મારાં સદકાર્યોએ મને નવી જિંદગી આપી છે : પ્રજ્ઞા જાડેજા

સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની દુર્ઘટનામાં બચી ગયેલાં પ્રજ્ઞા જાડેજા કહે છે...

pragya

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની દુર્ઘટનામાં બચી ગયેલાં અને અત્યારે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૪૫ વર્ષનાં પ્રજ્ઞા જાડેજાએ જેના ઘરે તેઓ રસોઈનું કામ કરતાં હતાં એ નીરવ ગાંધી અને તેમનાં મમ્મીને બચાવી લીધાં જેનો તેમને ખૂબ જ હરખ છે.  

પ્રજ્ઞા જાડેજા ૨૦૦૯ની સાલથી નીરવ ગાંધીને ત્યાં રસોઈનું કામ કરે છે. આ સિવાય તેઓ અનેક જૈન સાધુસંતોની સેવા પણ કરી રહ્યાં છે. મંગળવારે દુર્ઘટના થઈ એ પહેલાં તેમને દુર્ઘટનાનો અણસાર આવી જતાં નીરવ ગાંધી, તેમનાં માતા અને  પ્રજ્ઞા જાડેજા દોડીને નીચે આવી ગયાં હતાં. 

જોકે નીરવભાઈ દવા ભૂલી ગયા હતા. એ માહિતી આપતાં પ્રજ્ઞા જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જ્યારથી નીરવભાઈને ત્યાં કામ કરું છું ત્યારથી અમારો ભાઈબહેનનો  નાતો છે. હું, તેમનાં મમ્મી અને નીરવભાઈ સાથે જ રહીએ છીએ. એ દિવસે અમે ભાગીને નીચે આવી ગયાં હતાં. નીચે પહોંચ્યાં ત્યાં જ નીરવભાઈને તેમની દવા ભૂલી ગયાનું યાદ આવ્યું હતું. એટલે હું પાછી તેમની દવા લેવા માટે ઉપર ગઈ હતી. જેવી ઉપર પહોંચી કે બિલ્ડિંગ પડી ગયું હતું, જેમાં હું ફ્લૅટના મેઇન રૂમમાંથી સીધી કાટમાળ નીચે સરકી ગઈ હતી.’

મેં સાધુસંતોની સેવા કરી છે એમ જણાવતાં પ્રજ્ઞા જાડેજાએ કહ્યું હતું કે ‘મેં મારા જીવનમાં ઘણાં સદ્કાર્યો કયાર઼્ છે. ભગવાને મને એના ફળસ્વરૂપે જ અત્યારે બચાવી લીધી છે. મારા હાથના સોજા ઊતરી જાય અને હૉસ્પિટલમાંથી રજા મળે એટલે તમને જમાડું એટલી હું મજબૂત છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK