકે ત્યાર પછી ધર્મિલની હાલત ગંભીર લાગતાં તેમની મદદથી અમે ધર્મિલને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલ લઈ ગયા હતા.’

અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ડૉક્ટર સંતોષ બનસોડેએ ધર્મિલને ડેડ જાહેર કર્યો હતો. એ વાતની માહિતી આપતાં તેમના રિલેટિવે કહ્યું હતું કે ‘એ સમયે ૭.૩૫ વાગ્યા હતા. ત્યાર બાદ ફોર્ટિસમાંથી ધર્મિલની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે અમે રાજાવાડી હૉસ્પિટલ લઈ આવ્યા હતા. રોહન આઘાતમાં છે અને તેને મૂઢ માર વાગ્યો છે, જ્યારે કિશન ઠક્કરને માથામાં માર વાગ્યો હોવાથી તેનું ઘ્વ્ સ્કૅન કરાવવામાં આવ્યું હતું. અત્યારે તો બન્ને આઘાતમાં હોવાથી તેમને બીજો કોઈ ખ્યાલ આવતો નથી.’

રાજાવાડીના એક ડૉક્ટરે ધર્મિલના મોતનું કારણ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારા અંદાજ પ્રમાણે ધર્મિલનું મોત શરીરના અંદરના ભાગને ઇખત માર વાગવાને કારણે થયું છે.

આખા બનાવ બાબતમાં વિક્રોલીના એક પોલીસ-ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફોર્ટિસ હૉસ્પિટલમાંથી ગઈ કાલે સવારે ૮ વાગ્યે અકસ્માતના અને ધર્મિલના મોતના સમાચાર મળ્યા હતા. ત્યાર બાદ અમે તેના મિત્રો અને પેરન્ટ્સનાં સ્ટેટમેન્ટ લીધાં હતાં. અમે અકસ્માતની વધુ તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કાર અમારા કબજામાં છે.’

એક સમજદારીભર્યો વૉટ્સઍપ-મેસેજ

છેલ્લા થોડા દિવસથી વાગડ ઓસવાલ સમાજના નામે એક વૉટ્સઍપ-મેસેજ વાઇરલ કરવામાં આવ્યો છે. એમાં કેટલું તથ્ય છે એની ખબર નથી, પણ એ આજના યુવાનો અને સમાજ સામે લાલબત્તી ધરે છે.

આ મેસેજમાં આજકાલ યુવાનો દ્વારા થતી બર્થ-ડે પાર્ટીની બદલાયેલી રીત સામે લાલબત્તી ધરવામાં આવી છે. એમાં લખ્યું છે કે આજકાલ મિત્રને શુભેચ્છા આપવા માટે રાતે ૧૨ વાગ્યે તેના ઘરે જવાનું શરૂ કરવામાં આવ્યું છે. એ સમયે તેમને તેમનાં મમ્મી-પપ્પા, ભાઈ-બહેન કે વાઇફ કોઈની ચિંતા હોતી નથી. તેમને માટે તો ફ્રેન્ડનો જન્મદિવસ મહત્વનો હોય છે. મિત્રનો જન્મદિવસ મનાવવા ઘરે કહીને નીકળે કે રાતે મોડો ઘરે આવીશ.

આવી જ રીતે ૨૦ જૂને કચ્છ ગામ લાકડિયાનો પ્રદીપ દામજી ગડા તેના મિત્રો સાથે અંધેરીથી બોરીવલી તેના મિત્રનો જન્મદિન મનાવવા ગયો હતો. રાતે સવા વાગ્યે તે તેની ફ્રેન્ડ સાથે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ગોરેગામ હાઇવે પર અકસ્માત થયો હતો, જેમાં પ્રદીપનું મોત થયું હતું અને તેની ફ્રેન્ડ બેભાન થઈ ગઈ હતી. પ્રદીપ ખૂબ મહેનતુ છોકરો હતો અને તેના સમાજના યુવા સર્કલનો સક્રિય કાર્યકર પણ હતો. અમારે તો એટલું જ કહેવાનું છે કે સંતોનોને રાતે આવા પ્રસંગોમાં જતા અટકાવો. આજનાં છોકરા-છોકરીઓ વડીલોની વાત માનતાં નથી, પણ તેમને સમજાવો કે આ મહામૂલા જીવનને આ રીતે ન માણો.

એમાં આગળ લખવામાં આવ્યું છે કે મિત્રો, દોસ્તો, સમાજના યુવાનો, આટલા બેઘડ અને બેફામ ન બનો. મમ્મી-પપ્પા, વડીલોની શિખામણનું સન્માન કરો. તેમનો આદર કરો. તમારું જીવન તમારું નથી, એની સાથે તમારો પરિવાર પણ જોડાયેલો છે એ ન ભૂલો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK