“ઘાટકોપરના ગારોડિયાનગરના બધા રસ્તા બનાવવાની જવાબદારી મારી”

મુંબઈની કાયાપલટ કરવાની અને એને ટ્રાફિકમુક્ત કરવાની યોજનાઓની જાહેરાત સાથે દેવેન્દ્ર ફડણવીસનો અનોખો સંકલ્પ


cm



રોહિત પરીખ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના જાણે શ્રીગણેશ કરતા હોય એમ ઘાટકોપરનાં આઠ વિકાસકાર્યોનો શુભારંભ કરવા ગઈ કાલે ઘાટકોપરમાં આવેલા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મુંબઈની કાયાપલટ કરવાની જાહેરાત કરી હતી. આ કાયાપલટમાં મુંબઈને પાંચ વર્ષમાં ટ્રાફિકમુક્ત કરવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે એવું એલાન તેમણે કર્યું હતું.

ગઈ કાલે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે જે આઠ પ્રોજેક્ટોનો બટન દબાવીને શુભારંભ કર્યો એમાં વિદ્યાવિહાર ઈસ્ટ અને વેસ્ટને જોડતા રોડઓવર બ્રિજનો, ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરના રસ્તાઓના રિનોવેશનનો, નાળાંઓના વિસ્તૃતીકરણનો, સ્લમના રહેવાસીઓના પુનર્વસનનો, હાઈમાસ્ટ લાઇટ્સનો, ઘાટકોપર (ઈસ્ટ)ના લોકોને ૨૪ કલાક પીવાનું પાણી મળી રહે એના માટે પાઇપલાઇનમાં પરિવર્તનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આર્થિક રીતે નબળા પરિવારો માટે દસ લાખ ઘરો બાંધવાની યોજના સહિત ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મેટ્રો, મોનો અને સબર્બન રેલવેના નવા પ્રોજેક્ટોની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના વિકાસના સૂત્રને સાર્થક કરવા સરકારે અનેક પ્લાનિંગ અને પ્રોજક્ટ્સને શરૂ કર્યા છે. એમાંનો એક પ્રોજેક્ટ એટલે વિદ્યાવિહારનો રોડઓવર બ્રિજ. એના માટે ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા ૧૯૯૨થી અથાગ પ્રયાસો કરી રહ્યા છે જેમાં તેમને સફળતા મળી છે. આવી જ રીતે તેમણે આર્થિક રીતે નબળા પરિવારો માટે દસ લાખ ઘરો ઊભાં કરવાનો પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે તેઓ મહારાષ્ટ્રની સાથે ઘાટકોપરના વિકાસ માટે ભારે પરિશ્રમ કરી રહ્યા છે જેનો ફાયદો ઘાટકોપરની પ્રજાને મળશે.’

પ્રાઇવેટ લે-આઉટને કારણે ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં છ રસ્તાઓ ૪૦ વર્ષથી બિસમાર હાલતમાં છે. એ રસ્તાઓના નૂતનીકરણ માટે દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપતાં કહ્યું હતું કે ‘ગારોડિયાનગરના બધા રોડ બનાવવાની જવાબદારી મારી છે. આમાંથી બે રસ્તાઓના રિનોવેશન માટે પરવાનગી મળી ગઈ છે અને બાકીના રસ્તાઓ માટે પણ વહેલી તકે પરવાનગી મળી જશે.’

મુંબઈમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે એ વાતને કબૂલ કરતાં દેવેન્દ્ર ફડણવીસે જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘સરકાર આ માટે ૨૦૧૪થી ગંભીર પ્રયાસ કરી રહી છે. જે સબર્બન રેલવે ૭૦ વર્ષ પછી ૭૦ લાખ મુસાફરોને મુસાફરી કરાવવાની ક્ષમતા ધરાવે છે એવી જ ક્ષમતા પાંચ વર્ષમાં અમારી સરકાર મેટ્રો અને મોનોરેલના વિકાસના માધ્યમથી કરશે. આ બન્ને રેલ મુંબઈના ઘાટકોપર સહિત અનેક ઉપનગરો સાથે જોડાશે. એનાથી મુંબઈ ટ્રાફિકમુક્ત થશે અને મુંબઈના વિકાસનો માર્ગ મોકળો થશે.’

આની સાથે દેવેન્દ્ર ફડણવીસે એલિવેટેડ લોકલ રેલ કૉરિડર, ઈસ્ટ અને વેસ્ટને જોડતી વૉટર ટ્રાન્સપોર્ટ, કોસ્ટલ રોડ જેવા અનેક પ્રોજક્ટોની જાહેરાત કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK