ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા ઘાટકોપરમાં બે દિવસનો અનોખો શરદોત્સવ

પહેલી ઑક્ટોબરે દાંડિયાકિંગ્સ હનીફ-અસલમ અને ઓસમાણ મીર તથા બીજી ઑક્ટોબરે દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક રમઝટ બોલાવશે

Ghatkopar

નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે મુંબઈના રાસરસિયાઓ માટે ગુડ ન્યુઝ એ છે કે નોરતાંની રમઝટ બે દિવસ એક્સટેન્ડ થવાની છે - પહેલી અને બીજી ઑક્ટોબરે ઘાટકોપરમાં આયોજિત બે દિવસના અનોખા શરદોત્સવના રૂપમાં.

ઘાટકોપર ગુજરાતી સમાજ, ‘મિડ-ડે’ અને મનબા ફાઇનૅન્સ દ્વારા પ્રસ્તુત આ શરદોત્સવમાં પહેલા દિવસે એટલે કે ૧ ઑક્ટોબરે બૉલીવુડના ઢોલ-કિંગ હનીફ-અસલમ અને તેમના સાજિંદાઓ સાથે લોક અને સૂફી ગાયકીના સરતાજ ઓસમાણ મીર સ્ટેજ ગજાવશે. બીજા દિવસે એટલે કે બીજી ઑક્ટોબરે દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક જમાવટ કરશે.

આજ સુધી ક્યારેય શરદપૂર્ણિમાની આવી ડબલ ઉજવણી નથી થઈ.

અને જે રીતે લોકો નવરાત્રિમાં રાસગરબા રમવા ઊમટી રહ્યા છે એ જોતાં દશેરા સુધીમાં પણ તેઓ નહીં ધરાય એવું લાગે છે અને એ સંજોગોમાં આ શરદોત્સવ સોને પે સુહાગા જેવો બની રહેશે.

ઘાટકોપર (ઈસ્ટ)માં આ ઉત્સવ વ્ાલ્લભબાગ એક્સટેન્શન લેનમાં કુકરેજા ટાવરની પાછળ આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત થઈ રહ્યો છે.

બન્ને દિવસના આ શરદોત્સવની ટિકિટો માત્ર book my show પર ઉપલબ્ધ છે.

પ્રવિણ છેડા, જિતેન્દ્ર મહેતા, જિજ્ઞેશ ખિલાણી, ઉદયન શાહ અને ભાવિક શાહ આ શરદોત્સવના આયોજકો છે.

વધુ વિગતો માટે જિજ્ઞેશ ખિલાણીનો 98922 66335 નંબર પર સંપર્ક કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK