લોકોને ખોટી રીતે બેઘર કરનારા ચેતી જાય

ઘાટકોપરના દામજી સદનને ખાલી કરાવવા માટે વપરાયેલા BMCના રિપોર્ટની હાઈ કોર્ટે ઝાટકણી કાઢી, બિલ્ડિંગ રિપેર કરીને રહેવાની પરવાનગી આપી : ફક્ત ૨૦ દિવસમાં ચુકાદો : રહેવાસીઓએ માન્યો મિડ-ડેનો આભાર

damji Sadan


રોહિત પરીખ

BMCના અધિકારીઓની ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર, મનસ્વીપણું, બેદરકારીઓને લીધે સામાન્ય જનતાને થતી હેરાનગતિઓનાં અનેક ઉદાહરણો રોજ બહાર આવતાં હોય છે. છેલ્લાં થોડાં વષોર્માં હાઈ કોર્ટના આદેશના નામે શહેર અને ઉપનગરોમાં જોખમી તથા અતિજોખમી ઇમારતોનાં લાઇટ-પાણીનાં કનેક્શન કાપી નાખવાની અને આ ઇમારતો ખાલી કરાવી એના રહેવાસીઓને બેઘર કરી મૂકવાની BMCએ રીતસરની એક રમત શરૂ કરી છે. જોકે ગઈ કાલે હાઈ કોર્ટે જૂનાં મકાનોમાં રહેતા લોકો અને BMCના અધિકારીઓને સબક મળે એવો ઘાટકોપર (ઈસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે આવેલા દામજી સદનના કેસમાં ચુકાદો આપ્યો હતો. જેને કારણે બુધવારે ૬ સપ્ટેમ્બરે રાતે અચાનક બેઘર બની ગયેલા આ મકાનના રહેવાસીઓ ૨૫ દિવસ પછી તેમના ઘરે પાછા ફરી શકશે.

રિપેર કરીને પાછા રહેવા જાઓ


ગઈ કાલે કોર્ટે આપેલા ચુકાદાની માહિતી આપતાં આ બિલ્ડિંગના રહેવાસીઓના ઍડ્વોકેટ બિપિન જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રહેવાસીઓની ફરિયાદના આધારે ૮ સપ્ટેમ્બરે આ રહેવાસીઓના ન્યાય માટે હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળીને અને બન્ને પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટનો અભ્યાસ કરીને BMCના સ્ટ્રક્ચરલ રિપોર્ટની ઝાટકણી કાઢી હતી. આ રિપોર્ટને બિલ્ડિંગના રહેવાસીઓએ રજૂ કરેલા રિપોર્ટની સામે નબળો કહ્યો હતો. આ પહેલાં કોર્ટે આ બિલ્ડિંગના મકાનમાલિક હેમંત પરીખને પોલીસને વિશેષ આદેશ આપીને તળોજાની જેલમાંથી કોર્ટમાં બોલાવ્યો હતો. હેમંત પરીખ પાસેથી કોર્ટે રહેવાસીઓ બિલ્ડિંગ રિપેર કરે એની સામે તેને કોઈ વાંધો નથી એવી સંમતિ લીધી હતી. છેલ્લે રહેવાસીઓ દામજી સદનનું રિપેરિંગ કરાવીને પાછા તેમના ઘરમાં રહેવા જઈ શકે છે એવો આદેશ આપ્યો હતો. BMCએ ૬ સપ્ટેમ્બરે દામજી સદનની ઇમારતને જોખમી કહી હતી એ રિપોર્ટને રિજેક્ટ કર્યો હતો.’

BMCને પૂછવાની જરૂર નથી

આ કેસના મહત્વના ચુકાદાની માહિતી આપતાં બિપિન જોશીએ કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં મકાનના રિપેરિંગ માટે મકાનમાલિક કે રહેવાસીઓએ BMCની પરવાનગી લેવી પડે છે. BMCના અધિકારીઓ આવા સમયે મકાનમાલિક કે રહેવાસીઓને ધક્કા ખવડાવીને થકવી દેતા હોય છે, તેમને નિચોવી લેતા હોય છે. જેની સામે દામજી સદનના કેસમાં હાઈ કોર્ટે આખા કેસનો બારીકાઈથી અભ્યાસ કરીને આદેશ આપ્યો હતો કે દામજી સદનની ઇમારતને રિપેર કરવા માટે રહેવાસીઓએ હવે BMC પાસે પરવાનગી લેવા માટે જવાની જરૂર નથી. તેઓ તેમના ખર્ચે ઇમારત રિપેર કર્યા પછી ખર્ચની રકમની રિકવરી તેમના મકાનમાલિક પાસેથી કરી શકે છે.’

૬ સપ્ટેમ્બરે શું બન્યું હતું?

આખો બનાવ એવો હતો કે ઘાટકોપરના આ વિસ્તારને આવરી લેતા BMCના N-વૉર્ડના અધિકારીઓએ દામજી સદનના રહેવાસીઓને ૬ સપ્ટેમ્બરે સાંજે અચાનક તેમનું બિલ્ડિંગ જોખમી છે અને એને તરત જ ખાલી કરો એવો આદેશ આપ્યો હતો. એ સમયે આ બિલ્ડિંગના રહેવાસીઓએ રડી-કરગરીને, હાથ જોડીને BMCના N-વૉર્ડના અધિકારીઓને આજીજી કરી કે અમારું બિલ્ડિંગ અતિજોખમીની યાદીમાં નથી. અમને આ બાબતની કયારેય નોટિસ પણ આપવામાં નથી આવી. અમને અમારાં ઘરો ખાલી કરવા માટે થોડા દિવસનો સમય આપો એટલું જ નહીં, આ રહેવાસીઓએ એવી પણ વિનંતી કરી કે અમારું મકાન રિપેરિંગ થઈ શકે એમ છે, અમે એને રિપેર કરીશું, તમે એને તોડો નહીં. અમારાં લાઇટ-પાણી કાપો નહીં. અમને આમ રાતોરાત બેઘર કરો નહીં. આ પહેલાં આ રહેવાસીઓ BMCના અધિકારીઓની વાત માનીને તેમની ઘરવખરી તેમના ઘરમાં જ રાખીને પહેરેલે કપડે જ જરૂરી વસ્તુઓ ઘરમાંથી લઈને રોડ પર આવી ગયા હતા.

દામજી સદનના રહેવાસીઓની એક પણ વિનંતી N-વૉર્ડઑફિસર ભાગ્યશ્રી કાપસે સહિત એક પણ BMCના અધિકારીએ સાંભળી નહોતી. તેમની તો એક જ જીદ્દ હતી તમારા મકાનનો અમુક ભાગ નમી ગયો છે એથી અમારે એને તોડવો જ પડશે. આ માહિતી આપતાં દામજી સદનના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સમયે ઘાટકોપરના ત્રણ-ત્રણ નગરસેવકો ત્યાં હાજર હોવા છતાં BMCના અધિકારીઓ તેમની જીદ પર જ રહ્યા હતા. BMCના અધિકારીઓની તો દાદાગીરી હતી જ, પણ એની સાથે પંતનગર પોલીસ પણ જોડાઈ હતી. તેમણે બળનો ઉપયોગ કરીને અમને બધાને ત્યાંથી હટાવી દીધા હતા અને  છેક મોડી રાતે BMCએ અમારા મકાનના અમુક ભાગને જોખમી બતાવી તોડી નાખ્યો હતો.’

લીગલ પ્રોસેસ વગર કાર્યવાહી

રહેવાસીઓએ આપેલી માહિતીને આધારે કોર્ટમાં BMCના અધિકારીઓની સામે કેસ કરવામાં આવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં બિપિન જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાયદાકીય રીતે BMCએ કોઈ પણ જર્જિરત બિલ્ડિંગને ખાલી કરાવવા માટે લીગલ પ્રોસેસ કરવી પડે છે, જેમાંની એક પણ પ્રોસીજર BMCએ બુધવારે કર્યા વગર રહેવાસીઓનાં ઘર ખાલી કરાવ્યાં અને બિલ્ડિંગના જોખમી ભાગને બે દિવસના સમયમાં તોડી પાડ્યો હતો, જે સંપૂર્ણપર્ણ ગેરકાયદે થયું છે. એથી BMCનાં વૉર્ડઑફિસર ભાગ્યશ્રી કાપસે અને દામજી સદનના મકાનમાલિક હેમંત પરીખ તેમ જ BMCના અધિકારીઓ સામે હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. એની સામે કોર્ટે BMC પાસેથી કયા આધારે મકાનના અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો અને ઘર ખાલી કરાવવામાં આવ્યાં એની વિગતો માગી હતી.’

કોઈ બિલ્ડરની ફરિયાદ

જેની સામે BMCએ જવાબ આપતાં કોર્ટને કહ્યું હતું કે ‘BMCએ ૨૦૧૪ની સાલમાં અને ત્યાર પછી ૨૦૧૬ની સાલમાં દામજી સદનના માલિકને સ્ટ્રક્ચરલ રિપોર્ટ સબ્મિટ કરવા માટેની નોટિસ મોકલાવી છે. એની સામે મકાનમાલિકે એક પણ જવાબ આપવાની કે BMCના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને મળવાની કોશિશ કરી નહોતી. બુધવારે ૬ સપ્ટેમ્બરે અમારા કન્ટ્રોલ રૂમને ફોટો સાથે દામજી સદનની જોખમી હાલત વિશેની ફરિયાદ મળી હતી. એ ફરિયાદ પછી અમારા એન્જિનિયરોએ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને ફરિયાદમાં તથ્ય લાગ્યા બાદ જ અમારે પાણીની લાઇન, ઇલેક્ટ્રિક લાઇનો બંધ કરવાની અને જોખમી ભાગ તોડવાની કાર્યવાહી કરવી પડી હતી.’

સ્ટ્રક્ચરલ રિપોર્ટ બીજા દિવસે

સૌથી નવાઈની વાત તો એ હતી કે BMCએ એના તરફથી સ્ટ્રક્ચરલ રિપોર્ટ ૭ સપ્ટેમ્બરે સબ્મિટ કર્યો હતો. આ સંદર્ભમાં બિપિન જોશીએ કહ્યું હતું કે ‘કોઈક બિલ્ડરની ફરિયાદને આધારે દામજી સદનને જોખમી કહેનારી BMCએ ઉતાવળ કરીને ૬ સપ્ટેમ્બરે જ દામજી સદન પર કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જ્યારે BMCએ મકાનના અમુક ભાગને તોડી પાડીને પછી એનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યો હતો, જે કોર્ટને ખામીયુક્ત જણાયો હતો. એમાં BMCની મેલી રમત ખુલ્લી પડી ગઈ હતી.’

રહેવાસીઓમાં ખુશાલી

ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે હાઈ કોર્ટના જસ્ટિસ ગવઈએ દામજી સદનના રહેવાસીઓને બિલ્ડિંગ રિપેર કરવાની પરવાનગી આપતાં જ કોર્ટમાં હાજર રહેલા રહેવાસીઓ હષોર્લ્લાસમાં આવી ગયા હતા. ત્યાંથી ઘાટકોપરના રાયગડ ચોકમાં પહોંચતાં જ આ રહેવાસીઓએ પહેલાં મા અંબિકા અને મા આશાપુરાના નામનો જયજયકાર બોલાવ્યો હતો. રાયગડ ચોકમાં મા અંબિકાની મૂર્તિને હાર પહેરાવ્યો હતો તેમ જ બધાએ એકબીજાને પેંડા ખવડાવ્યા હતા. ત્યાર પછી હરખભેર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સત્યનો વિજય છે. અમારું ૬૦ વર્ષ જૂનું બિલ્ડિંગ આજે પણ મજબૂત છે, પરંતુ BMCના અધિકારીઓએ એને જર્જરિત પુરવાર કરીને એના અમુક ભાગને ૬ સપ્ટેમ્બરે તોડી પાડ્યો હતો, જેની સામે કોર્ટે અમને રહેવાસીઓને ઇમારત રિપેર કરીને એમાં રહેવા જવાની પરવાનગી આપી છે. આ કેસની વિશેષતા એ છે કે આવા કેસમાં વર્ષો લાગી જતાં હોય છે, જ્યારે અમારા કેસમાં ફક્ત વીસ જ દિવસમાં ર્કોટે‍ ચુકાદો આપીને એક નવો રેકૉર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. અમારી જીત માટે અમે જજ, ઍડ્વોકેટ અને ‘મિડ-ડે’ના પણ ખૂબ જ આભારી છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK