ફડણવીસે નવા ઘરની ચાવી આપ્યાના કલાકોમાં જ ઘાટકોપરના લોકો બેઘર

ઘાટકોપરમાં રાજાવાડીની સ્લમના પરિવારોને ચીફ મિનિસ્ટરે બુધવારે રાતે નવા ઘરની ચાવી આપી એના કલાકોમાં જ વગર નોટિસે BMCએ બુલડોઝર ફેરવીને તેમને બેઘર કરી દીધા : સુધરાઈના અસિસ્ટન્ટ કમિશનર કહે છે કે હાઈ કોર્ટમાં ૩૧ ડિસેમ્બર સુધીમાં રર્પિોટ સબમિટ કરવા ડિમોલિશન જરૂર હતું

fadnavis



રોહિત પરીખ


ઘાટકોપર (ઈસ્ટ)ની રાજાવાડીના ડૉ. આંબેડકરનગરની સ્લમના ચારસો પરિવારોને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાતના સાડાઆઠ વાગ્યે પુનવર્સન માટે તેમની નવી રૂમોની ચાવી અર્પણ કરી હતી. આ પરિવારો ગઈ કાલે સ્થળાંતર કરીને નવી રૂમોમાં જાય એ પહેલાં જ BMCએ તેમનાં જૂનાં ઘરો પર બુલડોઝર ફેરવીને આ પરિવારોને બેઘર કરી દીધા હતા. આ સાથે જેમનાં ઘરો અપાત્ર ઠેરવવામાં આવ્યાં છે તેમનાં ઘરોને પણ ગઈ કાલે BMCએ તોડી પાડ્યાં હતાં. આ ઘટનાથી આ વિસ્તારનું વાતાવરણ ગરમાયું છે અને પરિવારોમાં આક્રોશ ફેલાયો છે.

બુધવારે રાતના ત્રણ વાગ્યા સુધી ચાવીઓ આપવામાં આવી હતી એ બાબતની માહિતી આપતાં આ પરિવારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજાવાડીની તાનસા પાઇપલાઇનની આજુબાજુના ૧૦ મીટરના એરિયાને હાઈ કોર્ટે ઑર્ડર આપ્યો છે. એની સામે અમારી ઘાટકોપરની નજીકમાં જ ઘર મળે એવી લાંબા સમયની માગણી હતી. અમારામાંથી પાંચ પરિવારોને બુધવારે એક સમારંભમાં દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ચાવીઓ આપવામાં આવી હતી. ત્યાર પછી બાકીની ચાવીઓની ફાળવણી રાતના ત્રણ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરી હતી.’

અમને એ સમયે ખબર નહોતી કે સવારે અમારાં જૂનાં ઘરો પર બુલડોઝર ફરી વળશે એમ જણાવતાં આ પરિવારોએ કહ્યું હતું કે ‘રાતના અમે નવ વાગ્યા સુધી તો ચીફ મિનિસ્ટરના સમારંભમાં હતા. ત્યાર પછી ચાવી લેવા ગયા હતા. આ સમય સુધી અમને અણસાર પણ નહોતો કે BMC સવારે અમે સ્થળાંતર કરીએ એ પહેલાં જ અમારાં જૂનાં ઘરો પર બુલડોઝર ફેરવવા આવી જશે. સવારે દસ વાગ્યે અમને સમાચાર મળ્યા કે ગ્પ્ઘ્ની ટીમ પોલીસ સાથે અમારાં ઘરોને તોડવા નીકળી ગઈ છે. અમારી પાસે એટલો સમય પણ નહોતો કે અમે અમારા ઘરમાંથી સામાન બહાર કાઢી શકીએ. અમારામાંથી અનેક પરિવારોના પુરુષો કામ પર જતા રહ્યા હતા.’

ચીફ મિનિસ્ટરે ચાવી ફાળવી એના કલાકોમાં જ રાજાવાડીમાં ડિમોલિશન હાથ ધરવા બાબતમાં ઘાટકોપર સુધરાઈના જે વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સુધાંશુ દ્વિવેદીએ તેમનો ખુલાસો આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ૩૧ ડિસેમ્બર સુધીમાં હાઈ કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે. એ પહેલાં ડિમોલિશન થવું જરૂરી હતું. ડિમોલિશનની કાર્યવાહી ન થાય તો કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ થાય એમ હોવાથી અમે ૨૫ ડિસેમ્બરે જ તાનસા પાઇપલાઇન પાસે રહેતા રહેવાસીઓને ડિમોલિશનની ચેતવણી આપી દીધી હતી (જોકે આ વિસ્તારના રહેવાસીઓએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો). આ કાર્યવાહી અમે કોઈ પણ બહાના હેઠળ મુલતવી રાખી શકીએ એવી પરિસ્થિતિ નહોતી. અમે આ વિસ્તારમાં માઇક પર જાહેરાત કરીને કહ્યું હતું કે તમારો સામાન તૈયાર રાખજો, તમને નવા ઘરની ચાવી મળતાં જ તમારે ઘર છોડીને જવું પડશે.’

લાખો રૂપિયાનું ઘર મળે તો થોડા દિવસ સહન કરવું પણ પડે એવો મત વ્યક્ત કરતાં સુધાંશુ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘આ લોકોને જે ઘરો આપવામાં આવ્યાં છે એની કિંમત ચાલીસથી પચાસ લાખ રૂપિયાની છે. આવા આલીશાન ઘરમાં સેટ થતાં થોડા દિવસ લાગી જાય એ સામાન્ય વાત છે. લાઇટ-પાણી અને અન્ય ખૂટતી સુવિધાઓ તેમને વહેલામાં વહેલી તકે મળી જશે.’

ગઈ કાલે રાજાવાડીના સ્લમવાસીઓ પર ફરેલા બુલડોઝર બાબતમાં સ્પષ્ટતા લેવા માટે ‘મિડ-ડે’એ ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાને ફોન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

નવા ઘરમાં લાઇટ-પાણી નથી


અચાનક રોડ પર આવી ગયેલા પરિવારોએ કહ્યું હતું કે ‘અમે મોટી ઇમારતમાં રહેવા મળશે એ આશાથી સવારે અમારાં જૂનાં ઘરો તોડફોડ થવાથી કુર્લાની કોહિનૂર મિલ પાસે મળેલાં ઘરોમાં પહોંચી ગયા હતા. પહેલાં તો અમને ત્યાં કહેવામાં આવ્યું કે અમને ઘરની ચાવી ફાળવવામાં આવી હોવાની તેમની પાસે કોઈ જ માહિતી નથી. ત્યાર પછી અમને ખબર પડી કે જે જગ્યા અમને ફાળવવામાં આવી છે ત્યાં લાઇટ અને પાણીની સુવિધા જ નથી. અમે ગમેએમ કરીને અમારો સામાન નવા ઘરમાં મૂકીને ત્યાંથી અમારા સંબંધીને ત્યાં રહેવા જતા રહ્યા છીએ. અમારી સાથે સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકો છે. તેમની શું હાલત હશે એ સમજી શકાય એમ છે. અનેક લોકોએ રાજાવાડીની ફુટપાથ પર જ રાત ગુજારવી પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK